શોધખોળ કરો
Advertisement
ટ્રાફિકના નિયમ તોડવા પર યુવકને 1-2 નહીં પણ પૂરા 189 મેમો મળ્યા, જાણો કોર્ટમાં યુવકે શું કહ્યું.....
સંજુ ચંદીગઢના સેકટર 39નો રહેવાસી છે અને એક ઇન્શયોરન્સ કંપનીમાં કામ કરે છે.
નવી દિલ્હીઃ હરિયાણાના ચંદીગઢમાં 21 વર્ષના સંજૂને ત્યારે મોટો ઝાટકો લાગ્યો જ્યારે તેને ખબર પડી કે તેના નામે 189 મેમો ફાટ્યા છે. આ મેમો તેને વર્ષ 2017-2019ની વચ્ચે જારી કરવામાં આવ્યા હતા. તેમાંથી અંતિમ મેમો તેને આ વર્ષે 26 જુલાઈના રોજ ખોટી રીતે યૂ ટર્ન લેવા પર આપવામાં આવ્યો હતો.
સંજુ ચંદીગઢના સેકટર 39નો રહેવાસી છે અને એક ઇન્શયોરન્સ કંપનીમાં કામ કરે છે. સંજૂને 26મી જુલાઇના ટ્રાફિક પોલીસકર્મીઓએ સેકટર 33-34ની નજીક ખોટી રીતે યુ-ટર્ન લેતા પકડી લીધો હતો, ત્યારબાદ તેને 300 રૂપિયાનો દંડ ફટકારાયો હતો.
જ્યારે તેનો મેમો ચંદીગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટ પહોંચ્યો તો રેકોર્ડમાં ખબર પડી કે આ શખ્સના બાઇક પર કુલ 189 મેમો ફાટ્યા છે જેની રકમ ચૂકવવાની બાકી છે. આ તમામ મેમો વાયોલેશન ઇન્ફોર્મેશન સ્લિપ (ટીવીઆઈએસ) સિસ્ટમ દ્વારા તેમને 2017-2019ના વર્ષની વચ્ચે આપવામાં આવ્યા હતા. સંજૂનું કહેવું છે કે તેમને આ મેમા અંગે કોઇ માહિતી નહોતી.
તેમાં સ્તબ્ધ કરનારી વાત એ છે કે તેમને મોટાભાગના મેમા 2017ના વર્ષમાં રજૂ કરાયા, જ્યારે તેમણે બાઇક અંદાજે દોઢ વર્ષ પહેલાં ખરીદ્યું હતું. ટીવીઆઈએસ મેમો મુખ્યત્વે સીસીટીવી દ્વારા ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન કરતાં પકડાવા પર અપાય છે. આ મેમો વાહન માલિકના રજીસ્ટર્ડ સરનામા પર પોસ્ટ દ્વારા પહોંચે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બોલિવૂડ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion