શોધખોળ કરો

LokSabha Election Live 2024: સાબરકાંઠા બાદ અમરેલી ભાજપમાં ભડકાના એંધાણ, ભરત સુતરીયાના વિરોધમાં લાગ્યા પોસ્ટર

સાબરકાંઠાના ઉમેદવારને લઈ ભાજપમાં ઉકળતો ચરૂ જેવી સ્થિતિ છે. ત્યારે આંતરિક લાવારસને શાંત પાડવા CM ખુદ સક્રિય થયા છે. મુખ્યમંત્રી નિવાસસ્થાને આજે બેઠક બોલાવાઈ છે

Key Events
Meeting held d by CM Bhupendra Patel in Sabarkantha, then Rajput Sanstha protest against Rupala, know loksabha election updates LokSabha Election Live 2024: સાબરકાંઠા બાદ અમરેલી ભાજપમાં ભડકાના એંધાણ, ભરત સુતરીયાના વિરોધમાં લાગ્યા પોસ્ટર
અમરેલીમાં પોસ્ટર વોર

Background

Lok sabha 2024 Live Update:2024ની લોકસભા ચૂંટણીમાં ઈતિહાસ રચાશે તે નિશ્ચિત છે. નરેન્દ્ર મોદીની ભાજપ સરકાર જીતની હેટ્રિક કરશે તો પણ ઈતિહાસ સર્જાશે. નરેન્દ્ર મોદી સતત ત્રણ ટર્મ માટે વડાપ્રધાન પદ માટે ચૂંટાયેલા પ્રથમ બિન-કોંગ્રેસી નેતા હશે. જો પરિણામ ભાજપની વિરુદ્ધ જશે તો પણ ઈતિહાસ બની જશે. 2024ની હરીફાઈ નરેન્દ્ર મોદી અને વિપક્ષની છે. રાજકીય દૃષ્ટિકોણથી તેને NDA vs India એલાયન્સ નામ આપવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાવો કર્યો છે કે લોકસભાની ચૂંટણીમાં ભાજપને 370 સીટો મળશે અને એનડીએ વંશને 400+ સીટો મળશે. કોંગ્રેસ, ટીએમસી, આમ આદમી પાર્ટી, સમાજવાદી પાર્ટી, રાષ્ટ્રીય જનતા દળ, એનસીપી શરદ પવાર, શિવસેના, ડીએમકે, સીપીઆઈ સહિત ઘણા પક્ષો એનડીએ સામે લડવા માટે એક થયા છે.

બિહારમાં જેડીયુ, લોક જનશક્તિ પાર્ટી અને એચએએમ એનડીએ સાથે છે જ્યારે યુપીમાં ભાજપે સુભાસપ, આરએલડી અને અપના દળ (સોનેલાલ) સાથે ગઠબંધન કર્યું છે. રાજકીય વિશ્લેષકોની નજર હિન્દી બેલ્ટના ચાર મોટા રાજ્યો યુપી, બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન ઉપરાંત દિલ્હી, હરિયાણા, છત્તીસગઢ અને ઝારખંડ પર ટકેલી છે. 2019ની સામાન્ય ચૂંટણીમાં ભાજપ અને NDAએ 95 ટકાથી વધુ બેઠકો જીતી હતી. આ ઉપરાંત ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ ભાજપને મોટો ફાયદો થયો છે. 2024ની ચૂંટણી કોંગ્રેસ પાર્ટી માટે અસ્તિત્વની લડાઈ સમાન છે. આ સિવાય પ્રાદેશિક પક્ષોનું ભવિષ્ય પણ મે મહિનામાં યોજાનારી ચૂંટણીના પરિણામો પર નિર્ભર છે. અત્યાર સુધી, પશ્ચિમ બંગાળમાં ટીએમસી અને પંજાબમાં આમ આદમી પાર્ટી એવી બે પાર્ટીઓ તરીકે ઉભરી આવી છે જે પોતપોતાના રાજ્યોમાં ભાજપને સખત સ્પર્ધા આપી રહી છે. મહારાષ્ટ્રમાં શિવસેના અને એનસીપી વચ્ચે વિભાજન થયા બાદ વિપક્ષની સ્થિતિ નબળી પડી છે.

17મી લોકસભાનો કાર્યકાળ 16 જૂન, 2024ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. 97 કરોડ નોંધાયેલા મતદારો છે. 10.5 લાખ મતદાન મથકો છે. લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કો 19 એપ્રિલથી શરૂ થશે અને તમામ સાત તબક્કાના મતદાન બાદ 4 જૂને ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવશે.

14:51 PM (IST)  •  30 Mar 2024

અમરેલી ભાજપમાં વિખવાદ? ઉમેદવાર બદલવાની માંગના લાગ્યા પોસ્ટર

 એક બાજુ રાજકોટ લોકસભાના ઉમેદવાર પરષોતમ રૂપાલાના ક્ષત્રિય સમાજ પરના વિવાદિત નિવેદનથી ક્ષત્રિય સમાજમાં નારાજગી છે. ઠેર ઠેર રાજપૂત સમાજ રૂપાલા સામે વિરોધ નોંધાવી રહ્યો  છે. તો બીજી તરફ અમરેલીમાં પણ ભાજપની મુશ્કેલી વધતી હોય તેવા એંધાણ જોવા મળી રહ્યાં છે. ભાજપ ઉમેદવાર ભરત સુતરીયાના વિરોધમાં અહીં  પોસ્ટર લાગ્યાં છે. ધારીના દેવળા ગામે  પોસ્ટર લાગ્યાં છે. અમરેલીમાં ઉમેદવાર બદલવાની માગ સાથેના  પોસ્ટર વોર જોવા મળી રહી છે.અહીંના ઉમેદવાર ભરત સુતરિયે બદવાના પોસ્ટર લાગ્યા છે. જો કે  આ પોસ્ટર કોણે લગાવ્યા તે તપાસનો વિષય છે.

