શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
જમ્મુ કાશ્મીર: પ્રીપેડ મોબાઈલ પર કોલ, SMS અને 2G ઈન્ટરનેટ સેવા શરૂ
જમ્મુ કાશ્મરીમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ 164 દિવસ બાદ જરૂરી સેવા આપનાર સસ્થાઓમાં બ્રોડબેન્ડ સેવા શરૂ કરવામાં આવી છે.
![જમ્મુ કાશ્મીર: પ્રીપેડ મોબાઈલ પર કોલ, SMS અને 2G ઈન્ટરનેટ સેવા શરૂ voice and SMS facilities shall be restored on all local prepaid sim cards across jammu kashmir જમ્મુ કાશ્મીર: પ્રીપેડ મોબાઈલ પર કોલ, SMS અને 2G ઈન્ટરનેટ સેવા શરૂ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/01/18170208/jk.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
જમ્મુ કાશ્મીર: લાંબા સમયથી બંધ રાખ્યા બાદ જમ્મુ કાશ્મીરમાં પ્રીપેડ મોબાઈલ કનેક્શન પર કૉલ કરવા અને એસએમએસની સેવા ચાલુ કરવામાં આવી છે. જમ્મુ કાશ્મીરના પ્રિન્સિપલ સેકેટ્રી, રોહિત કંસલે કહ્યું કે સમીક્ષા કર્યા બાદ, તમામ સ્થાનીય પ્રીપેડ સિમ કાર્ડ પર વૉઈસ અને એસએમએસ સેવા શરૂ કરવામાં આવી છે.
રોહિત કંસલે કહ્યું છે કે જમ્મૂ વિસ્તારના 10 જિલ્લાઓમાં ઇન્ટરનેટ સેવાઓ ફરી ચાલુ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે ઉત્તર કાશ્મીરના બાંદીપોરા અને કુપવાડામાં 2G ઇન્ટરનેટ સેવાઓ શરુ કરવામાં આવી રહી છે. કાશ્મીર ઘાટીની બેન્કોમાં બ્રોડબેન્ડ સેવાઓ સંપૂર્ણ રીતે ચાલુ કરી દેવામાં આવી છે. જ્યારે બડગામ, ગાંદરબલ, બારામુલા, શ્રીનગર, કુલગામ, અનંતનાગ, શોપિયાં અને પુલવામામાં મોબાઈલ ઈન્ટરનેટ બંધ રહેશે.
જમ્મુ કાશ્મરીમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ 164 દિવસ બાદ જરૂરી સેવા આપનાર સસ્થાઓમાં બ્રોડબેન્ડ સેવા શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખીય છે કે થોડા સમય પહેલા જ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે બંધારણના અનુચ્છેદ 19 અંતર્ગત ઈન્ટરનેટનો ઉપયોગ કરવું એક મૌલિક અધિકાર છે. આ સિવાય કોર્ટે જમ્મુ કાશ્મીર પ્રશાસનને કેન્દ્ર શાસિત પ્રદેશમાં લાગેલા પ્રતિબંધોની સમીક્ષા કરવાનો આદેશ આપ્યો હતો.Rohit Kansal:2G mobile data on postpaid mobile for accessing whitelisted websites shall be allowed in all 10 districts of Jammu&Kupwara, Bandipora in Kashmir division. Mobile internet shall remain suspended in Budgam, Ganderbal,Baramulla,Srinagar,Kulgam,Anantnag, Shopian&Pulwama https://t.co/HEXpQySXWp
— ANI (@ANI) January 18, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)