Vice Presidential Polls 2022: જગદીપ ધનખડે ભર્યું ઉમેદવારી પત્ર, PM મોદી સહિત અનેક નેતાઓ રહ્યા હાજર
Jagdeep Dhankhar : પશ્ચિમ બંગાળના પૂર્વ રાજ્યપાલ અને ભાજપના નેતા જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે NDAના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે.
Vice Presidnet Elections: પશ્ચિમ બંગાળના પૂર્વ રાજ્યપાલ અને ભાજપના નેતા જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે NDAના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે. આ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને અન્ય ભાજપના નેતાઓ હાજર રહ્યા હતા.
ક્યારે યોજાશે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી
ઉપરાષ્ટ્રપતિ પદ માટે 6 ઓગસ્ટે ચૂંટણી થવાની છે. આ માટે નોમિનેશનની છેલ્લી તારીખ 19 જુલાઈ છે. ધનખડ રાજસ્થાનના જાટ સમુદાયમાંથી આવે છે. ખેડૂત પરિવારમાં જન્મેલા ધનખડને ઉમેદવાર બનાવીને ભાજપે મોટી દાવ રમી છે. રાજસ્થાન ઉપરાંત પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, દિલ્હીમાં જાટ સમુદાયની સંખ્યા ઘણી વધારે છે. આ સિવાય પશ્ચિમ બંગાળમાં ધનકરડ પકડ ઘણી મજબૂત માનવામાં આવે છે
Delhi | Jagdeep Dhankhar files his nomination for the Vice Presidential elections, as the candidate of NDA.
— ANI (@ANI) July 18, 2022
Prime Minister Narendra Modi, HM Amit Shah, Defence Minister Rajnath Singh, Union Minister Nitin Gadkari, BJP national president JP Nadda and other BJP leaders present. pic.twitter.com/iBRfuXC0pO
વિપક્ષે ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે માર્ગારેટ આલ્વાનું નામ કર્યું જાહેર
વિપક્ષી પાર્ટીઓએ રવિવારે પોતાના ઉમેદવારની જાહેરાત કરી હતી. વિપક્ષે માર્ગારેટ આલ્વાને વાઇસ પ્રેસિડેન્ટ માટે તેના ઉમેદવાર જાહેર કર્યા છે. એનસીપીના વડા શરદ પવારે તેમના નામની જાહેરાત કરી હતી. આ પહેલા એનસીપી પ્રમુખ શરદ પવારના ઘરે વિપક્ષી દળોની બેઠક યોજાઈ હતી. જેમાં ઉપપ્રમુખ પદના ઉમેદવારના નામની ચર્ચા થઈ હતી. આ પછી અલ્વાના નામની જાહેરાત કરવામાં આવી હતી.
જાણો કોણ છે જગદીપ ધનખડ
ભારતીય જનતા પાર્ટીએ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડને NDAના ઉમેદવાર જાહેર કર્યા છે. જગદીપ ધનખડ ભારતીય રાજકારણનો મોટો ચહેરો છે. આવો જાણીએ જગદીપ ધનખડ વિષે.
રાજસ્થાનમાં જન્મ અને શિક્ષણ
જગદીપ ધનખડનો જન્મ 18 મે 1951ના રોજ રાજસ્થાન રાજ્યના એક નાનકડા ગામ કિથાણામાં થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ કિથાણા ગામની શાળામાં પૂર્ણ કર્યું. તેમનું શાળાકીય શિક્ષણ સૈનિક સ્કૂલ, ચિત્તોડગઢમાંથી પૂર્ણ કર્યું અને પછી રાજસ્થાન યુનિવર્સિટી, જયપુરમાંથી સ્નાતક થયા. તેઓ ફિઝિક્સ વિષય સાથે BSC ઓનર્સ થયા અને બાદમાં LLB કરી વકીલ પણ બન્યા. જગદીપ ધનખડના લગ્ન ઇકોનોમિક્સમાં ગ્રેજ્યુએટ સુદેશ ધનખડ સાથે થયા હતા. ધનખડ દંપતિને એક પુત્રી છે જેનું નામ કામના છે.
વ્યવસાયે વકીલ છે જગદીપ ધનખડ
જગદીપ ધનખડ વ્યવસાયે વકીલ છે. તેઓ રાજસ્થાન હાઇકોર્ટના વકીલ છે. વર્ષ 1987માં સૌથી નાની વયે રાજસ્થાન હાઇકોર્ટ બાર એસોસિએશન, જયપુરના પ્રમુખ તરીકે ચૂંટાયા.વર્ષ 1988માં રાજસ્થાન બાર કાઉન્સિલના સભ્ય ચૂંટાયા હતા. તેમણે સમાચારપત્રોમાં કાયદાને લગતા લેખો પણ લખ્યા છે.
રાજસ્થાન વિધાનસભાના સભ્ય રહ્યાં
જગદીપ ધનખડ 10મી રાજસ્થાન વિધાનસભા - 1993થી 1998 દરમિયાન વિધાનસભાના સભ્ય રહ્યાં. તેઓ અજમેર જિલ્લાની કિશનગઢ વિધાનસભા બેઠક પર જીતી ધારાસભ્ય બન્યા હતા.
લોકસભામાં સાંસદ રહ્યાં
તેઓ વર્ષ 1989માં ઝુનઝુનુ સંસદીય મતવિસ્તારમાંથી 9મી લોકસભા માટે ચૂંટાયા હતા અને લોકસભામાં સાંસદ બન્યા હતા. 1990માં સંસદીય સમિતિના અધ્યક્ષ રહ્યાં હતા હતા.
ચંદ્રશેખર સરકારમાં કેન્દ્રીય મંત્રી રહ્યાં
જગદીપ ધનખડ પૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખરની સરકાર કેન્દ્રીય મંત્રી તરીકે રહ્યાં. તેઓ કેદ્રીય રાજ્યમંત્રી રહ્યા હતા.
પશ્ચિમ બંગાળના રાજ્યપાલ છે જગદીપ
જગદીપ ધનખડ હાલ પશ્ચિમ બંગાળના 27માં રાજ્યપાલ છે. અને તેના કારણે જ તેઓ ચર્ચામાં રહ્યાં છે. પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજી અને રાજ્યપાલ ધનખડ વચ્ચે વચ્ચેના મતભેદો એટલા વધી ગયા કે તેની ચર્ચા રાષ્ટ્રીય લેવલે પણ હતી. ત્યાં સુધી કે મમતા બેનરજીએ ઘણીવાર રાજયપાલ ધનખડ સામે ખુલ્લેઆમ મોરચો માંડ્યો હતો અને TMCએ રાજયપાલ ધનખડ સામે વિરોધ પ્રદર્શન કર્યા હતા.