વય વંદના યોજના: 70 વર્ષથી વધુ ઉંમરના સિનિયર સિટિઝન્સ હવે ઘરબેઠાં બનાવી શકશે આયુષ્યમાન કાર્ડ
Ayushman card at home for elderly: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 29 નવેમ્બરથી આ યોજનાનો પ્રારંભ કર્યો છે. જેમાં 70 વર્ષથી વધુ ઉંમરના નાગરિકો માત્ર આધાર કાર્ડ વેરિફિકેશન દ્વારા આયુષ્યમાન કાર્ડ મેળવી શકશે.
Vaya Vandana Yojana senior citizens Ayushman card: કેન્દ્ર સરકારે 'વય વંદના' નામની નવી યોજના શરૂ કરી છે, જેમાં 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને કોઈપણ આવક મર્યાદા કે અન્ય માપદંડ વગર રૂ. 10 લાખની મફત સારવાર મળશે. આ યોજના હેઠળ વરિષ્ઠ નાગરિકો આયુષ્યમાન એપ દ્વારા ઘરે બેઠાં જ આયુષ્યમાન કાર્ડ મેળવી શકે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 29 નવેમ્બરથી આ યોજનાનો પ્રારંભ કર્યો છે. આ અંતર્ગત 70 વર્ષથી વધુ ઉંમરના નાગરિકો માત્ર આધાર કાર્ડ વેરિફિકેશન દ્વારા આયુષ્યમાન કાર્ડ મેળવી શકશે.
આયુષ્યમાન કાર્ડ મેળવવાની સરળ પ્રક્રિયા:
- ગૂગલ પ્લે સ્ટોર પરથી આયુષ્યમાન એપ ડાઉનલોડ કરો
- એપમાં લૉગિન કરી 'બેનેફિશિયરી' વિકલ્પ પસંદ કરો
- આધાર કાર્ડ સાથે લિંક કરેલો મોબાઇલ નંબર દાખલ કરો
- વેરિફાય બટન દબાવ્યા બાદ મળેલો OTP એન્ટર કરો
- આધાર કાર્ડ નંબર દાખલ કરી વેરિફાય કરો
- બે અલગ અલગ OTP આવશે - એક આધાર લિંક્ડ મોબાઇલ પર અને બીજો લૉગિન મોબાઇલ પર
- કેમેરા બટન વડે લાઇવ ફોટો પાડી અપલોડ કરો
- સબમિટ કર્યા બાદ રજિસ્ટ્રેશન સ્ટેટસ ચકાસી આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કરો
નોંધનીય છે કે, હાલની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ પણ રૂ. 10 લાખનો કૌટુંબિક આરોગ્ય વીમો આપવામાં આવે છે, પરંતુ તે યોગ્યતા ધરાવતા નાગરિકો માટે જ છે. જ્યારે 'વય વંદના' યોજના દરેક વરિષ્ઠ નાગરિક માટે ઉપલબ્ધ છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા દિવસ પહેલા જ સત્તાવાર રીતે 70 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે આયુષ્માન ભારત યોજનાની સુવિધાની જાહેરાત કરી હતી. તેનો ઉદ્દેશ્ય દેશના દરેક વૃદ્ધ વ્યક્તિને વધુ સારી સ્વાસ્થ્ય સુવિધાઓ પૂરી પાડવાનો છે. તેથી, સરકારે વૃદ્ધો માટે આવક અથવા અન્ય કોઈ માપદંડ નક્કી કર્યા નથી અને દરેક વ્યક્તિ આ યોજનાનો લાભ મેળવી શકે છે.
આ યોજના હેઠળ, 70 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે બનાવેલ આયુષ્માન ભારત કાર્ડને ‘આયુષ્માન વય વંદના કાર્ડ’ કહેવામાં આવશે. આ કાર્ડના આધારે વરિષ્ઠ નાગરિકોને હોસ્પિટલમાં 10 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળશે. આ કાર્ડ વરિષ્ઠ નાગરિકોના સ્વાસ્થ્ય ખર્ચના બોજને ઘટાડવામાં સામાન્ય લોકોને રાહત આપશે.
આ 70 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે સાર્વત્રિક આરોગ્ય કવરેજ હશે. દેશના લગભગ 4.5 કરોડ પરિવારો અથવા 6 કરોડ વરિષ્ઠ નાગરિકોને આ વિશેષ સુવિધાનો લાભ મળશે. જે પરિવારો પહેલેથી જ આયુષ્માન ભારત યોજનાનો હિસ્સો છે, જો તેમના પરિવારમાં એક વ્યક્તિ પણ 70 વર્ષથી વધુ વયની હોય, તો તેમને પ્રતિ વર્ષ 10 લાખ રૂપિયાના દરે ટોપ-અપ હેલ્થ કવરેજ મળશે.
આ પણ વાંચોઃ