શોધખોળ કરો
અરવલ્લીના કયા ધોધ પરથી યુવક ખાબક્યો નીચે? દ્રશ્યો જોઇ હચમચી જશો
ભિલોડાના સુનસર ધોધ પરથી યુવકનો પગ લપસ્યો હતો. પગ લપસતા યુવક નીચે પટકાયો હતો.
ભીલોડાઃ ગુજરાતમાં હાલ વરસાદી સિઝન ચાલી રહી છે, જેને કારણે રાજ્યમાં નદી-નાળા અને ડેમો છલકાઇ ગયા છે. ત્યારે લોકો આવા રમણીય માહોલમાં મજા માણવા માટે પહોંચી જતા હોય છે. ત્યારે મજા માણવાની ખુશીમાં લોકો બેધ્યાન બની જતા હોય છે અને અકસ્માત સર્જાતો હોય છે. આવી જ એક ઘટના ભિલોડાના સુનસર ધોધ ખાતે બની છે. ભિલોડાના સુનસર ધોધ પરથી યુવકનો પગ લપસ્યો હતો. પગ લપસતા યુવક નીચે પટકાયો હતો. આમ, ધોધ ઉપર ચડીને મજા માણવી વડાલીના યુવાનને ભારે પડી છે. યુવાન પટકાતા વીડિયો સોસિયલ મીડિયામાં વાયરલ થયો છે. યુવક નીચે પટકાયો ત્યારે ધોધ પર મોટી સંખ્યામાં લોકો હાજર હતા.
વધુ વાંચો





















