Vinesh Phogat: કેમ ફગાવી દેવામાં આવ્યો વિનેશનો કેસ? શું હજુ પણ છે સિલ્વર મેડલની આશા? વકિલે કર્યો ધડાકો
Vinesh Phogat Case Dismissed: વિનેશ ફોગાટના કેસના ફગાવી દેવામાં આવ્યા બાદ તેમના વકીલનું નિવેદન સામે આવ્યું છે. જાણો વિનેશ હવે શું કરી શકે છે?
![Vinesh Phogat: કેમ ફગાવી દેવામાં આવ્યો વિનેશનો કેસ? શું હજુ પણ છે સિલ્વર મેડલની આશા? વકિલે કર્યો ધડાકો why-vinesh-phogat-case-was-dismissed-by-cas-silver-medal-appeal-advocate-vidushpat-singhania-explains-it-all Vinesh Phogat: કેમ ફગાવી દેવામાં આવ્યો વિનેશનો કેસ? શું હજુ પણ છે સિલ્વર મેડલની આશા? વકિલે કર્યો ધડાકો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/14/c55351889cc73e4fc6f8b55daf3518b2172365200485450_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Why Vinesh Phogat Case Dismissed: CAS એ વિનેશ ફોગાટ કેસમાં ચુકાદાની તારીખ 16 ઓગસ્ટ નક્કી કરી હતી. પરંતુ રમતગમતની આર્બિટ્રેશન કોર્ટે 14 ઓગસ્ટે જ ભારતીય કુસ્તીબાજના કેસને ફગાવી દીધો છે. હવે વિનેશને સમર્થન આપવા પેરિસ ગયેલા વકીલ વિદુષ્પત સિંઘાનિયા(Vidushpat SInghania)એ આ મુદ્દે પોતાનું મૌન તોડ્યું છે. તેમણે કહ્યું કે કેસ કેમ રદ્દ કરવામાં આવ્યો?
કેસ કેમ રદ્દ કરવામાં આવ્યો?
વિનેશ ફોગટના વકીલ વિદુષ્પત સિંઘાનિયાએ ANI સાથે વાત કરતા કહ્યું કે કેસને બરતરફ કરવા અંગે હજુ સુધી કોઈ વિગતો જાહેર કરવામાં આવી નથી. અત્યાર સુધી, CAS દ્વારા માત્ર એક લીટીનું નિવેદન જારી કરવામાં આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે વિનેશની અપીલ ફગાવી દેવામાં આવી છે. આ નિર્ણયમાં આટલો સમય કેમ લાગ્યો અને કેસ કેમ રદ્દ કરવામાં આવ્યો, વકીલોને પણ આજ સુધી જાણ નથી.
#WATCH | Delhi: On wrestler Vinesh Phogat's appeal dismissed by the Court of Arbitration for Sport (CAS), Indian Olympic Association's (IOA) advocate Vidushpat Singhania says, "No detailed order has come yet. Only a single-line order has come so far that her appeal has been… pic.twitter.com/FgwkKAlxjS
— ANI (@ANI) August 15, 2024
એડવોકેટ વિદુષ્પતે વધુમાં જણાવ્યું હતું કે, જ્યાં સુધી 16મી ઓગસ્ટે નિર્ણય આવવાની વાત હતી, 16મી ઓગસ્ટની તારીખને લિમિટ માનીને સેટ આવ્યું હતું અને અમને ખબર હતી કે તે પહેલા ગમે ત્યારે નિર્ણય આવી શકે છે. અમને આ નિર્ણયથી આશ્ચર્ય થયું નિરાશ પણ થયા.
શું બધી આશા સમાપ્ત ?
આગામી 10-15 દિવસમાં આ નિર્ણયની સંપૂર્ણ વિગતો સામે આવશે, જેમાં એ પણ લખવામાં આવશે કે જજે કયા આધારે આ નિર્ણય આપ્યો છે. લોકોને આશા હતી કે વિનેશ સિલ્વર મેડલ મેળવશે, પરંતુ CAS દ્વારા આ કેસને ફગાવી દેવા છતાં પણ ભારતીય રેસલરની મેડલ મેળવવાની આશા ઠગારી નીવડી નથી. વિનેશના વકીલે કહ્યું કે એકવાર તમામ વિગતો મળી જાય પછી 30 દિવસ પછી ફરી અપીલ કરી શકાય છે.
નિર્ણયને કઈ કોર્ટમાં પડકારી શકાય?
રમતગમત સંબંધિત બાબતોમાં કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ (CAS) મધ્યસ્થી કરે છે. વિનેશને અહીંથી ન્યાય ન મળવાથી તે હવે CASના નિર્ણયને સ્વિટ્ઝર્લેન્ડ સ્થિત 'સ્વિસ ફેડરલ ટ્રિબ્યુનલ' કોર્ટમાં પડકારી શકે છે. વિદુષ્પત સિંઘાનિયાએ કહ્યું કે હરીશ સાલ્વે વરિષ્ઠ વકીલ તરીકે તેમની સાથે છે અને નિર્ણયને પડકારવાની અપીલ તેમની સાથે કામ કરવામાં આવશે.
આ પણ વાંચો...
Olympics 2024: વિનેશ ફોગાટની અરજી પર આવી ગયો નિર્ણય,જાણો સિલ્વર મેડલ મળશે કે નહીં?
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)