યુવક માણી રહ્યો હતો શરીર સુખ ને અચાનક પત્નિએ કાપી નાંખ્યું ગુપ્તાંગ, ક્યાં બની આ ચોંકાવનારી ઘટના ?
પત્ની સાથે કોઈ વિવાદ ચાલી રહ્યો હતો અને આ વિવાદના કારણે બંને વચ્ચે ઝઘડો થયો હતો, પરંતુ થોડા દિવસો પહેલા પતિ-પત્નીમાં સમાધાન પણ થયું હતું.
મધ્યપ્રદેશના ટીકમગઢમાં વિવાદમાં પત્નીએ પતિનું ગુપ્તાંગ કાપી નાંખ્યું. આ ઘટના જતારા પોલીસ સ્ટેશન ક્ષેત્રના રામનગરની છે. આશરે ચાર પાંચ દિવસ પહેલા રમાનગર નિવાસી એક શખ્સે જણાવ્યું કે તેનો પત્ની સાથે કોઈ વિવાદ ચાલી રહ્યો હતો અને આ વિવાદના કારણે બંને વચ્ચે ઝઘડો થયો હતો, પરંતુ થોડા દિવસો પહેલા પતિ-પત્નીમાં સમાધાન પણ થયું હતું.
સમાધાન બાદ જ્યારે પતિ પત્ની બંને પોતાના ઘર પર હતા, ત્યારે રાત્રે બંને સંબંધ બનાવી રહ્યા હતા. આ દરમિયાન પત્નીએ પતિનું ગુપ્તાંગ કાપી નાંખ્યું. ઈજાગ્રસ્ત અવસ્થામાં પીડિત પોતાના પરિવારના સભ્યો સાથે ઝાંસીની મેડિકલ કૉલેજ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.
ત્યારબાદ જ્યારે પીડિત થોડો સ્વસ્થ થયો તો પોતાના પરિવારના સભ્યોને લઈ જતારા પોલીસ સ્ટેશન પહોંચ્યો અને પોતાની પત્ની સામે ફરિયાદ નોંધાવી. પોલીસે ફરિયાદના આધારે પત્ની સામે કેસ નોંધી તપાસ શરુ કરી છે. જ્યારે જતારા સ્વાસ્થ ચિકિત્સક સુરેશ કુમાર શર્માએ જણાવ્યું કે ધારદાર વસ્તુથી પ્રાઈવેટ પાર્ટ કાપવામાં આવ્યો હતો.
આ મામલામાં જતારા પોલીસ સ્ટેશનના એએસઆઈ રવિ કુશવાહાએ જણાવ્યું હતું કે ફરિયાદીએ લખેલી ફરિયાદના આધારે કલમ 324 હેઠળ 12 ડિસેમ્બરે કેસ નોંધવામાં આવ્યો હતો અને પીડિતને તબીબી સારવાર માટે આરોગ્ય કેન્દ્રમાં મોકલવામાં આવ્યો હતો. હવે ડોક્ટરનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
કપડાં બદલતી મહિલાને પોલીસે નગ્નાવસ્થામાં જ પહેરાવી હાથકડી, અડધો કલાક કરી પૂછપરછ, હવે મહિલાને મળશે 22 કરોડનું વળતર
અમેરિકામાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. કપડાં બદલતી મહિલાને પોલીસ નગ્નાવસ્થામાં હાથકડી પહેરાવીને લઈ ગઈ હતી. જેને લઈ મહિલાએ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. હવે મામલે કોર્ટે ફેંસલો સંભળાવ્યો છે અને મહિલાને 22 કરોડનું વળતર આપવાનો હુકમ કર્યો છે.
ક્યાંનો છે મામલો
આ મામલો અમેરિકાના શિકાગોનો છે. અહીંયા 2019માં એક અપરાધીને શોધવા માટે કેટલાક પોલીસ અધિકારી અશ્વેત મહિલા અંજનેટ યંગના ઘરમાં જબરદસ્તીથી ઘૂસી આવ્યા હતા. અંજનેટ એક સામાજિક કાર્યકર્તા છે.
અંજનેટ તે સમયે કપડાં બદલતી હતી. પોલીસે તેને કપડાં પહેર્યા વગર જ ઉભી રાખીને હાથકડી પહેરાવી દીધી. હાથકડી પહેરાવીને લગભગ અડધો કલાક સુધી તેની પૂછપરછ કરી હતી. પોલીસ જે ગુનેગારને શોધતી હતી તે અંજનેટના બાજુના મકાનમાં રહેતો હતો. આ ઘટનાને કારણે અંજનેટે ખુદને અપમાનિત મહેસૂસ કરતી હતી.
જેને લઈ અંજનેટે ફેબ્રુઆરી 2021માં કેસ દાખલ કર્યો હતો. જેમાં પોલીસે તેની સાથે ગેરવર્તણુંક કરીને અપમાનિત કર્યાનો આરોપ લગાવ્યો હતો. તેણે આ મુદ્દે 12 પોલીસકર્મીને સાક્ષી બનાવ્યા હતા. કોર્ટે સુનાવણી બાદ મહિલાના પક્ષમાં ચુકાદો આપ્યો હતો અને તેને 22 કરોડનું વળતર આપવા જણાવ્યું હતું.