કોણ છે રામપાલ કશ્યપ, જેમને PM મોદીએ ઠપકો આપી પોતાના હાથે પહેરાવ્યા શૂઝ, જુઓ VIDEO
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી આજે હરિયાણાના પ્રવાસે હતા. અહીં જ્યારે રામપાલ કશ્યપ તેમને મળવા આવ્યા તો પીએમ મોદી પણ ચોંકી ગયા હતા.

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી આજે હરિયાણાના પ્રવાસે હતા. અહીં જ્યારે રામપાલ કશ્યપ તેમને મળવા આવ્યા તો પીએમ મોદી પણ ચોંકી ગયા હતા. પ્રધાનમંત્રી રામપાલ કશ્યપની સ્ટોરી જાણીને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ રામપાલ કશ્યપને હળવો ઠપકો પણ આપ્યો હતો. પીએમ મોદીએ રામપાલ કશ્યપને પોતાના હાથે શૂઝ પહેરાવ્યા હતા. તેનો વીડિયો પણ સામે આવ્યો છે. જે બાદ લોકો એ જાણવા માટે ઉત્સુક છે કે કોણ છે આ રામપાલ કશ્યપ, જેમને પીએમ મોદી પોતાના હાથે શૂઝ પહેરાવી રહ્યા છે.
કોણ છે રામપાલ કશ્યપ
વાસ્તવમાં રામપાલ કશ્યપે વચન લીધું હતું કે જ્યાં સુધી નરેન્દ્ર મોદી પીએમ નહીં બને ત્યાં સુધી તેઓ ચપ્પલ નહીં પહેરે. એટલું જ નહીં, તેઓ પીએમ મોદીને મળશે ત્યારે જ ચપ્પલ પહેરશે. આ વચનને 14 વર્ષ થઈ ગયા છે. આજે જ્યારે પીએમ મોદી હરિયાણા પહોંચ્યા ત્યારે તેમણે રામપાલ કશ્યપ સાથે મુલાકાત કરી. ત્યારે તેમને રામપાલ કશ્યપની કહાની વિશે ખબર પડી અને તેમણે રામપાલ કશ્યપને મળી તેમને પોતાના હાથે શૂઝ પહેરાવ્યા હતા.
પ્રધાનમંત્રી મોદી શું બોલ્યા હતા ?
રામપાલ કશ્યપનો વીડિયો શેર કરતા પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ લખ્યું- " હરિયાણાના યમુનાનગરમાં આજે કૈથલના રામપાલ કશ્યપ જીને મળવાનું સૌભાગ્ય મળ્યું. તેમણે 14 વર્ષ પહેલા પ્રતિજ્ઞા લીધી હતી કે 'જ્યાં સુધી મોદી પ્રધાનમંત્રી નહીં બની જાય અને હું તેમને મળીશ નહીં, ત્યાં સુધી હું ચપ્પલ નહીં પહેરું.' આજે મને તેમને શૂઝ પહેરાવવાની તક મળી છે, હું આવા તમામ મિત્રોની ભાવનાઓનું સન્માન કરું છું, પરંતુ હું તેમને વિનંતી કરું છું કે તેઓ આવી પ્રતિજ્ઞા લેવાને બદલે કોઈ સામાજિક અથવા દેશહિતના કાર્યો કરવાના શપથ લે.
PM મોદીએ શેર કર્યો વીડિયો
પ્રધાનમંત્રી મોદીએ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં રામપાલ કશ્યપ ચપ્પલ પહેર્યા વગર પીએમ મોદીને મળવા આવતા જોવા મળી રહ્યા છે. પીએમ મોદીએ સૌથી પહેલા પૂછ્યું, અરે ભાઈ, તમે આવુ શા માટે કર્યું ? રામપાલ કશ્યપે પોતાની પ્રતિજ્ઞા વિશે પીએમ મોદીને જણાવ્યું કે તમને મળ્યા બાદ જ ચપ્પલ પહેરવાની પ્રતિજ્ઞા લીધી હતી.




















