(Source: ECI/ABP News/ABP Majha)
Nepal Aircraft Crash:નેપાળ વિમાન દુર્ઘટનામાં 40થી વધુના મોત, 5 ભારતીય પણ આ પ્લેનમાં હતા સવાર
Nepal Aircraft Crash:એરપોર્ટ ઓથોરિટીએ દાવો કર્યો છે કે પ્લેન ક્રેશ ખરાબ વેધરને કારણે નહી નહીં પરંતુ ટેકનિકલ ખામીને કારણે થયું હતું.
Nepal Aircraft Crash:એરપોર્ટ ઓથોરિટીએ દાવો કર્યો છે કે પ્લેન ક્રેશ ખરાબ વેધરને કારણે નહી નહીં પરંતુ ટેકનિકલ ખામીને કારણે થયું હતું.
નેપાળમાં યેતિએરલાઇન્સનું વિમાન ક્રેશ થયું છે. જેમાં 68 પ્ર્વાસી પ્રવાસ કરી રહયાં હતા. જેમાં 5 ભારતીય પણ સામેલ છે. એરપોર્ટ ઓથોરિટીએ દાવો કર્યો છે કે પ્લેન ક્રેશ હવામાનની સમસ્યાને કારણે નહીં પરંતુ ટેકનિકલ ખામીને કારણે થયું હતું. પાયલોટે એટીસી પાસેથી લેન્ડિંગની પરવાનગી લીધી હતી. પોખરા ATC તરફથી લેન્ડિંગ માટે પણ ઓકે કહેવામાં આવ્યું હતું. સિવિલ એવિએશન ઓથોરિટીનું કહેવું છે કે લેન્ડિંગ પહેલા પ્લેનમાં આગની જ્વાળાઓ દેખાઈ હતી, તેથી ખરાબ હવામાનને કારણે દુર્ઘટના થઈ હોવાનું કહી શકાય નહીં.
વિમાનમાં 5 ભારતીયો સવાર હતા
એરપોર્ટ ઓથોરિટીના અધિકારીના જણાવ્યા અનુસાર, નેપાળના ક્રેશ થયેલા યેતી એરલાઈન્સના વિમાનમાં 5 ભારતીયો સવાર હતા. જેમાં પાંચેય ભારતીયના મૃત્યુ થવાના અહેવાલ છે. આ સિવાય 4 રશિયન, 2 સાઉથ કોરિયન, 1 આર્જેન્ટિના, 1 ઓસ્ટ્રેલિયન, 1 ફ્રેન્ચ અને 1 આઇરિશ નાગરિકો સવાર હતા.
કાસ્કી જિલ્લા અકસ્માત સ્થળ
કાસ્કી જિલ્લાના પોખરામાં કાઠમંડુથી પોખરા જઈ રહેલું યતિ એરલાઈન્સનું વિમાન આજે સવારે ક્રેશ થયું હતું. ઘટનાની જાણ થતાંની સાથે જ વડાપ્રધાન પુષ્પ કમલ દહલ કાઠમંડુ એરપોર્ટ જવા માટે રવાના થઇ ગયા છે.
અત્યાર સુધીમાં 40 મૃતદેહો મળી આવ્યા છે
નેપાળ પોલીસના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 40થી વધુ મૃતદેહો મળી આવ્યા છે અને આ સંખ્યા હજુ વધી શકે છે. યેતી એરલાઈન્સનું વિમાન નેપાળની રાજધાની કાઠમંડુથી પોખરા જઈ રહ્યું હતું. પોખરા ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી આવતા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, દુર્ઘટના કેટલી ભંયકર છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ખરાબ હવામાન વચ્ચે પોખરા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ કરવાનો પ્રયાસ કરતી વખતે પ્લેન ક્રેશ થયું હતું. પોખરા એરપોર્ટનો વિસ્તાર ટેકરીઓથી ઘેરાયેલો છે. રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે પ્લેન રનવે પર ક્રેશ થયા બાદ તેમાં આગ લાગી હતી.
સ્થાનિક અધિકારી ગુરુદત્ત ધકલે એએફપી સમાચાર એજન્સીને જણાવ્યું હતું કે કાટમાળમાં આગ લાગી હતી અને બચાવકર્મીઓ તેને ઓલવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ગુરુ દત્ત ધકલે કહ્યું, "રેસક્યુ ટીમોઘટનાસ્થળે હાજર છે. તમામ એજન્સીઓ પહેલા આગને કાબૂમાં લેવા અને મુસાફરોને બચાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે”.