(Source: ECI/ABP News/ABP Majha)
US Mass Shooting: અમેરિકા ફરી ફાયરિંગના કારણે ધણધણી ઉઠ્યું, ટેક્સાસ બાદ ઓકલાહોમામાં 4ની હત્યા અનેક ઘાયલ
US Mass Shooting:કહેવામાં આવી રહ્યું છે કે, હુમલાખોર અચાનક પોતાની બંદૂક સાથે ઘટનાસ્થળે પહોંચી ગયો અને ફાયરિંગ શરૂ કરી દીધું. ત્યાં હાજર ઘણા લોકોને ગોળી વાગી હતી, જેમાંથી ચારના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
US Mass Shooting:કહેવામાં આવી રહ્યું છે કે, હુમલાખોર અચાનક પોતાની બંદૂક સાથે ઘટનાસ્થળે પહોંચી ગયો અને ફાયરિંગ શરૂ કરી દીધું. ત્યાં હાજર ઘણા લોકોને ગોળી વાગી હતી, જેમાંથી ચારના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
અમેરિકામાં સામૂહિક ગોળીબાર ચાલુ છે. અમેરિકાના ટેક્સાસમાં થયેલા હત્યાકાંડ બાદ હવે ઓક્લાહોમામાં પણ અનેક લોકોને ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. ટૂલ્સામાં સેન્ટ ફ્રાન્સિસ હોસ્પિટલ કેમ્પસ પાસે થયેલા ગોળીબારમાં ચાર લોકોના મોત થયા છે. બાદમાં પોલીસે આ હુમલાખોરને પણ ઠાર કર્યો હતો. ફાયરિંગની આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ પણ થયા છે, જેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
હુમલાખોરે લોકો પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું
કહેવામાં આવી રહ્યું છે કે હુમલાખોર અચાનક પોતાની બંદૂક સાથે ઘટનાસ્થળે પહોંચી ગયો અને ફાયરિંગ શરૂ કરી દીધું. ત્યાં હાજર ઘણા લોકોને ગોળી વાગતાં ઘાયલ થયા હતા. જેમાંથી ચારના ઘટનાસ્થળે જ મોત થયા હતા. બાકીના લોકોએ કોઈક રીતે પોતાનો જીવ બચાવ્યો. થોડીવાર પછી પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને હુમલાખોરને ઠાર કર્યાં હતા. પોલીસે હજુ સુધી હુમલાખોરની ઓળખ અંગે કોઈ માહિતી જાહેર કરી નથી.
અમેરિકામાં વારંવાર ગોળીબારની ઘટનાઓ
તમને જણાવી દઈએ કે અમેરિકામાં વર્ષ 2022 દરમિયાન અત્યાર સુધીમાં સામૂહિક ગોળીબારની 233 ઘટનાઓ નોંધાઈ છે. તાજેતરમાં જ ટેક્સાસની એક સ્કૂલમાં ઘૂસીને હુમલાખોરે 18 માસૂમ બાળકોને પોતાનો શિકાર બનાવ્યો હતો. આ હુમલામાં અન્ય ત્રણના મોત થયા હતા. આ ચોંકાવનારી ઘટના બાદ અમેરિકામાં બંદૂકને લઈને કડક કાયદાની સતત ચર્ચા થઈ રહી છે. પરંતુ આ ચર્ચા વચ્ચે સતત સામૂહિક શૂટની ધટનાનો સિલસિલ ચાલું જ છે.
ગાંધીનગરઃ VCE કર્મચારીઓએ 22 દિવસ બાદ હડતાળ સમેટી, જાણો સરકારે કર્મચારીઓને શું ચિમકી આપી
રાજ્યમાં ઘણા સમયથી ચાલી રહેલી VCE (વિલેજ કમ્પ્યુટર ઓપરેટર) કર્મચારીઓની હડતાળ હવે સમેટાઇ ગઈ છે. 22 દિવસની હડતાળ બાદ પણ સરકારે મચક ના આપતાં હવે હડતાળ સમેટવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, સરકારે આ કર્મચારીઓને સરકારે ચિમકી આપી હતી કે, જો તમે હડતાળ નહી સમેટી તો તેમને નોકરી પરથી છુટા કરી દેવામાં આવશે. સરકારની આ ચિમકી બાદ VCE કર્મચારીઓએ તેમની હડતાળ સમેટી લીધી છે. જો કે સરકારે VCE કર્મચારીઓને તેમને મળતા કમિશનમાં વધારો કર્યો છે અને 5 રુપીયા કમિશન વધારવાનો નિર્ણય કર્યો છે.
કર્મચારીઓની આ હતી માંગણીઓઃ
રાજ્યમાં 11,000થી વધુ વિલેજ કમ્પ્યુટર ઓપરેટર ગ્રામપંચાયતમાં ફરજ બજાવે છે. VCE કર્મચારીઓએ એવી માગણીઓ સાથે હડતાળ શરુ કરી હતી કે, સરકાર તેમને સામાન્ય કમિશન આપે છે, અને તે પણ નિયમિત નથી મળતું. જેથી કરીને આ કર્મચારીઓને નિયત પગાર ધોરણ પર લેવા, નોકરીની સુરક્ષા આપવી તેમજ સરકારી લાભો આપવા સહિતની માગણી કરાઈ હતી. ગ્રામપંચાયત કમ્પ્યૂટર સાહસિક (ઓપરેટર) મંડળના મહામંત્રીએ હડતાળ સમયે જણાવ્યું હતું કે, બે વર્ષ પહેલાં પણ આ માંગણીઓ આંદોલન કર્યું હતું ત્યારે સરકારે ખાતરી આપી હતી પરંતું હજુ પણ પ્રશ્નો ઉકેલાયા નથી.