શોધખોળ કરો

Wrestlers Protest: સગીર કુસ્તીબાજના પિતાએ કહ્યું, બ્રીજ ભૂષણ સામે નોંધાવી હતી ખોટી ફરિયાદ, કારણ કે....

Wrestlers Protest: સરકાર અને કુસ્તીબાજો વચ્ચે મડાગાંઠ સમાપ્ત થયાના બીજા દિવસે ગુરુવારે (8 જૂન) આ કેસમાં નવો વળાંક આવ્યો.

Wrestlers Protest: સરકાર અને કુસ્તીબાજો વચ્ચે મડાગાંઠ સમાપ્ત થયાના બીજા દિવસે ગુરુવારે (8 જૂન) આ કેસમાં નવો વળાંક આવ્યો. ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથે વાત કરતા સગીર કુસ્તીબાજના પિતાએ કહ્યું કે તેણે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુક બ્રીજ ભૂષણ શરણ સિંહ સામે જાતીય સતામણીની ખોટી ફરિયાદ નોંધાવી છે. બ્રિજ ભૂષણ સિંહે પણ સગીર બાળકીના પિતાના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.

સગીર છોકરીના પિતાએ કહ્યું, "બદલાની ભાવનામાં તેણે WFI ચીફ બ્રિજ ભૂષણ સિંહ વિરુદ્ધ ખોટી ફરિયાદ નોંધાવી, હવે તે ભૂલ સુધારવા માંગે છે." તેઓ ઈચ્છે છે કે સત્ય હવે કોર્ટમાં નહીં પણ બહાર આવે.

તેમણે પીટીઆઈને કહ્યું કે સરકારે ગયા વર્ષે યોજાયેલા ટ્રાયલમાં તેમની પુત્રીની હારની નિષ્પક્ષ તપાસનું વચન આપ્યું છે, તેથી જ તેમણે સત્ય બોલવાનું નક્કી કર્યું છે. તેમણે એમ પણ કહ્યું કે બ્રિજ ભૂષણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાનો નિર્ણય તેમની પુત્રીનો નહીં. પરંતુ  મારો હતો. હું પિતા છું અને હું તેના પર ગુસ્સે હતો. મેં તેને કહ્યું કે દીકરા, આવી વાતો થાય છે, તો તેણે કહ્યું કે પિતાજી તમે જોઈલો.

સગીરના પિતાએ પણ તેની અને તેની પુત્રીની બ્રિજભૂષણ સિંહ સામેની કડવાશ પર પ્રતિક્રિયા આપી. તેની શરૂઆત 2022માં લખનૌમાં એશિયન અંડર-17 ચેમ્પિયનશિપના ટ્રાયલથી થઈ હતી, જેમાં ફાઇનલમાં હાર્યા બાદ સગીરા ભારતીય ટીમમાં જગ્યા બનાવી શકી ન હતી. તેણે રેફરીના નિર્ણય માટે બ્રિજ ભૂષણને જવાબદાર ઠેરવ્યા હતા. તેણે કહ્યું, “હું બદલાની ભાવનાથી ભરાઈ ગયો હતો કારણ કે રેફરીના નિર્ણયથી મારી પુત્રીની એક વર્ષની મહેનત વ્યર્થ ગઈ હતી. મેં બદલો લેવાનું નક્કી કર્યું હતું."

બ્રિજભૂષણ સિંહે શું કહ્યું?
બીજી તરફ બ્રિજભૂષણ શરણ સિંહે સગીર કુસ્તીબાજના પિતાના તાજેતરના નિવેદન પર કહ્યું કે તેમને કોઈના પ્રત્યે ખરાબ ભાવના નથી. તેણે કહ્યું, "તે છોકરીને તે કુસ્તીબાજો દ્વારા આ ભૂલ માટે ગેરમાર્ગે દોરવામાં આવી હતી જેઓ મારો વિરોધ કરી રહ્યા છે. તેમની કે તેમના પરિવાર પ્રત્યે મારી કોઈ ખરાબ ભાવના નથી. હું તેના પરિવાર સામે કોઈ કાર્યવાહીની માંગ કરતો નથી. મને બદનામ કરવાનું કાવતરું હતું. તમને જણાવી દઈએ કે બુધવારે જ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે વિરોધ કરી રહેલા કુસ્તીબાજો સાક્ષી મલિક અને બજરંગ પુનિયા સાથે મુલાકાત કરી હતી. આ પછી કુસ્તીબાજોએ 15 જૂન સુધી આંદોલન સ્થગિત કરી દીધું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Embed widget