શોધખોળ કરો
ઝાકિર નાઇકે પત્રકાર અર્નબ ગોસ્વામીને મોકલી 500 કરોડની માનહાનીની નોટીસ

નવી દિલ્લીઃ અંગ્રજી સમાચાર ચેનલ ટાઇમ્સ નાઉના જાણીતા પત્રકાર અને એડિટર-ઇન-ચીફ અર્નબ ગોસ્વામી સામે વિવાદીત અસ્લામિક ઉપદેશક ડૉ.ઝાકિર નાઇકે 500 કરોડ રૂપિયાના માનહાનિની નોટીસ મોકલી છે. 'ફર્સ્ટપોસ્ટ' વેબસાઇટ મુજબ, નાઇકે હેટ કૈંપેન અને મીડિયા ટ્રાયલ ચલાવવા બદલ આ નોટીસ મોકલાવી છે. ઝાકિર નાઇકના વકીલ મબીન સોલકર તરફથી મોકલવામાં આવેલી નોટિસમાં ચેનલ પર ધાર્મિક સમુદાયો વચ્ચે ધૃણા અને નફરત ફેલાવાની તેમજ નાઇક અને મુસ્લિમ સમુદાયની ધાર્મિક ભાવનાઓને ભડકાવાનો આરોપ લગાવામાં આવ્યો છે.
વધુ વાંચો





















