Omicron case: કોરોનાનો વધતો જતો કેર, ગુજરાતમાં વધુ એક અને મહારાષ્ટ્રમાં નોંધાયા 2 કેસ, જાણો અન્ય રાજ્યમાં શું છે સ્થિતિ
ઓમિક્રોન વેરિઅન્ટના બે કેસ મહારાષ્ટ્રમાં અને એક વધુ ગુજરાતમાં મળી આવ્યા છે. મહારાષ્ટ્રના બંને દર્દીઓ તાજેતરમાં દુબઈ ગયા હતા
ઓમિક્રોન વેરિઅન્ટના બે કેસ મહારાષ્ટ્રમાં અને એક વધુ ગુજરાતમાં મળી આવ્યા છે. મહારાષ્ટ્રના બંને દર્દીઓ તાજેતરમાં દુબઈ ગયા હતા અને ગુજરાતના દર્દીઓ દક્ષિણ આફ્રિકા ગયા હતા. આ સહિત મહારાષ્ટ્રમાં ઓમિક્રોન કેસની સંખ્યા વધીને 20 જ્યારેને ગુજરાતમાં ચાર થઈ ગઈ છે. દેશભરમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના 41 કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગે કહ્યું કે, સંક્રમિતોમાં પુણેની એક મહિલા અને લાતુરનો 33 વર્ષનો યુવક છે. બંને દુબઈ ગયા હતા. જો કે આ બંનેનામાં કોઇ પ્રકારના લક્ષણો નથી. બંને દર્દીઓ વેક્સિનના બંને ડોઝ લીધેલા છે.
આ તમામ દર્દીના સંપર્કમાં આવેલા ત્રણ લોકોનો તપાસ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ગુજરાતનો ચોથો ઓમિક્રોન સંક્રમિત સુરતનો 42 વર્ષીય પુરુષ છે. દિલ્હી એરપોર્ટ પર તપાસમાં તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. કેરળથી સંક્રમિત ઓમિક્રોનના સંપર્કમાં આવેલા 36 લોકોને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. તે જ સમયે, રાજ્યો દ્વારા કોરોનાના આ નવા પ્રકારને લઈને વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં રવિવારે ફરજિયાત રસીકરણ અસરકારક બન્યું. હવે લોકોએ દરેક સમયે રસીકરણનું પ્રમાણપત્ર સાથે રાખવું પડશે. પ્રમાણપત્ર ન હોય તેવા લોકોને દંડ ફટકારવામાં આવશે.
દેશમાં કોરોનાની સ્થિતિ
- 4 કલાકમાં 7,350 નવા કેસ
- કુલ સક્રિય કેસ 93,456
- 24 કલાકમાં 19.10 લાખનું રસીકરણ
છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 10 હજારની નીચે રહી છે. જો કે, ઓમિક્રોન વેરિઅન્ટના કેસ ધીમે ધીમે વધી રહ્યા છે જે ચિંતાનું કારણ છે. સક્રિય કેસ પણ દોઢ વર્ષ પછી ઘટીને 91,456 પર આવી ગયા છે, જે કુલ કેસના 0.26 ટકા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 7,350 નવા કેસ સામે આવ્યા છે અને 202 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. આ દરમિયાન આઠસોથી વધુ એક્ટિવ કેસમાં પણ ઘટાડો થયો છે. દર્દીઓના સાજા થવાના દરમાં સુધારો થયો છે અને મૃત્યુદર સ્થિર રહ્યો છે.