શોધખોળ કરો
PM Modi at Vantara: સિંહના બચ્ચાને વ્હાલ કરતા જોવા મળ્યા PM મોદી, જુઓ તસવીરો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જામનગરમાં વનતારા વન્યજીવન બચાવ કેન્દ્રની મુલાકાત લીધી હતી. હવે પીએમ મોદીની આ મુલાકાતનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ સિંહના બચ્ચાને વ્હાલ કરતા જોવા મળે છે.
PM મોદી સિંહના બચ્ચાને વ્હાલ કરતા જોવા મળ્યા હતા
1/10

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જામનગરમાં વનતારા વન્યજીવન બચાવ કેન્દ્રની મુલાકાત લીધી હતી. હવે પીએમ મોદીની આ મુલાકાતનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ સિંહના બચ્ચાને વ્હાલ કરતા જોવા મળે છે. આ વીડિયોમાં અનંત અંબાણી પોતે તેમને વનતારાની વિઝિટ કરાવતા જોવા મળે છે.
2/10

પીએમ મોદીએ વનતારામાં અલગ અલગ સુવિધાઓનો અભ્યાસ કર્યો અને વન્યજીવ હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી. તેમણે પશુચિકિત્સા સુવિધાઓની પણ મુલાકાત લીધી હતી. નોંધનીય છે કે અહીં પ્રાણીઓ માટે MRI, CT સ્કેન, ICU અને બીજી ઘણી સુવિધાઓ છે.
3/10

વનતારામાં પ્રાણીઓ માટે અનેક વિભાગો છે જેમાં વન્યજીવન એનેસ્થેસિયા, કાર્ડિયોલોજી, નેફ્રોલોજી, એન્ડોસ્કોપી, દંત ચિકિત્સા, દવાનો સમાવેશ થાય છે.
4/10

વનતારામાં પીએમ મોદી એશિયાઈ સિંહ, સફેદ સિંહ, ક્લાઉડેડલ લેપર્ડ, કૈરાકલ અને પ્રજાતિઓના પ્રાણીઓના બચ્ચાઓ સાથે રમતા જોવા મળ્યા હતા.
5/10

તેમણે સિંહના બચ્ચાંને પણ ખવડાવ્યું હતું. પીએમ મોદીએ જે સફેદ સિંહના બચ્ચાને ખવડાવ્યું હતું તેનો જન્મ વનતારામાં થયો હતો. તેની માતાનું રેસ્ક્યૂ કરાયું હતું અને વનતારા લાવવામાં આવી હતી.
6/10

પીએમ મોદીએ વનતારા સ્થિત વન્યજીવન હોસ્પિટલની મુલાકાત લીધી અને ત્યાં જંગલી પ્રાણીઓની સારવાર માટેની વ્યવસ્થાનું નીરિક્ષણ કર્યું હતું. અહીં પ્રાણીઓ માટે MRI, CT સ્કેન, ICU વગેરેની વ્યવસ્થા છે.
7/10

આ સાથે એનેસ્થેસિયા, કાર્ડિયોલોજી, નેફ્રોલોજી, એન્ડોસ્કોપી અને ડેન્ટલ ટ્રીટમેન્ટ સહિત લગભગ દરેક વિભાગ છે. પ્રધાનમંત્રીએ હોસ્પિટલના એમઆરઆઈ રૂમની પણ મુલાકાત લીધી. અહીં એક એશિયાઈ સિંહનો MRI કરવામાં આવી રહ્યો હતો. તેઓ ઓપરેશન થિયેટરમાં પણ ગયા હતા.
8/10

વનતારામાં પીએમ મોદીએ એક વિશાળ અજગર, એક અનોખો બે માથાવાળો સાપ, બે માથાવાળો કાચબો, એક વિશાળ ઓટર, બોંગો અને સીલ પણ જોયા હતા. તેમની મુલાકાત દરમિયાન પીએમ મોદીએ એશિયાટિક સિંહના બચ્ચા, સફેદ સિંહના બચ્ચાઓને વ્હાલ કર્યું હતું. અહીં ખાસ વાત એ છે કે આ બધા પ્રાણીઓ દુર્લભ અને લુપ્તપ્રાય પ્રજાતિઓ છે.
9/10

વનતારા એ પ્રખ્યાત ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીની પહેલ છે. તે ગુજરાતના જામનગરમાં 3 હજાર એકર વિસ્તારમાં બનાવવામાં આવ્યું છે. 'વનતારા' સ્ટાર ઓફ ધ ફોરેસ્ટ હેઠળ પ્રાણીઓને બચાવવામાં આવે છે અને તેમની સંભાળ રાખવામાં આવે છે.
10/10

એક રીતે આ પ્રાણીઓના સંરક્ષણ અને બચાવ માટેનું કેન્દ્ર છે. વનતારા 2,000થી વધુ પ્રજાતિઓના બચાવવામાં આવેલા પ્રાણીઓનું ઘર છે.
Published at : 04 Mar 2025 12:24 PM (IST)
આગળ જુઓ





















