Wresters Protest: અયોધ્યામાં યોજાનારી બ્રિજભૂષણ સિંહની રેલી રદ્દ, ફેસબુક પર લખ્યું- 'સુપ્રીમ કોર્ટનું સન્માન...'
આ જનજાગૃતિ રેલી અયોધ્યાના રામકથા પાર્કમાં યોજાવાની હતી.
Brij Bhushan Sharan Singh Facebook Post: અયોધ્યામાં બ્રિજભૂષણ શરણ સિંહના સમર્થનમાં બોલાવવામાં આવેલી જનજાગૃતિ રેલી રદ કરવામાં આવી છે. MP અને WFI ચીફ બ્રિજભૂષણ શરણ સિંહે દાવો કર્યો હતો કે 5 જૂને યોજાનારી આ રેલીમાં 11 લાખ લોકો ભેગા થશે અને તેમને સમર્થન આપશે.
આ જનજાગૃતિ રેલી અયોધ્યાના રામકથા પાર્કમાં યોજાવાની હતી. બ્રિજભૂષણ શરણ સિંહે ફેસબુક પોસ્ટ દ્વારા આ રેલી રદ થવાની માહિતી આપી હતી. તેમણે ફેસબુક પર લખ્યું હતું કે મારા પ્રિય શુભેચ્છકો! તમારા સમર્થનથી મેં છેલ્લા 28 વર્ષથી લોકસભાના સભ્ય તરીકે સેવા આપી છે. મેં સત્તામાં અને વિપક્ષમાં રહીને તમામ જાતિ, સમુદાય અને ધર્મના લોકોને એક કરવાનો પ્રયાસ કર્યો છે. આ કારણોસર જ મારા રાજકીય વિરોધીઓ અને તેમના પક્ષોએ મારા પર ખોટા આરોપો લગાવ્યા છે.
સુપ્રીમ કોર્ટના આદેશનું સન્માન
બ્રિજભૂષણ શરણ સિંહે વધુમાં લખ્યું છે કે વર્તમાન પરિસ્થિતિમાં કેટલાક રાજકીય પક્ષો અલગ-અલગ સ્થળોએ રેલીઓ યોજીને પ્રાંતવાદ, પ્રાદેશિકવાદ અને જાતિવાદને પ્રોત્સાહન આપીને સામાજિક સમરસતાને બગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. સમગ્ર સમાજમાં ફેલાતી દુષ્ટતા અંગે વિચારણા કરવા માટે 5 જૂને અયોધ્યા ખાતે સંત સંમેલન યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ હવે જ્યારે પોલીસ આરોપોની તપાસ કરી રહી છે અને સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું સન્માન કરતા પાંચ જૂને અયોધ્યામાં યોજાનારી રેલી થોડા દિવસો માટે મોકૂફ રાખવામાં આવી છે.
હું હંમેશા તમારો ઋણી રહીશ
બ્રિજભૂષણ શરણ સિંહે કહ્યું કે, તમામ ધર્મો, જાતિઓ અને પ્રદેશોના લાખો સમર્થકો અને શુભેચ્છકોએ આ મુદ્દે મને નમ્રતાથી સમર્થન આપ્યું છે. એટલા માટે હું દરેકનો આભાર વ્યક્ત કરું છું અને ખાતરી આપું છું કે હું અને મારો પરિવાર હંમેશા તમારા ઋણી રહે છે.
Wrestler Protest: આંદોલન કરી રહેલા કુસ્તીબાજોના પક્ષમાં આવ્યા બીજેપી સાંસદ, બોલ્યા- બ્રિજભૂષણ શરણ સિંહ દોષી........
Wrestlers Protest News: દિલ્હીમાં છેલ્લા કેટલાક મહિલાઓથી ભારતીય કુસ્તીબાજો બીજેપી નેતા અને રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ (Brij Bhushan Sharan Singh) સામે વિરોધ કરી રહ્યાં છે. રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના આઉટગૉઇંગ પ્રેસિડેન્ટ બ્રિજભૂષણ શરણ સિંહે સામે હાલમાં રેસલરો દ્વારા પુરજોશમાં ધરપકડની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરાઇ રહ્યા છે. હવે આ વિરોધની વચ્ચે કુસ્તીબાજોને બીજેપી સાંસદનું સમર્થન મળ્યું છે. ફતેહપુર સિકરીના સાંસદ અને ભાજપ કિસાન મોરચાના અધ્યક્ષ રાજકુમાર ચાહરે કુસ્તીબાજોને સમર્થન આપતા નિવેદન આપ્યું છે કે, કુસ્તીબાજોને ન્યાય મળવો જોઈએ. કેટલાક લોકો ખભા પર બંદૂક રાખીને રાજનીતિ કરી રહ્યા છે, મહિલા કુસ્તીબાજો ગૌરવ છે, પોલીસ તેમની કાર્યવાહી કરી રહી છે. જો કોઈ જવાબદાર વ્યક્તિ પર આરોપ છે તો તેની તપાસ થવી જોઈએ