શોધખોળ કરો
Advertisement
Vaccine update: આ 30 કરોડ લોકોને પહેલા આપવામાં આવશે કોરોનાની રસી, લિસ્ટ થઈ ગયું તૈયાર, ફોન પર મળશે જાણકારી
કોઈ વ્યક્તિને ક્યાં, ક્યારે, કેવી રીતે રસી મળશે. તેની જાણકારી ફોન પર જ તે વ્યક્તિને મળી જશે.
નવી દિલ્હીઃ ભારતમાં કોરોના રસી ટૂંક સમયમાં આવી જશે. આ વાતના સંકેત આપતા ખુદ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને આપી છે. ટૂંકમાં જ રસીની ઇમરજન્સી અપ્રૂવલ મળવાની છે, અને ત્યાર બાદ સૌથી મોટો પડકાર છે રસીને કરોડો લોકો સુધી પહોંચાડવી. માટે કેન્દ્ર સરકારે એક લિસ્ટ તૈયાર કર્યું છે જેમાં 30 કરોડ લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવશે. સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ષને રસીને લઈને સરકારની તૈયારીઓ વિશે વિસ્તારથી જાણકારી આપી છે.
આ લોકોને સૌથી પહેલા મળશે રસી
સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને કહ્યું, “ભારત સરકાર વિતેલા ચાર મહિનાથી રાજ્ય સરકારોની સાથે મળીને રાજ્ય, જિલ્લા અને બ્લોક સ્તર પર વેક્સીનેશન માટે તૈયારીઓ કરી રહ્યા છે. જે 30 કરોડ લોકોને પહેલા રસી આપવામાં આવશે તેમાં 1 કરોડ સ્વાસ્થ્ય કર્મી, 2 કરોડ ફ્રન્ટ લાઇન વર્કર, 50 વર્ષતી વધારે ઉંમરના 26 કરોડ લોકો અને 50 વર્ષતી ઓછી ઉંમરના એક કરોડ લોકો જેને કોઈ બીમારી છે.”
ફોન પર મળશી જશે જાણકારી
સ્વાસ્થ્ય મંત્રીએ ક હ્યું કે, કોઈ વ્યક્તિને ક્યાં, ક્યારે, કેવી રીતે રસી મળશે. તેની જાણકારી ફોન પર જ તે વ્યક્તિને મળી જશે. ત્યાર બાદ અમે તેને મોનીટર કરવાની સાથે બીજી ડોઝ વિશે પણ જાણકારી ફોન પર જ મોકલવામાં આવશે. તેમણે કહ્યું કે, જો કોઈ રસી લેવાની ના પાડે તો અમારી તરફથી તેના પર દબાણ નહીં બનાવવામાં આવશે.
આગામી વર્ષે જાન્યુઆરીમાં આવી શકે છે રસી
ડો. હર્ષવર્ધને કહ્યું કે, ભારત રસીના વિકાસ અને રસિર્ચમાં કોઈથી પાછળ નથી. રસીની સુરક્ષા, અસરકારકતા, પ્રતિરક્ષાજનકતાને લઈને ભારક કોઈપણ પ્રકારની સમજૂતી નહીં કરે. આપણા રેગ્યુલેટર ઘણાં ઊંડાણથી અને ગંભીરતાથી આંકડાનું વિશ્લેષણ કરી રહ્યા છે. મને લાગે છે કે આગામી વર્ષે જાન્યુઆરીના મહિનામાં કોઈપણ સપ્તાહમાં એવી સ્થિતિમાં પહોંચી જશું જ્યારે આપણે પ્રથમ રસી આપી શકીશું.
સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું- આપણો રિકવરી રેટ વિશ્વમાં સૌથી વધારે છે
સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, થોડા મહિના પહેલા દેશમાં કોરોના વાયરસના 10 લાખ એક્ટિવ કેસ હતા, હાલમાં દેશમાં અંદાજે 3 લાખ એક્ટિવ કેસ છે. કોરોના વાયરસના એક કરોડ કેસમાંથી 95 લાખથી વધારે લોકો ઠીક થઈ ગયા છે. આપમઓ રિકવરી રેટ વિશ્વમાં સૌથી વધારે છે. તેમણે કહ્યું કે, મને લાગે થછે કે જેટલી મુશ્કેલીમાંથી આપણે પસાર થયા છીએ તે હવે ખત્મ થવાની દિશામાં આગળ વધી રહી છે. આટલા મોટા દેશ હોવા છતાં વિશ્વના બીજા મોટા દેશોની સામે આપણી સ્થિતિ ઘણી સારી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion