શોધખોળ કરો

યુવરાજ સિંહ જેલમાં હોવાથી હવે કોઇ પેપર ફૂટવાના કાંડ બહાર નહિ આવે: ઇસુદાન ગઢવી

ડમી પ્રકરણમાં તોડકાંડ મામલે યુવરાજસિંહની ધરપકડ બાદ આ મુદ્દે ગુજરાતમાં રાજકારણ પણ ગરમાયું છે. હવે યુવરાજસિંહના સમર્થનમાં આમ આદમી પાર્ટી અને કોગ્રેસ જોવા મળી રહી છે..

ડમી પ્રકરણમાં તોડકાંડ મામલે યુવરાજસિંહની ધરપકડ બાદ આ મુદ્દે ગુજરાતમાં રાજકારણ પણ ગરમાયું છે. હવે યુવરાજસિંહના સમર્થનમાં આમ આદમી પાર્ટી અને કોગ્રેસ જોવા મળી રહી છે..   

 તોડકાંડ અને ડમીકાંડ મામલે મીડિયા સમક્ષ વાત કરતા આજે AAPના નેતા ઇસુદાન ગઢવીએ યુવરાજ સિંહનું સમર્થન કરતા સરકાર પર આકરા પ્રહાર પણ કર્યાં હતા. ઇસુદાન ગઢવીએ કહ્યું કે, પુરાવા એકઠા કરવાનું કામ યુવરાજ સિંહનું નથી. અહીં સવાલ એ થાય છે કે જે ડમીકાંડ બહાર લાવે છે તેમને જ કેમ ફસાવવામાં આવે છે. યુવરાજ સિંહે ડમીકાંડ બહાર પાડ્યું છે. તો તેના પર ઉડી તપાસ થવી જોઇએ નહિ કે નામ કાંડ ઉજાગર કરનારને જ  ફસાવવામાં આવે.

વધુમાં ઇસુદાન ગઢવીએ જણાવ્યું કે, આ સમગ્ર મામલામાં યુવરાજ સિંહને જેલમાં નાખી દેવાયા પરંતુ ડમીકાંડના આરોપીને પોલીસ નથી પકડી શકી. યુવરાજ સિંહ આજે પણ યુવોનો આઇકોન છે. બીજી એ પણ છે કે, યુવરાજ સિંહ જેલમાં હોવાથી હવે કોઇ પેપરકાંડ બહાર નહી પાડી શકે. યુવરાજ સિંહને જેલમાં ધકેલવાની સક્ષમતા ધરાવતી પોલીસ ડમીકાંડ કેમ ન પકડી શકી?

મીડિયા સમક્ષ વાત કરતા ઇસુદાન ગઢવીએ સરકાર પર આકરા પ્રહાર કર્યાં હતા તેમણે કહ્યું કે, યુવરાજ સિંહને ફસાવવાનું એક ષંડયંત્ર ચાલે છે. આપ મને જણાવો કે ભાજપના ક્યાં નેતાને અત્યાર સુધીમાં જેલ થઇ? તેમણે જનતાને પણ ટકોર કરતા કહ્યું કે ભાજપને મત આપવાનું આ પરિણામ છે.

યુવરાજ સિંહ અને તોડકાંડ મુદ્દે પહેલાવાર ગૃહરાજ્ય મંત્રીએ તોડ્યું મોન, જાણો મીડિયા સમક્ષ હર્ષ સંઘવીએ શું કરી સ્પષ્ટતા

ડમીકાંડને ઉજાગર કરતા વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે કેટલાક નેતાના નામ મીડિયા સમક્ષ રજૂ કરીને કેટલાક ગંભીર આક્ષેપ મૂક્યાં છે. ત્યારે સી આર પાટિલ બાદ  રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ  તોડકાંડ મામલે મૌન તોડતા મીડિયા સમક્ષ કેટલીક સ્પષ્ટતા કરી હતી

ડમી કાંડ અને તેમાં તોડકાંડ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહની હાલ ધરપકડ કરવામાં આવી છે. તેમના 7 દિવસના રિમાન્જ મંજૂર થયા છે. તેમના પર  1 કરોડની ખંડણીનો આરોપ છે. આ તમામ મુદ્દે રાજ્યગૃહ મંત્રી હર્ષ સંઘવીએ મીડિયા સમક્ષ વાત કરી હતી

રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ તોડકાંડ મુદ્દે મૌન તોડતા કહ્યું કે, રાજ્યના યુવાનો જે માહિતી આપે એના પર પોલીસ કામગીરી કરે છે.
યુવરાજની માહિતી પર પણ સરકારે એકશન લીધા હતા.અને  કામગીરી કરવામાં આવી હતી.

યુવરાજસિંહ અને તોડકાંડ મુદ્દે સી.આર.પાટિલ બાદ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પણ તોડ્યું મૌન...કહ્યું...ગુનેગારોને બચાવવા તોડ કરનારાઓ પર કાર્યવાહી થશે...આયોજનબદ્ધ રીતે ડમીના નામ છુપાવવાનો યુવરાજે  પ્રયાસ કર્યો છેય...સાચા કામની આડમાં કોઈપણ ખોટુ કામ કરે તે ચલાવી ન લેવાય. તોડકાંડ કરના સામે કાર્યવાહી થશે તે નક્કી છે. તેમણે કહ્યું કે યુવરાજે આયોજનબદ્ધ રીતે નામ છુપાવવાનો પ્રયાસ કર્યો છે. યુવરાજે આપેલા તમામ નામો પર કાર્યવાહી થઇ રહી છે. યુવરાજે આપેલા તમામ નામ પર પણ તપાસ થશે જ. હર્ષ સંધવીએ કહ્યું કે, ડમીકાંડની તપાસ દરમિયાન કોઇને પણ અન્યાય ન થાય તેની ખાસ કાળજી લેવાશે.  સરકારની પણ ભૂલ થઇ શકે છે અને તેવી કોઇ પણ ગરબડ કે ભૂલ હશે તેને ધ્યાનમાં લેવાશે. યુવરાજે રકમ લઇને નામ જાહેર નથી કર્યો પોલીસે આ મામલે સીસીટીવી ફૂટેજ સાથે પુરાવા રજૂ કર્યાં છે. ગુનેગારના નામ છુપાવવામાં આવ્યા તે પણ તપાસનો વિષય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
Embed widget