શોધખોળ કરો

Jamnagar: સાંસદ પૂનમ માડમે રિવાબાને આપી જન્મ દિવસની શુભકામના, વિવાદ બાદ એક મંચ પર જોવા મળ્યા મેયર,ધારાસભ્ય અને સાંસદ

જામનગર: આજરોજ ધારાસભ્ય રિવાબા જાડેજાનો જન્મદિવસ અનોખી રીતે ઉજવવામાં આવ્યો હતો. આ નિમિત્તે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, સાંસદ પૂનમ માંડમ અને જામનગરના મેયર પણ ઉપસ્થિતિ રહ્યા હતા.

જામનગર: આજરોજ ધારાસભ્ય રિવાબા જાડેજાનો જન્મદિવસ અનોખી રીતે ઉજવવામાં આવ્યો હતો. આ નિમિત્તે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, સાંસદ પૂનમ માંડમ અને જામનગરના મેયર પણ ઉપસ્થિતિ રહ્યા હતા. થોડા દિવસ પહેલા થયેલા વિવાદ બાદ આ ત્રણેય મહિલા નેતાઓ એક સાથે જોવા મળ્યા હતા. આજે જામનગર ખાતે સપ્તરંગી સેવા –યજ્ઞ મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રંસગે 78 જામનગર ઉત્તર વિધાનસભામાં દરેક વોર્ડમાં આધારકાર્ડમાં સુઘારો, આયુષ્યમાન કાર્ડ કઢાવી આપવા, જન ધન બેંક ખાતા ખોલાવી આપવા સહિતના જન સેવા કેમ્પનું ઉદ્ધાટન પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે કરવામાં આવ્યું . 

આ પ્રસંગે સાંસદ પુનમ માડમે સંબોધન કરતા જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર  તેનો જન્મદિવસ સેવાયજ્ઞના માધ્યમથી ઉજવતો હોય છે ત્યારે આજે ધારાસભ્ય રિવાબા જાડેજાના જન્મદિવસ પ્રસંગે આજે સેવાકીય કાર્યક્રમ યોજાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી  હમેંશા કાર્યકર્તાઓ પાસે તેમના જન્મદિવસે સેવાકીય પ્રવૃતિ કરવા પ્રેરણા આપતા રહ્યા છે. આજે ધારાસભ્ય  રિવાબાએ તેમનો જન્મદિવસ પણ સેવાકીય પ્રવૃતિ કરી ઉજવ્યો છે. આજે આ કાર્યક્રમમાં કેન્દ્ર અને રાજય સરકારની યોજનાઓનો લાભ વધુમાં વધુ પહોંચે તેવો પ્રયત્ન થઇ રહ્યો છે. 

Jamnagar: સાંસદ પૂનમ માડમે રિવાબાને આપી જન્મ દિવસની શુભકામના, વિવાદ બાદ એક મંચ પર જોવા મળ્યા મેયર,ધારાસભ્ય અને સાંસદ

આ પ્રસંગે પ્રભારી મંત્રી મુળુ બેરાએ રિવાબા જાડેજાને જન્મદિન નિમિત્તે શુભકામના પાઠવતા જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર સત્તામા નહી પણ જવાબદારી પુર્વક જનતાને કેવી રીતે મદદ કરી શકે તેના સંસ્કાર મળતા રહ્યા છે. કેન્દ્ર અને રાજય સરકારની યોજના જાણકારી છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે પ્રદેશ અધ્યક્ષનું માર્ગદર્શન મળતુ હોય છે. 

આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે સંબોધન કરતા જણાવ્યું કે, આજે ધારાસભ્ય રિવાબા જાડેજાના જન્મદિવસ નિમિતે સેવાકીય કાર્યક્રમ યોજાયો છે. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ક્યારેય સામાન્ય હોતો નથી પણ સામાન્ય વ્યકિત છે. ધારાસભ્ય રિવાબા જાડેજાએ 1251 જેટલા અલગ અલગ લાભાર્થીઓને મદદરૂપ થવાનો કાર્યક્રમ યોજ્યો. 

પાટીલે વધુમાં જણાવ્યું કે દેશમાં લોકસભા ચૂંટણી આવી રહી છે ત્યારે વિરોઘી પાર્ટીઓ એક થઇ છે પરંતુ કેટલીક વિરોધી રાજકીય પાર્ટીઓ પાસે તો કોઇ પ્રતિનિધિત્વ કરી શકે તેવો કાર્યકર જ નથી અને તેમને વિશ્વાસ પણ છે કે આ ચૂંટણીમાં તેમનો ઉમદેવાર ચૂંટાઇને આવવાનો નથી. ઇન્ડિયાના નામે ફંડ ભેગુ કરવા જોડાઇ ગયા હોય તેમ લાગે છે. દેશની જનતા તેમના કામને જાણે છે. આજે મતદાર જાગૃત છે. દેશને નુકશાન કરવાવાળાને જનતા ક્યારેય માફ કરતી નથી. કેટલાક રાજકીય લોકોને કેટલાક અભરખા થતા હોય છે અને આ અભરખા પુરા કરવા આપણો દેશ યોગ્ય સ્થળ છે તેમ તેમને લાગતું હોય છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય, PAK-કેનેડા કરતાં પણ વધારે.....
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેનેડાને પૂરું કરોHun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે તો સુધરોVav by-Poll 2024: વાવ ચૂંટણીમાં હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, હર્ષ સંઘવી અને ગુલાબસિંહ રાજપૂત વચ્ચે શાબ્દિક જંગIsudan Gadhvi: અમદાવાદમાં AAPના કાર્યાલયમાં તાળું તૂટ્યું, મહત્ત્વની વસ્તુ ચોરાયાનો ઈસુદાનનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય, PAK-કેનેડા કરતાં પણ વધારે.....
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
Chhath Puja 2024: છઠ પૂજા પર કરો આ કામ, પિતૃ દોષમાંથી મળશે મુક્તિ, બાળકો રહેશે ખુશ
Chhath Puja 2024: છઠ પૂજા પર કરો આ કામ, પિતૃ દોષમાંથી મળશે મુક્તિ, બાળકો રહેશે ખુશ
2025 માં આવશે Reliance Jio IPO, સૌથી મોટા આઈપીઓને લઈને મોટા સમાચાર
2025 માં આવશે Reliance Jio IPO, સૌથી મોટા આઈપીઓને લઈને મોટા સમાચાર
અરવિંદ કેજરીવાલના નિશાને ભાજપ, કહ્યું - 'ભૂલથી BJP ને વોટ આપ્યો તો દિલ્હીને યુપી-બિહાર...'
અરવિંદ કેજરીવાલના નિશાને ભાજપ, કહ્યું - 'ભૂલથી BJP ને વોટ આપ્યો તો દિલ્હીને યુપી-બિહાર...'
મુંબઈમાં સગીર છોકરી સાથે શારીરિક સંબંધ બાંધતા એક વ્યક્તિનું મોત, મૃત્યુ પહેલા કર્યું હતું આ કામ
મુંબઈમાં સગીર છોકરી સાથે શારીરિક સંબંધ બાંધતા એક વ્યક્તિનું મોત, મૃત્યુ પહેલા કર્યું હતું આ કામ
Embed widget