(Source: ECI/ABP News/ABP Majha)
J Dhankhar : રાહુલનું નામ લીધા વિના જ ઉપરાષ્ટ્રપતિએ કહ્યું... "તેમને દવાની જરૂર છે..."
આપણે લોકશાહીના મંદિરોનું આ રીતે અપમાન થતું જોઈ ના શકીએ. લોકશાહીના મંદિરની ગરિમાને ઘટાડવાની મંજૂરી આપી શકાય નહીં. આપણે માત્ર સૌથી મોટી લોકશાહી જ નથી પણ આપણે લોકશાહીની જનની પણ છીએ.
Vice President Jagdeep Dhankhar : ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે લોકતાંત્રિક મૂલ્યોના મહત્વ પર ભાર મૂક્યો હતો. સાથે જ તેમણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું નામ લીધા વિના તેમના પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે, કેટલાક લોકો એવો આરોપ લગાવે છે કે વિશ્વની સૌથી મોટી લોકશાહીની સંસદમાં માઈક બંધ છે, આનાથી વધુ જુઠ્ઠાણું બીજુ કંઈ હોઈ શકે નહીં. મેરઠની ચૌધરી ચરણ સિંહ યુનિવર્સિટીમાં આયુર્વેદ મહાકુંભને સંબોધતા ઉપરાષ્ટ્રપતિ ધનખરે આમ કહ્યું હતું.
ધનખરે કહ્યું હતું કે, લોકશાહીના મંદિરની ગરિમાને ઘટાડવાની મંજૂરી કોઈને ય આપી શકાય નહીં. આપણે લોકશાહીના મંદિરોનું આ રીતે અપમાન થતું જોઈ ના શકીએ. લોકશાહીના મંદિરની ગરિમાને ઘટાડવાની મંજૂરી આપી શકાય નહીં. આપણે માત્ર સૌથી મોટી લોકશાહી જ નથી પણ આપણે લોકશાહીની જનની પણ છીએ.
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે કહ્યું હતું કે, આપણી બંધારણ સભાએ ત્રણ વર્ષ સુધી ઘણા જટિલ અને વિભાજનકારી મુદ્દાઓ પર ચર્ચા કરી અને તેનું સમાધાન કર્યું. પરંતુ ત્રણ વર્ષના લાંબા ગાળામાં કોઈ વિઘ્ન આવ્યું નથી, કોઈ સ્પીકરની સામે આવ્યું નથી. કોઈએ પોસ્ટરો બતાવ્યા નથી. પરંતુ આજે આપણું વર્તન તેનાથી તદ્દન વિરુદ્ધ છે. ઉપરાષ્ટ્રપતિએ રાજ્યસભા, લોકસભા, વિધાનસભા જેવા લોકશાહીના મંદિરોના સભ્યોનું વર્તન અનુકરણીય હોવું જોઈએ તેવું વાતાવરણ ઊભું કરવા હાકલ કરી હતી.
અગાઉ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોમવારે લંડનમાં કહ્યું હતું કે, લોકસભામાં કામ કરતા માઈક ઘણીવાર વિપક્ષ બોલતા હોય ત્યારે બંધ થઈ જાય છે. રાહુલ ગાંધીને જવાબ આપતા ધનખરે કહ્યું હતું કે, સંસદ અને વિધાનસભાઓમાં વાતાવરણ બનાવો, આચરણ અનુકરણીય હોવું જોઈએ. કોઈ દખલગીરી ન હોવી જોઈએ. પરંતુ આ કેવી રીતે થશે - આ માટે તમારે બધાએ જન આંદોલન કરવું પડશે. જે લોકો આ મહાન દેશની ઉપલબ્ધિઓનો અનાદર કરે છે તેમને જવાબદાર ઠેરવવા પડશે.
ઉપરાષ્ટ્રપતિએ ગાંધીનું નામ લીધા વિના કહ્યું હતું કે, કેટલાક લોકો એવો આક્ષેપ કરે છે કે, વિશ્વની સૌથી મોટી લોકશાહીની સંસદમાં માઈક બંધ છે. આનાથી મોટું જુઠ્ઠાણું કંઈ જ ના હોઈ શકે. આજે રાજ્યસભાના અધ્યક્ષ હોવાના કારણે હું કહેવા માટે મજબૂર છું કે ભારતની સંસદમાં માઈક બંધ થતું નથી. હા, એક સમય હતો, એક કાળો અધ્યાય હતો, તે સમય હતો ઈમરજનસીનો.
ઉપરાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, મેં મારી બે વિદેશ મુલાકાતો દરમિયાન જોયું છે કે જ્યારે હું મારો પરિચય આપું છું, ત્યારે લોકો મને સન્માનથી જુએ છે. આ આજના ભારતની તાકાત છે. જ્યારે કેટલાક લોકો વિદેશમાં હજુ પણ ભારતને બદનામ કરી રહ્યા છે. આપણો ઈતિહાસ હજારો વર્ષ જૂનો છે, આપણે એક મહાન રાષ્ટ્ર છીએ. આપણા લોકો મહાન છે. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પ્રશંસા કરતા ઉપરાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, શું ઉત્તર પ્રદેશના લોકોએ ક્યારેય વિચાર્યું હતું કે કાયદો અને વ્યવસ્થા પુનઃસ્થાપિત થશે? પણ થયું. લોકોએ મુખ્યમંત્રી વિશે કહ્યું હતું કે, જોઈએ કે તેમનો કાયદો અને વ્યવસ્થા ક્યાં સુધી ટકે છે, પરંતુ તે ટકી ગયો છે.
કાર્યક્રમને સંબોધતા રાજ્યપાલ આનંદી બેન પટેલે જણાવ્યું હતું હતું કે, નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આયુષ મંત્રાલય ઉત્તમ કામ કરી રહ્યું છે. આ મહાસંમેલન સમગ્ર પશ્ચિમ ઉત્તર પ્રદેશ માટે ગર્વની વાત છે. ભારત આયુર્વેદનું મૂળ સ્થાન છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, મેરઠ ભારતના ઈતિહાસની ભૂમિ છે, મહાભારતની ભૂમિ છે. હસ્તિનાપુરે મહાભારતનો પાયો નાખીને ઈતિહાસ રચ્યો હતો. ધર્મ, કર્મ, કામ, મોક્ષ જે તેનાથી સંબંધિત છે તે આ પુસ્તકમાં છે. પરંપરાગત ચિકિત્સા પદ્ધતિએ નવ વર્ષમાં વિશ્વમાં એક મોટી છલાંગ લગાવી છે, જેનો શ્રેય દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાય છે તેમ યોગી આદિત્યનાથે કહ્યું હતું.