શોધખોળ કરો

Rain Forecast: જામનગરના આ ગામમાં કુવામાં રોટલો નાખીને કરવામાં આવે છે વરસાદનો વરતારો

Rain Forecast: આજના આધુનિક યુગમાં ટેકનોલોજીનો વ્યાપ ક્યાય પહોચી ગયો છે, ત્યારે પણ ધાર્મિક પરંપરાઓને આજે કેટલાય લોકો અનુસરી રહ્યા છે, આ ગામમાં રોટલના આધારે વરસાદનો વરતારો થાય છે.

Rain Forecast: આજના આધુનિક યુગમાં ટેકનોલોજીનો વ્યાપ ક્યાય પહોચી ગયો છે, ત્યારે પણ ધાર્મિક પરંપરાઓને આજે કેટલાય લોકો અનુસરી રહ્યા છે, ત્યારે આવી જ એક પરંપરા આજથી નહીં પણ દાયકાઓથી જામનગર નજીક આમરા ગામે શરુ થયેલ જે આજે આજ દિવસ સુધી ચાલતી આવે છે. શું આ છે ખાસ પરમ્પરા અને જેનાથી નક્કી થાય કે વરસાદ કેવો રહેશે જોઈએ આ અહેવાલમાં.

Rain Forecast: જામનગરના આ ગામમાં કુવામાં રોટલો નાખીને કરવામાં આવે છે વરસાદનો વરતારો

અમે વાત કરી રહ્યા છીએ જામનગર ખંભાળિયા હાઈવે પર આવેલ આમરા ગામની. જામનગર નજીકના આ ‘આમરા’ ગામમાં રોટલાથી વરસાદનો વરતારો કરવાની પરંપરા આજથી નહિ પરંતુ દાયકાઓથી ચાલી આવતી હોવાનું ગામના સ્થાનિકો જણાવે છે, મનમાં સવાલ ઊભો થશે કે રોટલાથી વરસાદનો વરતારો કેવી રીતે આપી શકાય ? પણ ના, આ ગામના લોકો માટે આ પરંપરામાં પણ એક અનોખો વિશ્વાસ સમાયેલો છે, દર વર્ષ અષાઢ મહિનાનાં પ્રથમ સોમવારે આમરા ગામના ભમરિયા કૂવામાં રોટલા પધરાવી અને વર્ષ કેવું જશે તે નક્કી કરવામાં આવે છે.

Rain Forecast: જામનગરના આ ગામમાં કુવામાં રોટલો નાખીને કરવામાં આવે છે વરસાદનો વરતારો

ખેતી પ્રધાન દેશમાં મોટાભાગના ગામડાના ખેડૂતો સહિતના સ્થાનિકો અહી વર્ષના ભાવિનું અનુમાન નક્કી કરે છે, આમરા ગામમાં દર વર્ષે અષાઢ માસના પ્રથમ સોમવારે કૂવામાં રોટલો પધરાવી તેની દિશાના આધારે વરસાદનો વરતારો જોવામાં આવે છે. આ દિવસે ગ્રામજનો ગામમાં ઢોલ નગારાની સાથે અને તાલે ઉમટી પડે છે, ગામના સતવારા પરિવારના ઘરે બનેલ બાજરીનો રોટલો વાણંદના હાથે મંદિર સુધી લઇ જવામાં આવે છે. કુવા કાઠે આવેલા સતી માતાજીના મંદિરે પ્રથમ પૂજા અર્ચના થાય છે અને ત્યારબાદ ગામના ભમરિયા કૂવામાં ગામના ક્ષત્રિય પરિવારના સભ્યના હાથે કૂવામાં રોટલો પધરાવાય છે. કૂવામાં પડેલા રોટલાની દિશા પરથી વરસાદ કેવો રહેશે ? તેનું અનુમાન કરવાનો અનોખો રીવાજ આ ગામમાં છે.અને આજે પણ આ પરંપરાને ગામ લોકોએ જાળવી હતી

Rain Forecast: જામનગરના આ ગામમાં કુવામાં રોટલો નાખીને કરવામાં આવે છે વરસાદનો વરતારો

દર વર્ષે અષાઢના પ્રથમ સોમવારે સમસ્ત ગામના લોકો ભેગા મળીને આ પરંપરાને આખરી રૂપ આપે છે. આ વિધિ પૂર્વે મંદિરની પૂજા કરીને ધજા ચઢાવાય છે. જો પૂર્વ દિશામાં રોટલો પડે તો સારો વરસાદ થાય અને પશ્ચિમ દિશામાં રોટલો પડે તો ઓછા વરસાદ કે દુષ્કાળની સ્થિતિનું અનુમાન કરવામાં આવે છે. દર વર્ષે માન્યતા સાચી પડતી હોવાની ગામ લોકોને શ્રદ્ધા છે. આ વર્ષે રોટલાની દિશા સારા વરસાદનું સૂચન કરતી હોવાનો આ વિધિ સાથે જોડાયેલા ગ્રામજનોનો દાવો છે.

ટોપ સ્ટોરી

ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા

Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો

Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો

8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર

સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ

Bank Locker Tips: બેંક લોકરમાંથી પૈસા ગાયબ થઈ જાય તો શું કરવું, ક્યાંથી પાછા મળશે?

ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા

Embed widget