શોધખોળ કરો
Advertisement
Banaskantha : પરીણિત યુવતીને અન્ય યુવક સાથે બંધાયા શારીરિક સંબંધ, પ્રેમીએ કઈ ત્રણ યુવતી સાથે મળીને પતિની કરી નાંખી હત્યા?
ધાનેરા તાલુકાના શેરા ગામે સોમવારે મોડી સાંજે રૂણી ગામ તરફ જતા રસ્તામાં યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. ધાનેરા પોલીસે તપાસ કરતાં યુવક કોટડા(રવિયા) ગામનો અણદાભાઇ સવસીભાઇ પટેલ (ઉં.વ.26) હોવાનું સામે આવ્યું હતું.
ધાનેરાઃ બનાસકાંઠા જિલ્લાના શેરામાં સોમવારે રાત્રે ગામના યુવકની હત્યા કરી લાશ રોડ પર ફેંકી દેવામાં આવી હતી. આ હત્યા કેસ પોલીસે ગણતરીના દિવસોમાં જ ઉકેલી નાંખ્યો હતો. હત્યા બીજા કોઈએ નહીં, પરંતુ પત્નીના પ્રેમીએ જ કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપી પ્રેમીને જેલ હવાલે કરી દીધો છે. જોકે, હવે આ હત્યા કેસમાં બીજા ત્રણ નામ પણ ખુલ્યા છે.
મળતી વિગતો પ્રમાણે, ધાનેરા તાલુકાના શેરા ગામે સોમવારે મોડી સાંજે રૂણી ગામ તરફ જતા રસ્તામાં યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. ધાનેરા પોલીસે તપાસ કરતાં યુવક કોટડા(રવિયા) ગામનો અણદાભાઇ સવસીભાઇ પટેલ (ઉં.વ.26) હોવાનું સામે આવ્યું હતું. પોલીસે વધુ તપાસ કરતાં મૃતક યુવકની પત્નીનું પ્રેમપ્રકરણ સામે આવ્યું હતું.
આ દિશામાં તપાસ કરતાં આરોપી પત્નીનો પ્રેમી જ નીકળ્યો હતો. પોલીસે પત્નીના પ્રેમી રોશનખાન ઇસ્માઇલ ખાન સિંધીની રાજસ્થાનથી ધરપકડ કરી પૂછપરછ કરતાં તેણે જ હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. બાઇક પર લઈ જઈ શેરા ગામે ચાકુના ઘા મારી હત્યા કરી નાંખી હતી.
પ્રેમીના રિમાન્ડ દરમિયાન બીજા ત્રણ નામ ખુલ્યા છે. પત્ની, ભાભી અને ભત્રીજીના રિમાન્ડમાં નામ ખુલતા ત્રણેને કર્યા જેલ હવાલે કર્યા છે. જમીન પડાવી લેવા મામલે આ ત્રણેય આરોપીએ હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
સમાચાર
બિઝનેસ
ગુજરાત
Advertisement