Weather Update: આખરે વિલંબ બાદ મોનસૂનની કેરળમાં એન્ટ્રી, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
આ વર્ષે સામાન્ય કરતા ચોમાસાનું આગમન થોડુ મોડુ થયું છે. ત્યારે હવામાન વિભાગે આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાની આગાહી કરી છે.
Weather Update: થોડા દિવસના વિલંબ બાદ આખરે ચોમાસાની કેરળમાં એન્ટ્રી થઈ ગઈ છે. ભારતીય હવામાન વિભાગના ડીજી મૃત્યુંજય મહાપાત્રાએ તેની જાણકારી આપી છે. વિતેલા 5 વર્ષમાં 2017 અને 2018 (ક્રશમઃ 30 અને 29 મે)ને છોડીને મોનસૂનમાં હંમેશા કેટલાક દિવસનો વિલંભ થયો છે. વર્ષ 2020માં તે 1 જૂનના રોજ ચોમાસાની એન્ટ્રી થવાની વાત હતી, પરંતુ તે 5 જૂનના રોજ શું થયું. વર્ષ 2019માં તેની ભવિષ્યવાણી 6 જૂનના રોજ કરવામાં આવી હતી, પરંતુ તે 8 જૂનના રોજ શરૂ થયેલ અને 2016માં 8 જૂનના રોજ એક દિવસ વિલંબ થયો હતો.
ભારતીય હવામાન વિભાગના રિપોર્ટ અનુસાર, દક્ષિણ પશ્ચિમ મોનસૂનની ઉત્તર અક્ષાંસ 5 ડિગ્રી ઉત્તર અને 72 ડગ્રી પૂર્વ, 6 ડિગ્રી એન અને 75 ડિગ્રી ઈ, 8 ડિગ્રી એન અને 80 ડિગ્રી ઈ, 12 ડગ્રી એનથી પસાર થશે. ભારતીય હવામન વિભાગે કહ્યું કે, આગામી બે દિવસ દરમિયાન પૂર્વોત્તર રાજ્યોમાં અલગ અલગ વરસાદ ગતિવિધિ થવાની શક્યતા છે. જોકે આઈએમડીએ કહ્યું કે, દેશના બાકીના ભાગમાં હવામાન શુષ્ક રહેવાની સંભાવના છે.
આ વર્ષે સામાન્ય કરતા ચોમાસાનું આગમન થોડુ મોડુ થયું છે. ત્યારે હવામાન વિભાગે આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાની આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરતા જણાવ્યું કે આ વર્ષે ચોમાસુ ખેડૂતો માટે મદદગાર સાબિત થઈ શકે છે. હવામાન વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર દક્ષિણ-પશ્ચિમ મોનસૂનને કારણે ઉત્તર અને દક્ષિણ ભારતમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગ અનુસાર જુનમાં વરસાદ સામાન્ય રહેશે. આ દરમિયાન ખેડૂતો વાવેતર કરી શકે છે. આ વર્ષે જુનથી સપ્ટેમ્બર સુધી દેશમાં લગભગ 101 ટકા વરસાદ વરસી શકે છે.
ગુજરાતના અનેક વિસ્તારમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ભરૂચ શહેરમાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલોટ જોવા મળ્યો છે અને શહેરના અલગ અલગ વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસ્યો છે. વરસાદ પડવાને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
સુરતના પાલ, અડાજણ વિસ્તારમાં પણ વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. વહેલી સવારથી સુરતના પાલ, અડાજણ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે પણ આગામી 15થી 20 જુનની વચ્ચે રાજ્યમાં ચોમાસાના આગમનની આગાહી કરી છે. ત્યારે પ્રિ-મોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે રાજ્યના અલગ અલગ જિલ્લામાં આજથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે.