શોધખોળ કરો

Russia Ukraine War : રાષ્ટ્રપતિ જેલેંસ્કીએ કહ્યું, NATOએ માની લેવું જોઇએ કે, તે રશિયાથી ડરે છે એટલે જ નથી કરતુ યુક્રેનનો સ્વીકાર

રશિયા-યુક્રેન યુદ્ધનો આજે 27મો દિવસ છે. છેલ્લા 26 દિવસથી રશિયા યુક્રેનના ઘણા મોટા શહેરો પર સતત બોમ્બમારો કરી રહ્યું છે અને મિસાઈલ હુમલા કરી રહ્યું છે. આ હુમલાઓમાં અત્યાર સુધીમાં હજારો યુક્રેનિયન નાગરિકો માર્યા ગયા છે અને યુક્રેનના મોટાભાગના શહેરો સંપૂર્ણપણે બરબાદ થઈ ગયા છે

Russia Ukraine War:રશિયા-યુક્રેન યુદ્ધનો આજે 27મો દિવસ છે. છેલ્લા 26 દિવસથી રશિયા યુક્રેનના ઘણા મોટા શહેરો પર સતત બોમ્બમારો કરી રહ્યું છે અને મિસાઈલ હુમલા કરી રહ્યું છે. આ હુમલાઓમાં અત્યાર સુધીમાં હજારો યુક્રેનિયન નાગરિકો માર્યા ગયા છે અને યુક્રેનના મોટાભાગના શહેરો સંપૂર્ણપણે બરબાદ થઈ ગયા છે. લોકો પોતાનો જીવ બચાવીને પડોશી દેશોમાં સ્થળાંતર કરી રહ્યા છે. બીજી તરફ રશિયાના હુમલા પર અમેરિકા ખૂબ જ આક્રમક વલણ અપનાવી રહ્યું છે અને સતત તીખા નિવેદનો આપી રહ્યું છે. તાજેતરમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને વ્લાદિમીર પુતિનને 'યુદ્ધ ગુનેગાર' કહ્યા હતા. અમેરિકાએ  રશિયા પર ઘણા પ્રતિબંધો લગાવ્યા છે.

આ યુદ્ધને કારણે બંને દેશોને ભારે નુકસાન થઈ રહ્યું છે. જો કે યુક્રેનની સરખામણીમાં રશિયા ખૂબ જ શક્તિશાળી દેશ છે, પરંતુ તે પણ ઘણું નુકાસન વેઠી રહ્યો છે.  મોસ્કોની એક વેબસાઈટનો દાવો છે કે આ યુદ્ધમાં 10 રશિયન સૈનિકોએ જીવ ગુમાવ્યા છે. જો કે, 2 માર્ચે, રશિયાના સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે યુદ્ધમાં તેના 500 સૈનિકો માર્યા ગયા છે. બીજી તરફ યુક્રેને દાવો કર્યો હતો કે 15,000 રશિયન સૈનિકો માર્યા ગયા છે. જ્યારે અમેરિકાએ 7 હજાર મૃત્યુનો અંદાજ લગાવ્યો હતો.

ભારત આ સમગ્ર સંકટ દરમિયાન તટસ્થ રહ્યું છે. જો કે તે સ્પષ્ટ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ યુદ્ધગ્રસ્ત દેશ (યુક્રેન)માં સંઘર્ષનો અંત લાવવા માટે અપીલ કરવા માટે તેમના સંપર્કોનો ઉપયોગ કરી રહ્યું છે.

જેલેસ્કીએ NATO પર કર્યા પ્રહાર, જાણો શું આપ્યું નિવેદન

યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકીએ નાટોને યુક્રેનને ખુલ્લેઆમ અપનાવવા કે નહીં તે અંગેની સ્થિતિ સ્પષ્ટ કરવા કહ્યું છે.

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને લગભગ એક મહિના જેટલો સમય થવા આવ્ચો  છે અને હવે યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકીએ નાટોને યુક્રેનને ખુલ્લેઆમ અપનાવવા કે નહીં તે અંગેની સ્થિતિ સ્પષ્ટ કરવા કહ્યું છે. ધ કિવ ઈન્ડિપેન્ડન્ટ અનુસાર, યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકીએ યુક્રેનિયન પબ્લિક બ્રોડકાસ્ટર સસ્પિલેન સાથેની મુલાકાતમાં કહ્યું, "નાટોએ હવે કહેવું જોઈએ કે તે અમને સ્વીકારી રહ્યું છે કે નહી, નાટો પણ  રશિયાથી ડરે છે, જે સાચું છે."

