શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
જામનગર કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસે 27 ઉમેદવારો કર્યા જાહેર, જાણો કેટલી મહિલાને આપી ટિકિટ
જામનગરમાં 16 વોર્ડ અને 64 બેઠક પૈકી SC માટે 4 જેમાંથી 2 મહિલા અનામત અને એક બેઠક ST મહિલા માટે રહેશે.
જામનગરઃ ગુજરાતમાં 6 મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના ઉમેદવારીપત્રો ભરવાની શરૂઆત થઈ ગઈ છે તેથી રાજ્યના બે મુખ્ય રાજકીય પક્ષોમાં ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા તેજ બની છે.
ભાજપ હજુ ઉમેદવારોની પસંદગી અંગે મનોમંથન કરી રહ્યો છે ત્યારે ગુજરાત કોંગ્રેસે સોમવારે વડોદરા, સુરત, જામનગર, ભાવનગર, રાજકોટ મહાનગરપાલિકાના કેટલાક વોર્ડના ઉમેદવારોની જાહેરાત કરી છે.
જામનગર 27 ઉમેદવારોનાં નામોની જાહેરાત કોંગ્રેસે કરી છે. જેમાંથી 13 મહિલાને ટિકિટ ફાળવી છે. જામનગરમાં 16 વોર્ડ અને 64 બેઠક પૈકી SC માટે 4 જેમાંથી 2 મહિલા અનામત અને એક બેઠક ST મહિલા માટે રહેશે. 6 બેઠક પછાત વર્ગ માટે રહેશે તો 3 મહિલા અનામત માટે રહેશે. 32 બેઠક મહિલાઓ માટે અનામત રાખવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
બિઝનેસ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion