શોધખોળ કરો
Advertisement
મોદી સરકારે 21 સપ્ટેમ્બરથી ક્યા ધોરણના વિદ્યાર્થીઓને સ્કૂલે જવાની આપી છૂટ ? જાણો
કેન્દ્ર સરકારે કરેલી જાહેરાત પ્રમાણે ઓનલાઈન/ દૂરથી જ શિક્ષણને મંજૂરી અપાશે અને તેને પ્રોત્સાહિત પણ કરાશે.
નવી દિલ્લીઃ કેન્દ્ર સરકારે શનિવારે સાંજે બહાર પાડેલી અનલૉક-4ની ગાઈડલાઈન્સમાં સ્કૂલ-કોલેજોને બંધ રાખવા આદેશ આપ્યો છે પણ રાજ્ય-કેન્દ્રશાસિત પ્રદેશો 21 સપ્ટેમ્બરથી કન્ટેઈનમેન્ટ ઝોન બહારની સ્કૂલોને 50 ટકા ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફને બોલાવવાની મંજૂરી આપવાની સત્તા આપી છે. આ માટેની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર (એસઓપી )અલગથી જારી કરાશે.
આ ઉપરાંત 21 સપ્ટેમ્બરથી જ ધોરણ 9થી ધોરણ 12ના વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ સ્વૈચ્છિક રીતે વાલીઓની લેખિત મંજૂરી લઈને કન્ટેઈનમેન્ટ ઝોનની બહારની સ્કૂલમાં શિક્ષકને મળવા જઈ શકશે. આ મુલાકાત સ્વૈચ્છિક રહેશે અને કોઈ પણ સ્કૂલ વિદ્યાર્થીઓને એ માટે ફરજ નહં પાડી શકે.
સામાન્ય નિયમ પ્રમાણે સ્કૂલ-કોલેજ, કોચિંગ સેન્ટર 30 સપ્ટેમ્બર સુધી બંધ જ રહેશે. કેન્દ્ર સરકારે કરેલી જાહેરાત પ્રમાણે ઓનલાઈન/ દૂરથી જ શિક્ષણને મંજૂરી અપાશે અને તેને પ્રોત્સાહિત પણ કરાશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
બિઝનેસ
બિઝનેસ
Advertisement