Olympics 2024: વિનેશ ફોગાટની અરજી પર આવી ગયો નિર્ણય,જાણો સિલ્વર મેડલ મળશે કે નહીં?
Vinesh Phogat Case Dismissed: ભારતીય રેસલર વિનેશ ફોગાટની અપીલ ફગાવી દેવામાં આવી છે. CAS એ વિનેશને સિલ્વર મેડલ આપવાની માંગને ફગાવી દીધી છે.
Vinesh Phogat Case Dismissed: ભારતીય રેસલર વિનેશ ફોગાટની અપીલ ફગાવી દેવામાં આવી છે. CAS એ વિનેશને સિલ્વર મેડલ આપવાની માંગને ફગાવી દીધી છે.
ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટની અપીલ CAS દ્વારા ફગાવી દેવામાં આવી છે, એટલે કે હવે તેને સિલ્વર મેડલ નહીં મળે. તમને જણાવી દઈએ કે વિનેશ ફોગાટને ફાઈનલ મેચના દિવસે નિર્ધારિત ધોરણો કરતા 100 ગ્રામ વધુ વજન હોવાના કારણે પેરિસ ઓલિમ્પિકમાંથી અયોગ્ય જાહેર કરવામાં આવી હતી. આ સંદર્ભમાં, તેણે સિલ્વર મેડલ આપવા માટે અપીલ કરી હતી, જેનો નિર્ણય 16 ઓગસ્ટે જાહેર થવાનો હતો, પરંતુ હવે અહેવાલો અનુસાર, ઘણા દિવસોની રાહ જોયા પછી, અપીલને ફગાવી દેવામાં આવી છે.
Indian wrestler Vinesh Phogat's appeal against Olympic disqualification rejected by Court of Arbitration for Sport: IOA
— Press Trust of India (@PTI_News) August 14, 2024
ગોલ્ડ મેડલ મેચ પહેલા ડિસક્વોલિફાઇડ
શું છે આ મામલો અને કેવી રીતે થયો શરૂઆત? વાસ્તવમાં, પેરિસ ઓલિમ્પિક દરમિયાન, વિનેશે 6ઠ્ઠી ઓગસ્ટના રોજ સતત 3 મેચ રમીને 50 કિલો ફ્રી સ્ટાઇલ રેસલિંગની ફાઇનલમાં પ્રવેશ કરીને સિલ્વર મેડલ પાક્કો કરી લીધો હતો. ગોલ્ડ મેડલ મેચ 7મી ઓગસ્ટની રાત્રે યોજાવાની હતી, પરંતુ વિનેશને તે જ સવારે ગેરલાયક ઠેરવવામાં આવી હતી કારણ કે મેચ પહેલા તેનું વજન 100 ગ્રામ વધુ હતું.
આ પછી વિનેશે CASમાં કેસ દાખલ કર્યો. તેમની પ્રથમ માંગ એ હતી કે તેમને ગોલ્ડ મેડલ મેચ રમવાની મંજૂરી આપવામાં આવે. પરંતુ નિયમોને ટાંકીને તેમની માંગ તરત જ ફગાવી દેવામાં આવી હતી. આ પછી વિનેશે અપીલ કરી અને કહ્યું કે તેને આ ઈવેન્ટમાં સિલ્વર મેડલ આપવામાં આવે. હવે આ અપીલ પણ ફગાવી દેવામાં આવી છે.
પીટી ઉષાએ પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું
આ અંગે ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ પીટી ઉષાએ પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે અને આ નિર્ણયથી તેઓ ચોંકી ગયા છે. વિનેશે 7 ઓગસ્ટે સિલ્વર મેડલ આપવાની અપીલ કરી હતી અને CASએ આ માંગણી સ્વીકારી હતી. આ કેસની સુનાવણી 9 ઓગસ્ટે થઈ હતી, જેમાં વિનેશનું પ્રતિનિધિત્વ ચાર વકીલો દ્વારા કરવામાં આવ્યું હતું અને ભારતના ટોચના વકીલો હરીશ સાલ્વે અને વિદુષ્પત સિંઘાનિયાને પણ મદદ માટે મોકલવામાં આવ્યા હતા.