કોરોના કાળમાં દેશની આ દિગ્ગજ આઈટી કંપની 35 હજાર કોલેજ ગ્રેજ્યુએટની કરશે ભરતી
દિગ્ગજ આઈટી કંપની ઈન્ફોસિસે ગ્લોબલ લેવલ પર 2022 દરમિયાન 35,000 કોલેજ સ્તાનકને નોકરી આપવાની યોજના બનાવી છે.
દેશની બીજી સૌથી મોટી આઈટી કંપની ઈન્ફોસિસે આજે જૂન ત્રિમાસિકના પરિણામો જાહેર કર્યા છે. નાણાકીય વર્ષ 2022ના પ્રથમ ત્રિમાસિકમાં કંપનીનો ચોખ્ખો નફો 22.7 ટકા વધીને 5,195 કરોડ રૂપિયા થયો છે. જે ગત વર્ષના સમાનગળામાં 4,233 કરોડ હતો. આ દરમિયાન ઈન્ફોસિસના ચીફ ઓપરેટિંગ ઓફિસર પરાગ રાવે કહ્યું કે, નાણાકીય વર્ષ 2022 દરમિયાન 35,000 કોલેજ ગ્રેજ્યુએટ્સની ભરતી કરીશું.
શું કહ્યું કંપનીના ચીફ ઓપરેટિગ ઓફિસરે
કોરોના કાળમાં આઈટી કંપનીઓમાં હાલ નોકરીની સારી તક છે. દિગ્ગજ આઈટી કંપની ઈન્ફોસિસે ગ્લોબલ લેવલ પર 2022 દરમિયાન 35,000 કોલેજ સ્તાનકને નોકરી આપવાની યોજના બનાવી છે. કંપનીના ચીફ ઓપરેટિંગ ઓફિસર પ્રવીણ રાવે કહ્યું, ડિજિટલ સેક્ટરમાં જેમ જેમ પ્રતિભાની માંગ વધી રહી છે તે થોડા સમય બાદ ઈન્ડસ્ટ્રી માટે પડકાર બની જાય છે. અમે ગ્લોબલ લેવલ પર વધતી માંગને પૂરી કરવા નાણાકીય વર્ષ 2022 માટે 35,000 કોલેજ ગ્રેજ્યુએટની ભરતી કરવાની યોજના બનાવી છે. તેમણે એમ પણ જણાવ્યુ કે, અમે કર્મચારીઓ માટે કેરિયર આગળ વધારવાનો મોકો આપવા કમ્પેનસેશન રિવ્યૂઝ, લર્નિંગ અને પ્રોત્સાહન જેવા અનેક પગલાંઓની શરૂઆત કરી છે.
પ્રથમ ક્વાર્ટરમાં કેટલી વધી આવક
નાણાકીય વર્ષ 2022 ના પહેલા ક્વાર્ટરમાં ઈન્ફોસિસની રૂપિયામાં આવક 6 ટકા વધીને 27,896 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2021 ના ચોથા ક્વાર્ટરમાં ઈન્ફોસિસની રૂપિયામાં આવક 26,311 કરોડ રૂપિયા રહી હતી. નાણાકીય વર્ષ 2022 ના પહેલા ક્વાર્ટરમાં ઈન્ફોસિસની ડૉલર આવક 4.7 ટકા વધીને 3,782 કરોડ ડૉલર રહી છે. નાણાકીય વર્ષ 2021 ના ચોથા ક્વાર્ટરમાં ઈન્ફોસિસની ડૉલર આવક 3,613 કરોડ ડૉલર રહી હતી.
ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર એપ્રિલથી જુનમાં ઈન્ફોસિસના એબિટડા 6,440 રૂપિયાથી વધીને 6,603 રૂપિયા રહ્યા છે. જ્યારે ક્વાર્ટરના આધાર પર પહેલા ક્વાર્ટરમાં ઈન્ફોસિસના એબિટ માર્જિન 24.5 ટકાથી ઘટીને 23.7 ટકા રહ્યા છે.
ઈન્ફોસિસનો શેર આજે 2.07 ટકાના વધારા સાથે 1576.90 પર બંધ રહ્યો હતો. કંપનીની 52 સપ્તાહનો લો 781.35 અને હાઇ 1591 છે.