શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતમાં કોર્પોરેશન, જિલ્લા-તાલુક પંચાયતો, નગરપાલિકાની ચૂંટણી ફેબ્રુઆરીમાં, જાણો ક્યારે જાહેર થશે કાર્યક્રમ ?
ચૂંટણી જાહેરાત પહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રવિવાર સુધી કાર્યક્રમોનું ભરચક શિડ્યૂલ બનાવી દીધું છે અને આજે મળનારી કેબિનેટ બેઠક પર રદ્દ કરી છે. જેના કારણે રવિવાર પછી ગમે ત્યારે ચૂંટણી જાહેરાત થાય તેવી શક્યતા છે.
અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની ગમે ત્યારે જાહેરાત થઈ શકે છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ભાજપ, કોંગ્રેસે તૈયારી પણ શરૂ કરી દીધી છે. કેજરીવાલની આમ આદમી પાર્ટીએ પણ રાજ્યમાં જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. આ દરમિયાન અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમએ મંગળવારે ગુજરાત પ્રમુખની જાહેરાત કરી છે. ચૂંટણી જાહેરાત પહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રવિવાર સુધી કાર્યક્રમોનું ભરચક શિડ્યૂલ બનાવી દીધું છે અને આજે મળનારી કેબિનેટ બેઠક પર રદ્દ કરી છે. જેના કારણે રવિવાર પછી ગમે ત્યારે ચૂંટણી જાહેરાત થાય તેવી શક્યતા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સોમવારે કોર્પોરેશન, જિલ્લા-તાલુક પંચાયતો, નગરપાલિકાની ચૂંટણી તારીખ જાહેર થઈ શકે છે. ચૂંટણી પંચે ઇવીએમ બનાવતી ભારત સરકારની કંપની ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડને જણાવ્યું હતું કે તેમને વધુ સાતથી આઠ હજાર જેટલાં ઇવીએમ બનાવી આપવામાં આવે. પરંતુ કોરોનાકાળને કારણે હાલ કંપનીના પ્રોડક્શન પર અસર થઇ હોવાથી ગુજરાતને નવા ઇવીએમ ફાળવી શકાશે નહીં તેવું જણાવાયું છે. 2015 પહેલાં યોજાયેલી ચૂંટણી દરમિયાન મળેલા 21,500 જેટલાં ઇવીએમથી જ કામ ચલાવવું પડશે. આ તરફ આ ઇવીએમ સાથે વીવીપેટ મૂકાય તેવી પણ હવે કોઇ શક્યતા નથી, તેમ રાજ્ય સરકારના સૂત્રોએ જણાવ્યું હતું.
સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે 25 ફેબ્રુઆરી સુધીમાં મતદાન પણ પૂર્ણ થઈ જશે. મહામારીને પગલે રાજ્ય ચૂંટણી પંચે તમામ ચૂંટણીઓની મુદ્દતમાં ત્રણ માસનો વધારો કર્યો હતો. રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ 6 મહાનગરપાલિકા, 55 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયતો, 231 તાલુકા પંચાયતોની મુદત 2020માં પૂર્ણ થઇ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
મનોરંજન
Advertisement
gujarati.abplive.com
Opinion