શોધખોળ કરો
Advertisement
મમતા બેનર્જીને લાગ્યો વધુ એક ઝાટકો, વન મંત્રીએ આપ્યું રાજીનામું, ભાજપમાં જોડાઈ શકે છે
ટીએમસીના 16 ધારાસભ્યો પહેલા જ રાજીનામુ આપી ચૂક્યા છે. શુભેંદુ અધિકારી બાદ રાજીબ બેનર્જી ત્રીજા મંત્રી છે જેમણે રાજીનામું આપ્યું છે.
કોલકાતાઃ પશ્ચિમ બંગાળ ચૂંટણી પહેલા મમતા સરકારના વધુ એક મંત્રીએ રાજીનામું આપ્યું છે. આજે ટીએમસી સરકારના વન મંત્રી રાજીબ બેનર્જીએ રાજીનામું આપ્યું છે. ટીએમસીના 16 ધારાસભ્યો પહેલા જ રાજીનામુ આપી ચૂક્યા છે. શુભેંદુ અધિકારી બાદ રાજીબ બેનર્જી ત્રીજા મંત્રી છે જેમણે રાજીનામું આપ્યું છે. ચર્ચા એ વાતની છે કે રાજીબ બેનર્જી પણ ભાજપમાં જોડાઈ શકે છે.
બેનર્જીએ મુખ્યમંત્રીને લખેલ પોતાના પત્રમાં કહ્યું કે, “મે એ જણાવતા દુખ થાય છે કે આજે 22 જાન્યુઆરી 2021ના રોજ હું કેબિનેટ મંત્રી પદેથી મારા કાર્યાલયથી રાજીનામું આપું છું. ”
TMC છોડીને ભાજપમાં અત્યાર સુધીમાં કોણ કોણ આવ્યું
- 2015માં લોકેજ ચેટર્જી ટીએમસીમાંતી ભાજપમાં જોડાયા. તેઓ હાલમાં હુગલીથી ભાજપના સાંસદ છે.
- 2017માં ટીએમસી નેતા મુકુલ રોય ભાજપમાં જોડાયા હતા. તેઓ હાલમાં ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે.
- 2019માં પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવેલ ટીએમસી સાંસદ અનુપમ હાજરા ભાજપામાં જોડાયા હતા. તેઓ હવે ભાજપના સચિવ છે. એ જ વર્ષે ટીએમસી સાંસદ સૌમિત્ર ખાન પણ ભાજપમાં જોડાયા હતા. તેમને 2019માં ભાજપ તરફથી ચૂંટણી જીતી.
- ટીએમસીના સુબ્રહંગશુ રોય (બીજાપુર ધારાસભ્ય) પણ ભાજપમાં જોડાયા.
- ટીએમસી ધારાસભ્ય તુષારકાંતિ ભટ્ટાચાર્જી ભાજપમાં જોડાઈ ગયા, પરંતુ તેઓ ઓગસ્ટ 2020માં ટીએમસીમાં પરત ફર્યા.
- પશ્ચિમ બંગાળના લબપુર વિધાનસભાના ધારાસભ્ય મોનિરૂલ ઇસ્લામ પણ ભાજપમાં જોડાયા હતા.
- 2019માં જ ટીએમસીના પૂર્વ ધારાસભ્ય ગદાધર હાજરા, ટીએમસી યૂવા વિંગ પ્રમુખ આસિફ ઇકબાલ અને નિમાઈ દાસ ભાજપમાં જોડાયા હતા. એ જ વર્ષે ટીએમસીના ચાર વખત ધારાસભ્ય અને કોલકાતાના પૂર્વ મેયર સોવન ચેટર્જી ભાજપમાં જોડાયા. ટીએમસી નેતા સબ્યસાચી દત્તા, રાજારહાટ ન્યૂટાઉન વિધાનસભાના ધારાસભ્ય ભાજપમાં જોડાયા.
- 2020માં ટીએમસી ધારાસભ્ય મિહિર ગોસ્વામી ભાજપમાં જોડાઈ ગયા. આ વર્ષના અંતમાં મમતા સરકારમાં કેબિનેટ મંત્રી શુવેંદુ અધિકારી ભાજપમાં જોડાઈ ગયા, જે ટીએમસીને મોટો ઝાટકો હતો.
- 2021માં ટીએમસીના નેતા અને ધારાસભ્ય અરિંદમ ભટ્ટાચાર્ય ભાજપમાં જોડાઈ ગયા. આજે મમતા કેબિનેટમાં મંત્રી રાજીબ બેનર્જીએ રાજીનામું આપ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
અમદાવાદ
દેશ
Advertisement