Maharashtra:નાસિકમાં ચાલતી બસમાં ભીષણ આગ, 11 લોકો જીવતા સળગતા કમકમાટીભર્યા મોત, 15થી વધુ ઘાયલ
Nashik Bus Fire:મહારાષ્ટ્રના નાસિક-ઔરંગાબાદ રૂટ પર નંદુરનાકા નામના સ્થળે બસમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. મળતી માહિતી મુજબ મૃત્યુઆંક હવે 11 જણાવવામાં આવી રહ્યો છે.
Nasik Bus Fire:મહારાષ્ટ્રના નાસિક-ઔરંગાબાદ રૂટ પર નંદુરનાકા નામના સ્થળે બસમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. મળતી માહિતી મુજબ મૃત્યુઆંક હવે 11 જણાવવામાં આવી રહ્યો
છે.
મહારાષ્ટ્રના નાસિકમાં એક દર્દનાક ઘટના સામે આવી છે. અહીં એક બસમાં ભીષણ આગ ફાટી નીકળી છે. આ અકસ્માત નાશિક-ઔરંગાબાદ રૂટ પર નંદુરનાકા નામના સ્થળે થયો હતો. મળતી માહિતી મુજબ આ દુર્ઘટનામાં ઘણા લોકો દાઝી ગયા હોવાના અહેવાલ છે. નાસિક પોલીસે પણ આ ઘટનાની પુષ્ટિ કરી છે. અકસ્માતની પુષ્ટિ કરતા ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ અમોલ તાંબેએ કહ્યું કે તેમાં કેટલાક લોકોના મોત થયા છે. હાલ મૃત્યુઆંક 11 જણાવવામાં આવી રહ્યો છે.
નાસિક પોલીસે જણાવ્યું છે કે, "શુક્રવારે રાત્રે બસમાં લાગેલી આગમાં ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા છે. મૃતદેહો અને ઘાયલ લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, અમે હજુ પણ મૃત્યુઆંક વધી શકે છે, મળતી માહિતી મુજબ, બસ યવતમાલથી મુંબઈ જઈ રહી હતી.
મુંબઈ જઈ રહેલું ટ્રેલર બસ સાથે અથડાયું
ધુલેથી મુંબઈ જઈ રહેલું ટ્રેલર બસ સાથે અથડાઈ જતાં આ અકસ્માત થયો હતો. જેમાં આઠથી દસ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અકસ્માતમાં ઘાયલોને ફાયર બ્રિગેડ દ્વારા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. ટ્રાવેલ કંપનીના માલિક ગુડ્ડુએ જણાવ્યું કે સ્લીપર બસમાં લગભગ 30 મુસાફરો હતા. ઘાયલોની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
Maharashtra | Nashik Police confirms that several people are feared to be dead as a bus caught fire in Nashik last night. Further details awaited. pic.twitter.com/s75A6RnYHO
— ANI (@ANI) October 8, 2022
નાસિક-ઔરંગાબાદ રોડ પર હોટેલ મિર્ચ ચોક ખાતે વહેલી સવારે એક ખાનગી પેસેન્જર બસ ખાખ થઈ ગઈ હતી. આગ એટલી ગંભીર હતી કે આઠથી દસ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ અકસ્માત સવારે 4.20 કલાકે થયો હતો.જેમાં ટ્રકનું ડીઝલ ફાટતા આગ ફેલાઈ ગઈ હતી જ્યારે બીજી તરફ બસે અન્ય ફોર વ્હીલરને ટક્કર મારી હતી. થોડી જ વારમાં બસમાં વિસ્ફોટ થયો અને આગ લાગી હતી