શોધખોળ કરો
આવી કાળી ચૌદશ ક્યારેય નહીં જોઈ હોય! મહેસાણાના લોકોએ સ્મશાનમાં ફટાકડા ફોડીને ઉત્સાહથી ઉજવણી કરી
સામાન્ય રીતે કાળી ચૌદશની રાતને અંધશ્રદ્ધા, ડર અને ભૂત-પ્રેતની માન્યતાઓ સાથે જોડીને લોકો સ્મશાનથી દૂર રહે છે.
જોકે, મહેસાણાના પરા વિસ્તારમાં આવેલું શ્રી મનુભાઈ માફતલાલ પટેલ નિજધામ સ્મશાનગૃહ આ પરંપરાને તોડવા માટે વર્ષોથી એક અનોખી પહેલ ચલાવી રહ્યું છે.
1/8

જય માતાજી ગ્રુપ મહેસાણા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં કાળી ચૌદશની રાત્રે ડર નહીં, પણ શ્રદ્ધાંજલિ, જ્ઞાન અને આસ્થાનું વાતાવરણ હોય છે. કાર્યક્રમની શરૂઆત મૃતકોને શ્રદ્ધાંજલિથી થાય છે અને ત્યારબાદ ભવ્ય આતિશબાજી (ફટાકડા) નું આયોજન થાય છે.
2/8

આ અનોખા દ્રશ્યો જોવા માટે મહેસાણા શહેરના લોકો, જેમાં મોટી સંખ્યામાં બાળકો અને મહિલાઓ પણ સામેલ હોય છે, તે એકઠા થાય છે. આ પહેલ દ્વારા સ્મશાનને પવિત્ર અને શાંતિપૂર્ણ સ્થળ તરીકે સ્થાપિત કરીને અંધશ્રદ્ધા સામે જાગૃતિનો સંદેશ ફેલાવવામાં આવે છે.
Published at : 19 Oct 2025 07:26 PM (IST)
આગળ જુઓ
Advertisement




















