શોધખોળ કરો
Advertisement
Covid-19: જામનગરમાં 14 માસના બાળકનું કોરોનાને કારણે નિપજ્યું મોત
જામનગરમાં કોરાનાના પોઝિટિવ 14 મહિનાના બાળકનું મોત થયું છે.બાળકને 5 તારીખે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું.
જામનગર: રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ચિંતાનજક વધારો થઈ રહ્યો છે. તેની વચ્ચે જામનગરમાં કોરાનાના પોઝિટિવ 14 મહિનાના બાળકનું મોત થયું છે.
બાળકને 5 તારીખે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું. બાળકનું મૃત્યુ મલ્ટી ઓર્ગન ફેલ્યોર, હાર્ટ અને કિડનીના ફેઈલ થવાના કારણે થયું છે. બાળક જ્યારથી એડમિટ થયું હતું, ત્યારથી અત્યાર સુધી વેન્ટિલેટર પર જ હતું.
આ પહેલા પાટણ અને સુરતમાં પણ એક-એક કોરોના દર્દીના મોત થયા હતા. સુરતના રાંદેરમાં 52 વર્ષીય રશીદ પઠાણનું મોત થયું હતું. જ્યારે પાટણમાં પ્રથમ કોરોના પોઝિટિવ આવેલ વ્યક્તિનું મોત નીપજ્યું હતું. સિદ્ધપુરની તમન્ના સોસાયટીમાં રહેતા 45 વર્ષીય યુવકનું ધારપુર સિવિલમાં મોત થયું હતું.
ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 29 કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 175 પર પહોંચી છે. રાજ્યમાં મૃત્યુઆંક વધીને 15 પર પહોંચ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
દુનિયા
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion