શોધખોળ કરો
Advertisement
વિશાખાપટ્ટનમમાં ગેસ ગળતરથી આઠ લોકોના મોત, 80 લોકો વેન્ટિલેટર પર
રિપોર્ટ છે કે, ફેક્ટરીમાં ગેસ ગળતર થવાની ઘટનામાં આઠ લોકોના મોત થયા છે, જ્યારે 80થી વધુ લોકોને એક હૉસ્પીટલમાં સારવાર દરમિયાન વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. આ તમામને સરકારી હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા
નવી દિલ્હીઃ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં એક ફાર્મા કંપનીમાં ગેસ ગળતર થયાની ઘટના સામે આવી છે. આ ઘટના ગુરુવારે સવારે ઘટી હતી, બાદમાં આખા શહેરમાં તનાણનો માહોલ પેદા થઇ ગયો હતો. સ્થાનિકો અને નેવીએ ફેક્ટરીની પાસેના ગામોને ખાલી કરાવી દીધા છે.
રિપોર્ટ છે કે, ફેક્ટરીમાં ગેસ ગળતર થવાની ઘટનામાં આઠ લોકોના મોત થયા છે, જ્યારે 80થી વધુ લોકોને એક હૉસ્પીટલમાં સારવાર દરમિયાન વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. આ તમામને સરકારી હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશાખાપટ્ટનમ દૂર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યુ હતુ. તેમને ટ્વીટ કરીને લખ્યું- મે વિશાખાપટ્ટનમની સ્થિતિને લઇને ગૃહ મંત્રાલય અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અધિકારીઓ સાથે વાત કરી, તે સ્થિતિ પર નજર રાખી રહ્યાં છે. હું બધાની સુરક્ષા અને સારા થવાની પ્રાર્થના કરુ છું.
માહિતી પ્રમાણે, આરઆર વેન્કટપુરમમાં આવેલી વિશાખા એલજી પૉલિમર કંપનીમાં આ ખતરનાક ઝેરીલો ગેસ લીકેજ થયો છે. અને આજુબાજુના ત્રણ કિલોમીટર સુધીના વિસ્તારને અસર પહોંચી છે. હજારો લોકોને ગેસના કારણે માથાનો દુઃખાવો, ઉલ્ટી અને શ્વાસ લેવાની તકલીફો પડી રહી છે.
ગ્રેટર વિશાખાપટ્ટનમ કમિશનર શ્રીજના ગુમલ્લાએ જણાવ્યુ કે, શરુઆતી રિપોર્ટ અનુસાર, મોડી રાત્રે 2.30 કલાકે એલજી પૉલિમર કંપનીમાંથી સ્ટાયરિન ગેસ લીકેજ થયો , એનડીઆરએફના ડીજી એસએન પ્રધાને જણાવ્યુ કે, આ સ્ટાયરીન ગેસનુ ગળતર થયુ હતુ. લૉક હોવા છતાં એલજી પૉલીમર કારાખાનુ ખોલવામાં આવ્યુ હતુ, આ ઘટનાની સૂચના સ્થાનિક લોકોએ મોડી રાત્રે 2.30 વાગે આપી હતી. તેમને થોડી ઝેરીલી ગંદની સાથે ચામડી સંબંધી સમસ્યાઓનો સામનો કરવાની વાત કહી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement