શોધખોળ કરો
Advertisement
સી.આર.પાટીલે અમદાવાદ જિલ્લાના ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી, કોષાધ્યક્ષ તરીકે કોના નામ પર મારી મહોર ? જાણો વિગતે
ભારતીય જનતા પાર્ટી દ્વારા અમદાવાદ જીલ્લાના ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી અને કોષાધ્યક્ષ મળી કુલ 20 નામની જાહેરાત કરવામાં આવી છે.
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાકાળ દરમિયાન ફરી સત્તાધારી પક્ષ ભાજપના આંતરિક રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. જેમાં ભાજપના નવા પ્રદેશ સંગઠનની આગામી દિવસોમાં જાહેરાત થઇ શકે છે. નવા સંગઠનમાં પાયાથી ફેરફાર કરવામાં આવે તેવી પણ અટકળો લગાવામાં આવી રહી છે.
આ દરમિયાન આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા અમદાવાદ જીલ્લાના ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી અને કોષાધ્યક્ષ મળી કુલ 20 નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં શૈલેષભાઈ દાવડા, મહેન્દ્રસિંહગ મંડોરી, કાંન્તીભાઈ લકુમ, સહદેવસિંહ ચુડાસમા, રમેશભાઈ ઠાકોર, ભાવીબેન એન પટેલ, મીનાબેન પી પટેલ, પ્રભુભાઈ પટેલની ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે.
નવદીપભાઈ ડોડિયા, સુરેશભાઈ પટેલ અને મયુરભાઈ ડાભી એમ ત્રણ લોકોની મહામંત્રી તરીકે વરણી કરવામાં આવી છ. જ્યારે ભરતભાઈ મેર, રાજુભાઈ ઠાકોર, મહેન્દ્રભાઈ પટેલ, લીનાબેન પટેલ. ભારતીબેન રાણા, માધવીબેન દીક્ષીત, માણેકબેન પરમાર, કિર્તીબેન આચાર્યની મંત્રી તરીકે વરણી કરાઈ છે. ચેતન સિંહ ચાવડાના નામની કોષાધ્યક્ષ તરીકે જાહેરાત કરવામાં આવી છે.
મોદી સરકારના મંત્રીએ કહ્યું, કેટલાક ઉદ્યોગપતિઓના ઈશારે કૃષિ સુધારણા કાયદા પાસ કરવામાં આવ્યા ? જાણો શું છે હક્કીત
10 ડિસેમ્બરે મોદી નવા સંસદ ભવનનો કરશે શિલાન્યાસ, જાણો કેવી છે વિશેષતા
Apple ભારતમાં બનાવશે iPhone, જાણો ક્યાં નાંખશે પ્લાન્ટ ?
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion