શોધખોળ કરો

MEHSANA : પ્રેમી યુગલે ગળાફાંસો ખાઈ કરી આત્મહત્યા, ઝાડ પર લટકતા મળ્યા મૃતદેહ

પ્રેમી  યુવક અને યુવતીનો બંનેના મૃતદેહ હાઇવે પાસે ઝાડ સાથે લટકતા મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

MEHSANA : મહેસાણામાં પ્રેમી યુગલે ગળાફાંસો ખાઈ આત્મહત્યા (Suicide) કરી લીધી છે. પ્રેમી યુવક અને યુવતી બંનેના મૃતદેહ ઝાડ પર લટકતા મળ્યા છે. આ ઘટના મહેસાણાના નુગર બાયપાસ પાસે બની હતી.  આજે 9 માર્ચને વહેલી સવારે ત્યાંથી પસાર થઇ રહેલા રાહદારીએ આ મૃતદેહો જોયા અને આસપાસના લોકોને જાણ કરી હતી. પ્રેમી યુવક અને યુવતીનો બંનેના મૃતદેહ હાઇવે પાસે ઝાડ સાથે લટકતા મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતા જ આસપાસના  લોકોનાં ટોળાં ઊમટી પડ્યાં હતાં. ગામના સરપંચે પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરતાં પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી.

યુવક યુવતી બંને નુગર ગામના વતની 
આત્મહત્યા કરનાર આ મૃતક યુવક અને યુવતી બંને મહેસાણા (Mehsana)ના નુગર ગામના હોવાનું જાણવા મળેલ છે. નુગર ગામમાં રહેતો ઠાકોર ચેતન અને મનીષા ઠાકોર છેલ્લા એક વર્ષથી એકબીજાને પ્રેમ કરતા હતા. આ બંનેના પ્રેમ  વચ્ચે છેલ્લા એક વર્ષથી પ્રેમસંબંધ હતો. અગાઉ પ્રેમસંબંધની જાણ થતા ચેતન અને મનીષા બંનેના પરિવારે તેમને સમજાવ્યાં હતા. ત્યારબાદ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે  મનીષાની સગાઇ અન્ય યુવક સાથે કરી દેવામાં આવી હતી. 

બંને એ રાત્રે જ આત્મહત્યા કરી 
આત્મહત્યા કરનાર મૃતક ચેતન ઠાકોર અને મનીષા ઠાકોરના મૃતદેહ મહેસાણાના નુગર બાયપાસ પાસે વહેલી સવારે  ઝાડ પર લટકતા મળ્યા છે. મૃતક યુવાન ચેતન ઠાકોર રાત્રે 12 વાગ્યા સુધી તેન ઘરે જ હાજર હતો. આથી એવું કહેવામાં આવી રહ્યું છે કે બંનેએ રાત્રે ઘરેથી નીકળીને આત્મહત્યા કરી લીધી હશે.  પ્રેમી યુગલે આત્મહત્યા કરી લેતા બંનેના પરિવાર ઉંડા શોકમાં ગરકાઉં થઇ ગયા છે. મહેસાણા તાલુકા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતક યુવક અને યુવતીના મૃતદેહને મહેસાણા સિવિલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યાં છે  અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 

 

ટોપ સ્ટોરી

Mehsana: 'માતા-પિતાને વૃદ્ધાશ્રમ મોકલનાર સંતાનોનો સામાજિક બહિષ્કાર કરો', હર્ષ સંઘવીની અપીલ!
Mehsana: 'માતા-પિતાને વૃદ્ધાશ્રમ મોકલનાર સંતાનોનો સામાજિક બહિષ્કાર કરો', હર્ષ સંઘવીની અપીલ!
Mehsana: ગણપત યુનિ.ના ચેરમેન ગણપત પટેલનું મોટું નિવેદન, 'સમાજની દીકરીઓ મેડલ જીતે છે, દીકરાઓ દારૂડિયા બન્યા'
Mehsana: ગણપત યુનિ.ના ચેરમેન ગણપત પટેલનું મોટું નિવેદન, 'સમાજની દીકરીઓ મેડલ જીતે છે, દીકરાઓ દારૂડિયા બન્યા'
કોડીનારની બે સગીરાઓનું કરવામાં આવ્યું ધર્મપરિવર્તન, મૌલવી સહિત ચાર સામે નોંધાઈ FIR
કોડીનારની બે સગીરાઓનું કરવામાં આવ્યું ધર્મપરિવર્તન, મૌલવી સહિત ચાર સામે નોંધાઈ FIR
ઊંઝા ઉમિયાધામ ટ્રસ્ટના નવા પ્રમુખની જાહેરાત,આ પૂર્વ IAS અધિકારીને મળી કમાન
ઊંઝા ઉમિયાધામ ટ્રસ્ટના નવા પ્રમુખની જાહેરાત,આ પૂર્વ IAS અધિકારીને મળી કમાન

વિડિઓઝ

Geniben Thakor: ઠાકોર સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં સાંસદ ગેનીબેન ઠાકોરનું મોટું નિવેદન
Amul Price Hike: મોંઘવારીનો વધુ એક ઝટકો! અમૂલે વધાર્યા દહીં અને લસ્સીના ભાવ
Hun To Bolish : હું તો બોલીશ : સહકારી મંડળીમાં ડખા
Hun To Bolish : હું તો બોલીશ : યાત્રાના નામે નવડાવવાનો ધંધો
Hun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે, નવી ઊર્જા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
U19 Asia Cup Final: હારેલી મેચ જીત્યુ ભારત, અંડર-19 એશિયા કપ ફાઇનલમાં પાકિસ્તાનને 1 વિકેટથી હરાવ્યું
U19 Asia Cup Final: હારેલી મેચ જીત્યુ ભારત, અંડર-19 એશિયા કપ ફાઇનલમાં પાકિસ્તાનને 1 વિકેટથી હરાવ્યું
બગદાણા વિવાદમાં નવો વળાંક: મોણપર સ્ટેટના ક્ષત્રિય યુવાને નવનીત બાલધિયા પર લગાવ્યા ગૌચર ખનનના ગંભીર આરોપ
બગદાણા વિવાદમાં નવો વળાંક: મોણપર સ્ટેટના ક્ષત્રિય યુવાને નવનીત બાલધિયા પર લગાવ્યા ગૌચર ખનનના ગંભીર આરોપ
'ચૂંટણી આવે ને જાય, એકતા ના તૂટે' - ઠાકોર સમાજ સ્નેહમિલન કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોરનું નિવેદન
'ચૂંટણી આવે ને જાય, એકતા ના તૂટે' - ઠાકોર સમાજ સ્નેહમિલન કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોરનું નિવેદન
ઠાકોર સમાજના સંમેલનમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓ એક મંજ પર, ગેનીબેને કહ્યું- 'સમાજ એકમંચ પર આવે ત્યારે પરિણામ મળે છે'
ઠાકોર સમાજના સંમેલનમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓ એક મંજ પર, ગેનીબેને કહ્યું- 'સમાજ એકમંચ પર આવે ત્યારે પરિણામ મળે છે'
Amul Price Hike: જનતાને મોંઘવારીનો વધુ એક ઝટકો, અમૂલ દૂધ બાદ હવે દહીંના ભાવમાં વધારો
Amul Price Hike: જનતાને મોંઘવારીનો વધુ એક ઝટકો, અમૂલ દૂધ બાદ હવે દહીંના ભાવમાં વધારો
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ ક્યારે થશે ફાઇનલ ? એસ.જયશકંરે આપ્યુ મોટુ અપડેટ
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ ક્યારે થશે ફાઇનલ ? એસ.જયશકંરે આપ્યુ મોટુ અપડેટ
બાવળિયાની નિવૃત્તિની માંગનાર પર ભડક્યાં દેવજી ફતેપરા, કહ્યું- ' આ વિશે બહારની વ્યક્તિ ન કહી શકે'
બાવળિયાની નિવૃત્તિની માંગનાર પર ભડક્યાં દેવજી ફતેપરા, કહ્યું- ' આ વિશે બહારની વ્યક્તિ ન કહી શકે'
શું ઈરાન વિરુદ્ધ ફરી યુદ્ધ કરવાની તૈયારીમાં છે નેતન્યાહૂ? ટ્રમ્પ પર દબાણ કરવા US પહોંચ્યા મોસાદ ચીફ
શું ઈરાન વિરુદ્ધ ફરી યુદ્ધ કરવાની તૈયારીમાં છે નેતન્યાહૂ? ટ્રમ્પ પર દબાણ કરવા US પહોંચ્યા મોસાદ ચીફ
Embed widget