શોધખોળ કરો
Mehsana rain: મહેસાણામાં ભારે વરસાદથી જળબંબાકાર, ગોપી નાળામાં કેડસમા પાણી ભરાતા વાહનવ્યવહાર ઠપ
Mehsana Rain Update: મહેસાણાના અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા; સ્કૂલ છૂટતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા, મહાનગરપાલિકા બન્યા છતાં સ્થિતિ યથાવત.
મહેસાણા શહેરમાં આજે વરસેલા ભારે વરસાદને કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે, અને શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થતા બેટમાં ફેરવાઈ ગયા છે.
1/5

ખાસ કરીને, ગોપી નાળા પાસે પાણી ભરાઈ જતા રાધનપુર સર્કલથી ગોપીનાળા તરફ જતો રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે.
2/5

ગોપી નાળામાં કેડસમા પાણી ભરાઈ જતા વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો હતો, જેના કારણે અનેક વાહનો પણ પાણીમાં ડૂબી ગયા હતા.
Published at : 04 Jul 2025 06:53 PM (IST)
આગળ જુઓ




















