‘રોકડ અને મેડિકલ કિટ સાથે રાખો’, સિવિલ સિક્યોરિટી ડ્રિલ્સ દરમિયાન કઇ બાબતોનું રખાશે ધ્યાન
ગૃહ મંત્રાલયે બુધવારે તમામ રાજ્યોને વિવિધ કટોકટીની પરિસ્થિતિઓ માટે તૈયારી પર ધ્યાન કેન્દ્રિત કરીને મોક ડ્રિલ હાથ ધરવાનો નિર્દેશ આપ્યો છે.

પહલગામ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન સાથે વધી રહેલા તણાવ વચ્ચે ગૃહ મંત્રાલયે બુધવારે તમામ રાજ્યોને વિવિધ કટોકટીની પરિસ્થિતિઓ માટે તૈયારી પર ધ્યાન કેન્દ્રિત કરીને મોક ડ્રિલ હાથ ધરવાનો નિર્દેશ આપ્યો છે. ગૃહ મંત્રાલયમાં યોજાયેલી એક સમીક્ષા બેઠકમાં 244 જિલ્લા નાગરિક સંરક્ષણ સ્થાપનો - જેમ કે આશ્રયસ્થાનો, વોનિંગ સિસ્ટમ અને સંકલન સુવિધાઓની સ્થિતિનું આંકલન કરવામાં આવ્યું. નાગરિકો માટે તાલીમ એ કવાયતનો મુખ્ય ભાગ હશે.
ગૃહ મંત્રાલય અનુસાર, કવાયત હવાઈ હુમલાના સાયરન અને બ્લેકઆઉટ પરિસ્થિતિઓનો જવાબ કેવી રીતે આપવો તેના પર ધ્યાન કેન્દ્રિત કરશે. નાગરિકોને ઘરમાં વધારાનો પુરવઠા, ટોર્ચ અને મીણબત્તીઓ સાથે મેડિકલ કિટ રાખવાની સૂચના આપવામાં આવશે.
અધિકારીઓ લોકોને સલાહ આપી રહ્યા છે કે તે આવી પરિસ્થિતિઓનો સામનો કરવા માટે રોકડ પોતાની પાસે રાખે, જ્યાં મોબાઇલ ડિવાઇસ અને ડિઝિટલ ડિવાઇસ નિષ્ફળ જઈ શકે છે. મંત્રાલયે આ 244 જિલ્લાઓમાં સોથી વધુ સંવેદનશીલ સ્થળોની ઓળખ કરી છે.
આ મોક ડ્રીલમાં અનેક મહત્વપૂર્ણ પગલાંનો સમાવેશ થશે જેમાં હવાઈ હુમલાની ચેતવણી આપનારા સાયરન એક્ટિવ કરવા, "શત્રુના હુમલા" દરમિયાન નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે નાગરિક સંરક્ષણ વ્યૂહરચના પર તાલીમ આપવા અને હાલના બંકરોની સફાઈનો સમાવેશ થાય છે.
કયા પ્રોટોકોલનું પાલન થાય છે
યુદ્ધ શરૂ થયા પછી આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાના નિયમો અને પ્રોટોકોલનું પાલન સામાન્ય લોકો દ્વારા કરવામાં આવે છે, જે આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાનો એક આવશ્યક ભાગ છે. તે સામાન્ય નાગરિકોની સલામતી અને તેમના પ્રત્યે માનવીય વર્તન સુનિશ્ચિત કરવા માટે કાર્ય કરે છે. આમાં નાગરિકો પર હુમલો કરવા પર પ્રતિબંધનો સમાવેશ થાય છે અને આરોગ્ય સેવાઓ સહિત રાહત કાર્યમાં વિક્ષેપ ઉભો કરવો જોઇએ નહીં. આમાં નાગરિકોને યુદ્ધગ્રસ્ત વિસ્તારો છોડી દેવાની મંજૂરી આપવાનો સમાવેશ થાય છે.
તમારા ઘરોમાં રહો
આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદો કોઈપણ સંજોગોમાં નાગરિકોને નિશાન બનાવવા પર પ્રતિબંધ મૂકે છે. યુદ્ધ દરમિયાન નાગરિકોને સલામત સ્થળે ખસેડવાની છૂટ છે. આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાના નિયમોનું ઉલ્લંઘન કરવું એ ગુનો માનવામાં આવે છે. જો તમે એવા વિસ્તારમાં રહો છો જ્યાં યુદ્ધની સ્થિતિ છે, તો નાગરિકોને તેમના ઘરોમાં રહેવા અને કોઈપણ પ્રકારના સંઘર્ષથી દૂર રહેવા માટે કહેવામાં આવે છે.





















