એપલ ફોન બનાવતી સૌથી મોટી મેન્યુફેક્ચરર ફોક્સકોન આઇફોન 11 સહિત બીજા ફોનના મેન્યુફેક્ચરિંગ તમિલનાડુના શ્રી પેરંબુદૂરમાં કરી રહી છે. ટાટા ગ્રુપનું ઇલેક્ટ્રોનિક એકમ ટાટા ઇલેક્ટ્રોનિક્સને તમિલનાડુના ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેંટ કોર્પોરેશને (ITDC) 500 એકર જમીન ઉપલબ્ધ કરાવી છે.
2/5
હવે સરકારની કોશિશ એપલ જેવી કંપનીઓ આવીને તેમની સાથે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ભાગીદારી કરે તેવી છે. એપલ સરકારની પ્રોડક્શન લિંકડ ઈનસેંટિવનો લાભ ઉઠાવશે. (તમામ તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે)
3/5
ભારતમાં હાજર મોટાભાગની કંપનીઓ એસેંબલી લાઇન તરીકે કામ કરી રહી છે અને તેમની મેન્યુફેક્ચરિંગ ક્ષમતા ઘણી ઓછી છે. જેના કારણે મોટાભાગના સ્માર્ટફોન અને કંપોનેંટ મેન્યુફેક્ચરિગં માટે ચીન ઉપરાંત બીજા દેશોમાં પોતાનો મેન્યુફેક્ચરિંગ બેસ સ્થાપિત કરનારી એપલ જેવી કંપનીઓ અત્યાર સુધી ભારત નહોતી આવી રહી.
4/5
નવી દિલ્હીઃ ટાટા ગ્રપે હવે કંપોનેંટ મેન્યુફેક્ચરિંગમાં ઉતરવાનો ફેંસલો કર્યો છે. ગ્રુપ આ માટે તમિલનાડુના હોસુરમાં 5000 કરોડ રૂપિયાના ખર્ચે ઈન્ડસ્ટ્રિયલ કોમ્પલેક્સ બનાવશે. હિંદુ બિઝનેસ લાઇનના રિપોર્ટ મુજબ તેમાં એપલ ફોનના કંપોનેંટ બનશે. એપલ ધીમે ધીમે તેનો મેન્યુફેક્ચરિંગ બેસ અમેરિકાથી બહાર લઇ જવા માંગે છે.
5/5
ટાટા સંસના ગ્રુપ ચેરમેન એન.ચંદ્રેશખરનની યોજનાઓ મુજબ ટાટા સન્સના પૂર્ણ માલિકીની કંપની ટાટા ઈલેક્ટ્રોનિક્સ આ યોજના માટે અસલી જમા પાસું રહેશે. શરૂઆત આઈફોન કોસ્ટિંગથી થશે અને બાદ દક્ષિણ કોરિયા, જાપાનની ઓરિજનલ ઈક્વિપમેંટ મેન્યુફેક્ચરર્સ સાથે ભાગીદારી કરશે.