શોધખોળ કરો
Advertisement
જેપી નડ્ડાને અભિનંદન પાઠવી અમિત શાહે કહ્યુ- ભાજપ પરિવારવાદથી ચાલતી પાર્ટી નથી
શાહે કહ્યું કે, આજે આપણા તમામ માટે હર્ષ, આનંદ અને ગૌરવનો વિષય છે કે ભાજપને એકવાર ફરી પોતાની પરંપરાનું નેતૃત્વ કરતા એક સામાન્ય કાર્યકર્તાના રૂપમાં પોતના કરિયરની શરૂઆત કરનારા જેપી નડ્ડા આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા હતા.
નવી દિલ્હીઃ જગત પ્રકાશ નડ્ડા ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા હતા. સોમવારે દિલ્હી સ્થિત પાર્ટીની હેડઓફિસમાં સ્વાગત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પૂર્વ અધ્યક્ષ અમિત શાહે સંબોધન કર્યું હતું. જેમાં તેમણે કહ્યું કે ભાજપ પાર્ટી પરિવારવાદથી ચાલતી નથી. શાહે કહ્યું કે, આજે આપણા તમામ માટે હર્ષ, આનંદ અને ગૌરવનો વિષય છે કે ભાજપને એકવાર ફરી પોતાની પરંપરાનું નેતૃત્વ કરતા એક સામાન્ય કાર્યકર્તાના રૂપમાં પોતના કરિયરની શરૂઆત કરનારા જેપી નડ્ડા આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા હતા.
તેમણે કહ્યું કે ભાજપ દેશની તમામ પાર્ટીઓથી એટલા માટે અલગ પડે છે કારણ કે પાર્ટીના જાતિ અને જ્ઞાતિના આધાર પર ચાલે છે ના પરિવારવાદના આધાર પર ચાલે છે. દેશમાં અનેક અન્ય પાર્ટીઓ પોતાને લોકતાંત્રિક સ્વરૂપને ગુમાવી ચૂકી છે. તેમાં પોતાના પરિવારજનોને અધ્યક્ષ, મુખ્યમંત્રી બનાવવાની રેસ રહે છે. ફક્ત ભાજપ જ એવી પાર્ટી છે જેમાં પરિવારવાદ ચાલતો નથી. અમિત શાહે કહ્યું કે, સાડા પાંચ વર્ષ સુધી આ પાર્ટીના અધ્યક્ષના રૂપમાં મને પાર્ટીની સેવા કરવાનો અવસર મળ્યો છે. આ પાંચ વર્ષમાં વિશ્વની સૌથી મોટી પાર્ટી બની છે. દેશભરમાં આપણું સંગઠનાત્મક વિસ્તાર થયો છે. અને રાજ્યોમાં ચૂંટણીમાં સફળતા મળી છે જ્યાં આપણે સ્વપ્નમાં પણ વિચાર્યું નહોતું. ભાજપમાં કોઇ સામાન્ય કાર્યકર્તા પાર્ટીના અધ્યક્ષ સુધી પહોંચી શકે છે. અધ્યક્ષના રૂપમાં કેટલીક ભૂલો થઇ હશે પરંતુ તમામને મને પાર્ટી ચલાવવામાં સમર્થન આપ્યું છે. હું નડ્ડાને દેશના કરોડો કાર્યકર્તાઓ તરફથી શુભકામના પાઠવું છું.#WATCH Delhi: PM Modi speaks at the felicitation programme of newly elected BJP President JP Nadda, at the party HQ. https://t.co/HrucbhrW0r
— ANI (@ANI) January 20, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
સમાચાર
બિઝનેસ
દુનિયા
Advertisement