શોધખોળ કરો
જામનગરમાં નકલી દારૂ બનાવતી ફેકટરી ઝડપાઈ, જાણો પોલીસે કેટલા લોકોની કરી ધરપકડ
જામનગરમાં નકલી દારૂ બનાવતી ફેકટરી ઝડપાઈ, જાણો પોલીસે કેટલા લોકોની કરી ધરપકડ
નકલી દારુની ફેક્ટરી
1/5

જામનગર: ગુજરાતમાં દારુબંધી હોવા છતા દારુ ખુલ્લેઆમ મળે છે. અવાર-નવાર નકલી દારુ ઝડપાવાના સમાચાર પણ સામે આવતા રહે છે. ત્યારે હવે જામનગરમાં નકલી દારૂ બનાવતી મીની ફેકટરીનો પર્દાફાશ થયો છે.
2/5

જામનગર જિલ્લાના કનસુમરા ગામ નજીક ધમધમતી નકલી દારૂની ફેકટરી પર LCBએ દરોડા પાડ્યા હતા. આ દરમિયાન પોલીસ પણ ચોંકી ગઈ હતી.
3/5

આ દરોડા દરમિયાન મોટી માત્રામાં સ્પિરિટ, નકલી દારૂ ઝડપી લેવામાં આવ્યો છે. આ સાથે જ ફેકટરી પર હાજર ત્રણ શખ્સની ધરપકડ કરવામાં આવી છે.
4/5

આરોપીઓ શેડ ભાડે રાખી નકલી દારૂની ફેકટરી ચલાવતા હતા.કેમિકલ્સમાં સ્પિરિટ ભેળવી નકલી દારૂ બનાવાતો હોવાનો પણ આરોપ છે.
5/5

પોલીસે રેડ કરતા 59 નકલી દારુની બોટલ મળી આવી છે. કેમિકલની અંદર સ્પિરિટ ભેળવીને નકલી દારુ બનાવતા હતા. પોલીસે 3 આરોપીઓને ઝડપી લીધા છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Published at : 18 May 2025 01:31 PM (IST)
આગળ જુઓ
Advertisement





















