Weather today: આજે આ રાજ્યોમાં ધબધબાટી બોલાવશે વરસાદ, ગુજરાતમાં તો રેડ એલર્ટ આપ્યું છે
Rain Alert: ગુજરાત વિસ્તારમાં 30 જુલાઈથી 31 જુલાઈ સુધી અને છત્તીસગઢમાં 30 જુલાઈથી 1 ઓગસ્ટ સુધી વરસાદ પડવાની સંભાવના છે.
Weather Alert: ગુજરાતમાં ભારે વરસાદ વચ્ચે હવામાન વિભાગે ફરીથી રેડ અલર્ટ જારી કર્યું છે. હવામાન વિભાગે જણાવ્યું કે આગામી એક બે દિવસમાં ભારે વરસાદ પડી શકે છે. સાથે જ, ઉત્તર પશ્ચિમ રાજ્યોમાં ચોમાસું સક્રિય રહેવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.
30 જુલાઈથી મોટાભાગના રાજ્યોમાં વરસાદની પ્રવૃત્તિઓ તેજ થશે. IMDએ પૂર્વી રાજસ્થાન, મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ, ગોવા માટે ઓરેન્જ અલર્ટ જારી કર્યું છે, જ્યારે ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ માટે રેડ અલર્ટ જારી કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગ અનુસાર, 29 જુલાઈથી 1 ઓગસ્ટ સુધી મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ અને ગોવામાં ભારે વરસાદ પડશે. 29 જુલાઈ અને 1 ઓગસ્ટના રોજ વિદર્ભ અને મધ્યપ્રદેશના અલગ અલગ સ્થળોએ ભારે વરસાદ પડશે, ગુજરાત વિસ્તારમાં 30 જુલાઈથી 31 જુલાઈ સુધી અને છત્તીસગઢમાં 30 જુલાઈથી 1 ઓગસ્ટ સુધી વરસાદ પડવાની સંભાવના છે.
મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ અને ગોવામાં 29 જુલાઈથી 31 જુલાઈ સુધી વરસાદ પડશે. ઉત્તરાખંડમાં 31 જુલાઈ અને 1 ઓગસ્ટે ભારે વરસાદનો અંદાજ છે. પૂર્વી રાજસ્થાનમાં 29 જુલાઈથી અને પશ્ચિમી ઉત્તર પ્રદેશ અને હિમાચલ પ્રદેશમાં 31 જુલાઈ અને 1 ઓગસ્ટે વરસાદ પડશે.
હવામાન વિભાગે તેના તાજેતરના પૂર્વાનુમાનમાં જણાવ્યું છે કે 29 જુલાઈથી 31 જુલાઈ સુધી દિલ્હી, હરિયાણા અને ચંદીગઢમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. હિમાચલ પ્રદેશમાં 29 જુલાઈથી 30 જુલાઈ અને 1 ઓગસ્ટે આવું જ હવામાન જોવા મળશે.
આ દરમિયાન બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, ગિલગિટ, જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખમાં 29 જુલાઈથી 1 ઓગસ્ટ સુધી વરસાદ પડવાની સંભાવના છે. પૂર્વી રાજસ્થાન અને પૂર્વી ઉત્તર પ્રદેશમાં 30 જુલાઈથી 1 ઓગસ્ટ સુધી વરસાદ પડવાનો અંદાજ છે. પશ્ચિમી રાજસ્થાનમાં 29 જુલાઈ અને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં 30 જુલાઈથી 1 ઓગસ્ટ સુધી વરસાદ પડશે.
IMDએ 30 જુલાઈથી 1 ઓગસ્ટ સુધી ત્રિપુરા, નાગાલેન્ડ, મિઝોરમ અને મણિપુરમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે. 31 જુલાઈના રોજ ઝારખંડમાં કેટલાક સ્થળોએ વરસાદ પડી શકે છે. કેરળ, માહે જેવા ભારતના દક્ષિણી વિસ્તારોમાં 29 જુલાઈથી 31 જુલાઈ સુધી ભારે વરસાદ પડશે, દક્ષિણ આંતરિક કર્ણાટકમાં 28 જુલાઈના રોજ અને દરિયાકાંઠાના કર્ણાટકમાં 29 જુલાઈના રોજ વરસાદ પડશે.
29 જુલાઈના રોજ ત્રિપુરા, નાગાલેન્ડ અને મણિપુરમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, 29 જુલાઈથી 1 ઓગસ્ટ સુધી મેઘાલય અને આસામમાં વરસાદ પડશે.
એ જ રીતે સિક્કિમ અને પશ્ચિમ બંગાળમાં 30 જુલાઈથી 1 ઓગસ્ટ સુધી વરસાદ પડશે. ઓડિશામાં 29 જુલાઈથી 1 ઓગસ્ટ સુધી અને અંદમાન અને નિકોબાર દ્વીપસમૂહમાં 29 જુલાઈ અને 1 ઓગસ્ટના રોજ વરસાદ પડવાનો અંદાજ છે.