બાઇડને અમેરિકી કંપનીને રશિયાના સાઇબર હુમલાની આપી ચેતાવણી

રાષ્ટ્રપતિ જો બિડેને અમેરિકન કંપનીઓને ચેતવણી આપી છે કે, રશિયા તેમના પર ગમે ત્યારે સાયબર હુમલો કરી શકે છે. એક નિવેદનમાં, તેમણે કહ્યું કે, જો કંપનીઓએ સાયબર હુમલાઓથી બચવા માટે પહેલાથી જ પર્યાપ્ત પગલાં લીધાં નથી, તેમને હું આ અગમચેતીના પગલા લેવી માટે અનુરોઘ કરૂ છું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Nobel Prize 2024: અમેરિકાના વૈજ્ઞાનિકોને મેડિસિનમાં નોબેલ પુરસ્કાર, માઇક્રોઆરએનએની શોધ માટે થયા સન્માનિત
Nobel Prize 2024: અમેરિકાના વૈજ્ઞાનિકોને મેડિસિનમાં નોબેલ પુરસ્કાર, માઇક્રોઆરએનએની શોધ માટે થયા સન્માનિત
અંબાજીના ત્રિશુલિયા ઘાટ ઉપર લક્ઝરી બસ પલટી, ત્રણના મોત
અંબાજીના ત્રિશુલિયા ઘાટ ઉપર લક્ઝરી બસ પલટી, ત્રણના મોત
પયગંબર મોહમ્મદ પર ટિપ્પણી અંગે CM યોગીનું મોટું નિવેદન, પોલીસને કડક નિર્દેશો આપતા કહી આ વાત
પયગંબર મોહમ્મદ પર ટિપ્પણી અંગે CM યોગીનું મોટું નિવેદન, પોલીસને કડક નિર્દેશો આપતા કહી આ વાત
Vadodara: ભાયલીમાં સગીરા પર વિધર્મીઓએ આચર્યુ હતુ દુષ્કર્મ, પોલીસે ત્રણની કરી ધરપકડ, પોલીસનો મોટો ખુલાસો
Vadodara: ભાયલીમાં સગીરા પર વિધર્મીઓએ આચર્યુ હતુ દુષ્કર્મ, પોલીસે ત્રણની કરી ધરપકડ, પોલીસનો મોટો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Car Accident | મહારાષ્ટ્રથી આવતી કારને વલસાડ પાસે નડ્યો અકસ્માત, પરિવાર સાથે કાર ખાડીમાં ખાબકીVadodara Crime | વડોદરામાં સગીરા પર સામૂહિક દુષ્કર્મ કેસમાં સૌથી મોટો ખુલાસો | ABP AsmitaSurat Zankar Party Plot | સુરતમાં ઝણકાર નવરાત્રિના રાતોરાત પડી ગયા પાટીયા, જુઓ શું છે આખો મામલો?BJP Meeting | આવતી કાલે પાટીલની આગેવાનીમાં ભાજપની બેઠક, બેઠકનું ખૂલ્યું રહસ્ય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nobel Prize 2024: અમેરિકાના વૈજ્ઞાનિકોને મેડિસિનમાં નોબેલ પુરસ્કાર, માઇક્રોઆરએનએની શોધ માટે થયા સન્માનિત
Nobel Prize 2024: અમેરિકાના વૈજ્ઞાનિકોને મેડિસિનમાં નોબેલ પુરસ્કાર, માઇક્રોઆરએનએની શોધ માટે થયા સન્માનિત
અંબાજીના ત્રિશુલિયા ઘાટ ઉપર લક્ઝરી બસ પલટી, ત્રણના મોત
અંબાજીના ત્રિશુલિયા ઘાટ ઉપર લક્ઝરી બસ પલટી, ત્રણના મોત
પયગંબર મોહમ્મદ પર ટિપ્પણી અંગે CM યોગીનું મોટું નિવેદન, પોલીસને કડક નિર્દેશો આપતા કહી આ વાત
પયગંબર મોહમ્મદ પર ટિપ્પણી અંગે CM યોગીનું મોટું નિવેદન, પોલીસને કડક નિર્દેશો આપતા કહી આ વાત
Vadodara: ભાયલીમાં સગીરા પર વિધર્મીઓએ આચર્યુ હતુ દુષ્કર્મ, પોલીસે ત્રણની કરી ધરપકડ, પોલીસનો મોટો ખુલાસો
Vadodara: ભાયલીમાં સગીરા પર વિધર્મીઓએ આચર્યુ હતુ દુષ્કર્મ, પોલીસે ત્રણની કરી ધરપકડ, પોલીસનો મોટો ખુલાસો
પશ્ચિમ બંગાળમાં કોલસાની ખાણમાં મોટો વિસ્ફોટ, 7 કામદારોના મોત 
પશ્ચિમ બંગાળમાં કોલસાની ખાણમાં મોટો વિસ્ફોટ, 7 કામદારોના મોત 
Surat: સુરતમાં નવરાત્રિ આયોજકના રાતોરાત પડી ગયા પાટીયા, ખેલૈયાઓ પાસેથી ઉઘરાવ્યા લાખો રૂપિયા
Surat: સુરતમાં નવરાત્રિ આયોજકના રાતોરાત પડી ગયા પાટીયા, ખેલૈયાઓ પાસેથી ઉઘરાવ્યા લાખો રૂપિયા
નોમિની જાહેર કર્યા વિના ખાતા ધારકનું મોત થઇ જાય તો કોને મળે છે એકાઉન્ટ્સમાં રહેલા પૈસા
નોમિની જાહેર કર્યા વિના ખાતા ધારકનું મોત થઇ જાય તો કોને મળે છે એકાઉન્ટ્સમાં રહેલા પૈસા
Mehsana: દૂધ સાગર ડેરીમાં અશોક ચૌધરીની હવે બીજી ટર્મ, ચેરમેન પદ માટે ભાજપે ફરી આપ્યુ મેન્ડેડ
Mehsana: દૂધ સાગર ડેરીમાં અશોક ચૌધરીની હવે બીજી ટર્મ, ચેરમેન પદ માટે ભાજપે ફરી આપ્યુ મેન્ડેડ
Embed widget