દેશમાં આ રાજ્યમાં Zika વાયરસે કેર મચાવવાનુ શરૂ કર્યુ, 4 નવા કેસ આવતા આંકડો 23 પર પહોંચ્યો, એલર્ટ જાહેર
કેરાલામાં ઝીકા વાયરસના નવા કેસોમાં વધારો થતાં રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી વીના જૉર્જે કહ્યું કે, આખા કેરાલામાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યુ છે.
નવી દિલ્હીઃ દેશમાં ફરી એકવાર વાયરસથી હડકંપ મચી ગયો છે. કોરોના સંક્રમણ બાદ હવે દેશમાં ઝીકા વાયરસનો ભય વધ્યો છે. ઝીકા વાયરસના સંક્રમણને કેસો સતત વધી રહ્યાં છે. કેરાલામાં ઝીકા વાયરસના નવા કેસોમાં વધારો થતાં રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી વીના જૉર્જે કહ્યું કે, આખા કેરાલામાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યુ છે. હાલ કેરાલામાં ચાર નવા ઝીકા વાયરસ સંક્રમણના કેસો સામે આવ્યા છે, આ પછી કુલ સંક્રમિતોની સંખ્યા વધીને રાજ્યમાં 23 થઇ ગઇ છે.
ઝીકા વાયરસના કારણે જાહેર થયુ એલર્ટ-
કેરાલામાં ઝીકા વાયરસ સતત ફેલાઇ રહ્યો છે, કેસોને લઇને સ્વાસ્થ્ય મંત્રી વીના જૉર્જએ આખા કેરાલામાં એલર્ટ જાહેર કરી દીધુ છે. વળી તેમનુ કહેવુ છે કે ડેન્ગ્યૂ અને ચિકનગુનિયાના કેસોમાં સતત વધારાથી તેમની ચિંતા વધુ વધી ગઇ છે. તેને કહેવા પ્રમાણે એક જ મચ્છર આ બન્ને બિમારીઓ માટે જવાબદાર હોય છે.
4 નવા સંક્રમિતો બાદ 23 પર પહોંચ્યો આંકડો-
સ્વાસ્થ્ય મંત્રી વીના જૉર્જે જાણકારી આપતા કહ્યું કે, ચાર નવા કેસો આવ્યા બાદ રાજ્યમાં ઝીકા વાયરસ સંક્રમિતોનો આંકડો 23 પર પહોંચી ગયો છે. તેમને કહ્યું કે ઝીકા વાયરસ એડીસ મચ્છરોના કરડવાથી ફેલાય છે. હાલ તિરુવનંતપુરમ અને એવા જિલ્લા જ્યાં છેલ્લા કેટલાક વર્ષોથી ડેન્ગ્યૂની કેટલીય ઘટનાઓ ઘટી છે. વળી આને રોકવા માટે આવશ્યક પગલા ઉઠાવવામાં આવી રહ્યાં છે.
સતત કરવામાં આવી રહ્યાં છે બચાવ માટેના ઉપાયો-
હાલ રાજ્યામાં ઝીકા વાયરસને લઇને ગંભીરતા સ્પષ્ટ રીતે દેખાઇ રહી છે. સ્વાસ્થ્ય વિભાગના સુત્રો અનુસાર બતાવવામાં આવ્યુ છે કે ઝીકા વાયરસના સંક્રમણના સ્ત્રોતોને ઓળખ કરવામાં આવી રહી છે, અને વેક્ટર વિયંત્રણ ઉપાય કરવામાં આવી રહ્યાં છે. આની સાથે જ હૉસ્પીટલોમાં આવી રહેલા તાવના કેસોનો ઝીકા વાયરસ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી વીના જૉર્જે કહ્યું કે, આખા કેરાલામાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યુ છે.