12:43 PM (IST)  •  30 Mar 2024

કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતે પાર્ટીમાંથી આપ્યું રાજીનામું

રાજકોટ લોકસભાના બેઠકના ભાજપના ઉમેદવાર પરષોતમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિશેના વિવાદાસ્પદ નિવેદથી નારાજ કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવત  રાજીનામુ આપ્યુ છે.પરષોતમ રૂપાલાએ કરેલા ક્ષત્રિય સમાજ વિશેના વિવાદિત નિવેદનના કારણે સમગ્ર ક્ષત્રિય સમાજમાં રોષ વ્યાપી ગયો છે. રૂપાલાના નિવેદનનો ક્ષત્રિય સમાજ સતત વિરોધ કરી રહ્યા છે. વિરોધમાં ક્ષત્રિય મહિલા આગેવાન પણ મેદાને આવી છે અને રૂપાલાની ઉમેદવારી પરત ખેંચવા માટે માંગણી કરી રહી છે. તો બીજી તરફ આ તમામ વિવાદ વિરોધના વંટોળ વચ્ચે પગલે કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતે ભાજપમાંથી રાજીનામું આપ્યું છું, રાજ રાજ શેખાવતે ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપતા જ ભાજપમાં મોટો ખડભડાટ જોવા મળી રહ્યો છે.  

Load More
New Update
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો
પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે
રાત્રે મોડે સુધી જાગવું અને અપૂરતી ઊંઘ વધારે છે હાર્ટ એટેકનો ખતરો, રાખો આ કાળજી
રાત્રે મોડે સુધી જાગવું અને અપૂરતી ઊંઘ વધારે છે હાર્ટ એટેકનો ખતરો, રાખો આ કાળજી

વિડિઓઝ

Banaskantha News : બનાસકાંઠા જિલ્લાના થાવરમાં હજુ પણ અનેક લોકો જીવી રહ્યા છે અંધકારમય જીવન
Mehsana Digital Arrest : મહેસાણાના બહુચરાજીના એક તબીબ ડિજિટલ એરેસ્ટનો બન્યા શિકાર
CNG PNG Price Cut: કેન્દ્ર સરકારની નવા વર્ષ પહેલા મોટી ભેટ, 1 જાન્યુ.થી CNG-PNG થશે સસ્તા
Huda Protest News: HUDA ના અમલીકરણના નિર્ણયને ચાલી રહેલા વિરોધ વચ્ચે રાજ્ય સરકારે કર્યો મોટો નિર્ણય
Ram Sutar Death: SOUના શિલ્પકાર રામ સુતારનું નિધન, 101 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો
પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે
રાત્રે મોડે સુધી જાગવું અને અપૂરતી ઊંઘ વધારે છે હાર્ટ એટેકનો ખતરો, રાખો આ કાળજી
રાત્રે મોડે સુધી જાગવું અને અપૂરતી ઊંઘ વધારે છે હાર્ટ એટેકનો ખતરો, રાખો આ કાળજી
1 વર્ષમાં 70% તૂટ્યો આ શેર, હવે માલિકે વેંચ્યો હિસ્સો, રોકાણકારોને રાતા પાણીએ રડવાનો આવ્યો વારો
1 વર્ષમાં 70% તૂટ્યો આ શેર, હવે માલિકે વેંચ્યો હિસ્સો, રોકાણકારોને રાતા પાણીએ રડવાનો આવ્યો વારો
નંબર પ્લેટ, ફાસ્ટેગનો ફોટો અને બેંક એકાઉન્ટમાંથી કપાઈ જશે પૈસા, સંસદમાં કેંદ્રીય મંત્રી ગડકરીએ આપી માહિતી
નંબર પ્લેટ, ફાસ્ટેગનો ફોટો અને બેંક એકાઉન્ટમાંથી કપાઈ જશે પૈસા, સંસદમાં કેંદ્રીય મંત્રી ગડકરીએ આપી માહિતી
સૈયદ મુશ્તાક અલી ટ્રોફી જીતનાર ટીમને કેટલા મળે છે પૈસા? હરિયાણા અને ઝારખંડ વચ્ચે ચાલી રહી છે ફાઈનલ
સૈયદ મુશ્તાક અલી ટ્રોફી જીતનાર ટીમને કેટલા મળે છે પૈસા? હરિયાણા અને ઝારખંડ વચ્ચે ચાલી રહી છે ફાઈનલ
31 ડિસેમ્બર અંતિમ તક! બેંક-આધાર સાથે જોડાયેલા આ 3 કામ નહીં કરો તો નવા વર્ષમાં ફસાઈ જશે તમારા પૈસા 
31 ડિસેમ્બર અંતિમ તક! બેંક-આધાર સાથે જોડાયેલા આ 3 કામ નહીં કરો તો નવા વર્ષમાં ફસાઈ જશે તમારા પૈસા 
Embed widget