શોધખોળ કરો

Indore temple well collapse: ઇન્દોર મંદિર દુર્ઘટનામાં 11 કચ્છના લોકો પણ મોતને ભેટયા, ‘પ્રત્યક્ષદર્શીએ કહ્યું લાશો તરતા જોઇ’

ઈન્દોરના મંદિરમાં સર્જાયેલી ભયંકર દુર્ઘટનામાં 35 લોકોએ જીવ ગુમાવ્યાં છે. મૃતકના 11 કચ્છના લોકોનો પણ સમાવેશ થાય છે. અકસ્માતમાં 6 વર્ષની બે માસુમ બાળકીઓએ પોતાની નજર સામે માતાને ડૂબતા જોઈ.

Indore temple well collapse:ઈન્દોરના મંદિરમાં સર્જાયેલી ભયંકર દુર્ઘટનામાં  35 લોકોએ જીવ ગુમાવ્યાં છે. મૃતકના 11 કચ્છના લોકોનો પણ સમાવેશ થાય છે. અકસ્માતમાં 6 વર્ષની બે માસુમ બાળકીઓએ પોતાની નજર સામે માતાને  ડૂબતા જોઈ.

ઇન્દોર ખાતે સર્જાયેલી દુર્ઘટનામાં 11 કચ્છીઓના પણ મોત થયા છે. હતભાગી તમામ નખત્રાણા તાલુકાના કચ્છ પાટીદાર સમાજના  લોકો હતા જે મૂળ કચ્છના પાટીદાર સમાજના છે અને ધંધાર્થે ઇન્દોરમાં સ્થળાંતરિત થયા હતા. જાણીએ શું છે સમગ્ર ઘટના

રામનવમીના દિવસે ઇન્દોરના બેલેશ્વર મહાદેવ મંદિરમાં ભાવિકોની ભીડ જામી હતી. અહીં વાવ ઉપર  યજ્ઞશાળા બનાવવામાં આવી હતી. હવનના દર્શન કરવા મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. આ સમયે  વાવનો સ્લેબ તૂટી જતાં મોટી સંખ્યામાં લોકો  વાવ પડ્યાં હતા. આ દુર્ઘટનામાં 35 લોકોના મોત થયા છે. જેમાં 11 કચ્છી લોકો પણ સામેલ છે.  પાટીદાર સમાજના 11 લોકોના મોતથી સમગ્ર સમાજમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
મંદિરના કુવાની છત તૂટી પડતા સર્જાઈ હતી દુર્ઘટના. 11 મૃતકમાં 10 મહિલા અને એક પુરૂષનો સમાવેશ થાય છે.
મૃતકો નાં નામ નીચે મુજબ છે
1.લક્ષ્મીબેન રતિલાલ દીવાણી ૭૦ (ટોડીયા)
2. દક્ષાબેન લક્ષ્મીકાંત રામાણી ૫૮ (નખત્રાણા)
3. કનકબેન કૌશલ લક્ષ્મીકાંત રામાણી ૩૨ (નખત્રાણા)
4.ગોમતીબેન ગંગદાસ પોકાર ૭૦ (રામપર સરવા)
5.પુષ્પાબેન દિનેશભાઈ પોકાર ૪૯ (હરીપર)
6.કસ્તુર બેન મનોહર ભાઈ રામાણી ૭૩ (નખત્રાણા )
7 પ્રિયંકા બેન પોકાર ૩૦(હરીપર)
8. વિનોદભાઈ ધનજીભાઈ નાકરણી ૫૮( વિરાણી મોટી)
9.શારદાબેન કેશવલાલ પોકાર ૫૫ (રામપર, સરવા)
10. રતનબેન નાનજીભાઈ રામાણી ૭૩ (નખત્રાણા )
11 જાનબાઈ ગંગારામ ભાઈ નાથાણી ૭૨ (નખત્રાણા)

આરતી સમયે લોકોની  ઉમટી હતી ભીડ

દુર્ધટનાનો ભોગ બનાર  બિઝનેસમેન મહેશ કૌશલે જણાવ્યું કે, “લોકો હવનમાં બેઠા હતા. પગથિયાંની ઉપર હવન કુંડ બાંધવામાં આવ્યો હતો. લોકો ભજન ગાતા હતા. પહેલા ભીડ ઓછી હતી, પરંતુ આરતી વખતે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.સ્લેબ તૂટતાંની સાથે જ સૌ કોઈ વાવમાં પડ્યાં . હું તરી પણ શકતો ન હતો, પણ ભગવાને ચમત્કાર કર્યો અને હું સીડી પર પહોંચી ગયો. લગભગ એક કલાક સુધી સીડીનો ખૂણો પકડીને ઊભો રહ્યો અને બાદ રેસ્ક્યૂ કરીને મને બચાવી લેવામાં આવ્યો”

મહિલાઓ અને બાળકોના મૃતદેહો તરતા જોયા

દુર્ઘટનાનો ભોગ બનનાર અન્ય એક વ્યક્તિ કુમાર સેઠીએ કહ્યું કે, “હું લાંબા સમય સુધી પાણીમાં હાથ-પગ ચાલીનs બચવાનો પ્રયાસ કરતો રહ્યો. ચારે બાજુથી બચાવો-બચાવોની ચીસો સંભળાતી હતી. થોડીવાર પછી પોલીસે દોરડા નાખ્યાં.  હું દોરડું પકડીને બે કલાક એક જગ્યાએ ઊભો રહ્યો, પણ  આ સમયે મેં  મહિલાઓ અને બાળકોના મૃતદેહને તરતા જોયા”

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
Embed widget