Indian Railways: ચાલુ ટ્રેનમાં ચઢવાની કોશિશમાં મહિલાએ ગુમાવ્યું સંતુલન, જુઓ કેવી રીતે RPF કોન્સ્ટેબલે બચાવ્યો જીવ
આ ઘટના સિકંદરાબાદના પ્લેટફોર્મ પર લાગેલા સીસીટીવીમાં કેદ થઈ હતી. ચાલતી ટ્રેનમાં ચઢવું જીવલેણ સાબિત થઈ શકે તેમ લોકો જાણતા હોવા છતાં આમ કરે છે.
તેલંગાણાઃ તેલંગાણા આરપીએફ કોન્સ્ટેબલે પ્લેટફોર્મ અને કોચ વચ્ચે ફસાયેલી મહિલાનો જીવ બચાવ્યો હતો. સિકંદરાબાદ રેલવે સ્ટેશન પર મહિલા ચાલુ ટ્રેનમાં ચડવાની કોશિશ કરતી હતી ત્યારે આ દુર્ઘટના બની હતી. જ્યારે મહિલા ટ્રેનમાં ચડવામાં નિષ્ફળ રહી ત્યારે કોચ અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ ગઈ હતી, આ સમયે નજીકમાં ઉભેલા આરપીએફ જવાને દોડીને તેનો હાથ ખેંચીને જીવ બચાવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
આ ઘટના બની ત્યારે મહિલાથી આશરે બે મીટર દૂર આરપીએફ કોન્સ્ટેબલ ઉભો હતો. મહિલા ચાલુ ટ્રેનમાં ચઢવાની કોશિશ કરતી હતી ત્યારે સંતુલન ગુમાવ્યું હતું અને પટકાઈ હતચી. આ દરમિયાન મહિલાનું અડધું શરીર ટ્રેનમાં અને અડધું પ્લેટફોર્મ પર હતું. ત્યારે આરપીએ કોન્સ્ટેબલે દોડી જઈને મહિલાનો હાથ પકડ્યો અને તેને પ્લેટફોર્મ તરફ ખેંચી લીધી. આ દરમિયાન ગાર્ડ એન્જિનની તરફ ભાગીને ટ્રેન અટકાવે છે અને અન્ય લોકો પણ મદદ માટે આવે છે.
“Life is not like a scene of a Bollywood film. It is much more precious”
— Ministry of Railways (@RailMinIndia) July 31, 2021
She was lucky to be saved today because of timely action by alert RPF staff. Do not board/de board a moving train.
Stay alert. Stay safe! pic.twitter.com/BuPsexgFyR
આ ઘટના સિકંદરાબાદના પ્લેટફોર્મ પર લાગેલા સીસીટીવીમાં કેદ થઈ હતી. ચાલતી ટ્રેનમાં ચઢવું જીવલેણ સાબિત થઈ શકે તેમ લોકો જાણતા હોવા છતાં આમ કરે છે. સીસીટીવીમાં જોવા મળે છે કે મહિલા એન્જિનની દિશામાં ભાગતી આવે છે અને ઉપડી ચુકેલી ટ્રેનના પહેલા ડબ્બામાં ચઢવાની કોશિશ કરે છે. પરંતુ તે ઉલ્ટી દિશામાં હોવાના કારણે સંતુલન ગુમાવતાં ગબડી પડે છે. આ દરમિયાન એક કોન્સ્ટેબલ ત્યાં દેવદૂત બનીને આવે છે.
દેશમાં કોરોનાની સ્થિતિ
દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા હતા પરંતુ છેલ્લા પાંચ દિવસથી રોજના 40 હજાર કરતાં વધારે કેસ નોંધાતા ફફડાટ ફેલાયો છે, એટલે કે છેલ્લા પાંચ જ દિવસમાં બે લાખથી વધારે કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે આજે 41,831 નવા કેસ નોંધાયા હતા અને 39,258 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. જ્યારે 541 લોકોના મોત થયા હતા.
- કુલ કેસઃ 3,16,55,764
- એક્ટિવ કેસઃ 4,11,043
- કુલ રિકવરીઃ 3,08,20,521
- કુલ મોતઃ 4,24,351