શોધખોળ કરો

કૉંગ્રેસ, લેફ્ટ કે BJP... કેરળમાં જો આજે લોકસભા ચૂંટણી થાય તો કઈ પાર્ટીને આવશે વધુ બેઠકો ? ચોંકાવનારા છે આંકડા 

કેરળ અંગે એક અનોખો અને આશ્ચર્યજનક સર્વે સામે આવ્યો છે. અહીં છેલ્લી બે લોકસભા ચૂંટણીને લઈ કોંગ્રેસની આગેવાની હેઠળની યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF)  રાજ્યમાં સૌથી મોટી તાકાત બનીને  ઉભરી આવ્યું છે.

કેરળ અંગે એક અનોખો અને આશ્ચર્યજનક સર્વે સામે આવ્યો છે. અહીં છેલ્લી બે લોકસભા ચૂંટણીને લઈ કોંગ્રેસની આગેવાની હેઠળની યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF)  રાજ્યમાં સૌથી મોટી તાકાત બનીને  ઉભરી આવ્યું છે. ઇન્ડિયા ટુડે અને સી-વોટર દ્વારા કરવામાં આવેલા મૂડ ઓફ ધ નેશન (MOTN) સર્વેમાં અનુમાન લગાવવામાં આવ્યું કે  જો આજે ચૂંટણી યોજાય તો UDF ફરી એકવાર સૌથી આગળ રહેશે. 

UDF કેરળમાં 18 બેઠકો પર મજબૂત સ્થિતિમાં

સર્વે અનુસાર, "જો આજે લોકસભા ચૂંટણી યોજાય તો, UDF કેરળમાં 18 બેઠકો પર મજબૂત સ્થિતિમાં છે.  અહીં કોઈ ફેરફારની અપેક્ષા નથી. ઓગસ્ટ 2025 માં પ્રકાશિત થયેલા સર્વેના અગાઉના એડિશનમાં પણ UDF ની બેઠકોની સંખ્યા 18 હોવાનો અંદાજ હતો."

આ સર્વે આશ્ચર્યજનક કેમ છે?

હકીકતમાં, આ સર્વેમાં  આશ્ચર્યજનક આંકડાઓમાં સામે આવ્યા છે, તેમાં  શાસક ગઠબંધન LDF  શૂન્ય બેઠકો મેળવી હોવાનો સમાવેશ થાય છે. જ્યારે ભાજપને બેઠકો મળવાની વાત સામે આવી છે. છેલ્લી લોકસભા ચૂંટણીમાં ભાજપે માત્ર એક જ બેઠક મળી હતી. 

વોટ શેર આંકડામાં કયા ફેરફારો થયા છે?

વોટ શેરના આંકડાને લઈને પણ સર્વેમાં આશ્ચર્યજનક આંકડા જાહેર કરવામાં આવ્યા છે. MOTN મુજબ, 2024 ની સરખામણીમાં UDF નો વોટ શેર 3% ઘટ્યો છે. ભાજપનો વોટ શેર 17% થી વધીને 25% થવાનો અંદાજ છે.

જોકે, UDF ની સ્પષ્ટ લીડ હાલમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં દેખાતી નથી. છેલ્લી બે લોકસભા ચૂંટણીઓમાં અહીંના લોકોએ UDF ને મત આપ્યો હતો. વિધાનસભા ચૂંટણીમાં LDF ને ચૂંટવામાં આવ્યું  હતું.

આ વર્ષે આ 5 રાજ્યોમાં ચૂંટણીઓ યોજાવાની છે

2026 ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ વર્ષ માનવામાં આવે છે, કારણ કે ઘણા રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે. તેમાં પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરી જેવા મહત્વપૂર્ણ રાજ્યોનો સમાવેશ થાય છે.

કેરળમાં તાજેતરની મ્યુનિસિપલ ચૂંટણીઓમાં, કોંગ્રેસે નોંધપાત્ર સફળતા મેળવી જ્યારે ડાબેરી ગઠબંધનને મોટી હારનો સામનો કરવો પડ્યો. વધુમાં, ભારતીય જનતા પાર્ટી તિરુવનંતપુરમ જેવી મોટી મ્યુનિસિપલ કોર્પોરેશન કબજે કરવામાં સફળ રહી હતી. 

કેરળમાં સ્થાનિક ચૂંટણીઓમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળના યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF) એ પ્રચંડ વિજય સાથે સત્તામાં વાપસી કરી છે, જ્યારે શાસક ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી) ના નેતૃત્વ હેઠળના ડાબેરી ડેમોક્રેટિક ફ્રન્ટ (LDF) ને મોટો ઝટકો લાગ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
Train News: ટ્રેનોમાં મંજૂરી વિના પાણી અને ખાદ્ય પદાર્થો વેચવા વિરુદ્ધ કડક વલણ, IRCTCનો મોટો નિર્ણય
Train News: ટ્રેનોમાં મંજૂરી વિના પાણી અને ખાદ્ય પદાર્થો વેચવા વિરુદ્ધ કડક વલણ, IRCTCનો મોટો નિર્ણય
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?

વિડિઓઝ

Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?
Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Embed widget