Rahul Gandhi Disqualified Live: રાહુલ ગાંધીનું સાંસદ પદ રદ, કોંગ્રેસે કહ્યું- સરમુખત્યારશાહીનું વધુ એક ઉદાહરણ
Rahul Disqualified Live Update: લોકસભાના મહાસચિવ ઉત્પલ કુમાર સિંહના નામે આ સૂચના જારી કરવામાં આવી છે.

Background
Rahul Gandhi: રાહુલ ગાંધીને મોટો ઝટકો લાગ્યો છે. રાહુલ ગાંધીનું સાંસદ પદ રદ કરવામાં આવ્યું છે. લોકસભા સચિવાલયે નોટિફિકેશન બહાર પાડ્યું છે. લોકસભા સચિવાલય દ્વારા આ સંદર્ભમાં સાત લાઇનની સૂચના જારી કરવામાં આવી છે. તેમાં જણાવાયું છે કે કેરળના વાયનાડના લોકસભાના સભ્ય રાહુલ ગાંધીને સુરતની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટે દોષિત ઠેરવ્યા બાદ લોકસભાના સભ્યપદેથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. આ ગેરલાયકાત તેના દોષિત ઠેરવવાના દિવસથી એટલે કે 23 માર્ચ, 2023થી લાગુ થશે. આ નિર્ણય બંધારણની કલમ 102 (1) (e) અને લોકોના પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 8 હેઠળ લેવામાં આવ્યો છે.
લોકસભાના મહાસચિવ ઉત્પલ કુમાર સિંહના નામે આ સૂચના જારી કરવામાં આવી છે. રાહુલ ગાંધી, રાષ્ટ્રપતિ સચિવાલય, વડાપ્રધાન સચિવાલય, રાજ્યસભા સચિવાલય, ચૂંટણી પંચ, કેન્દ્ર સરકારના તમામ મંત્રાલયો અને વિભાગો, મુખ્ય ચૂંટણી અધિકારી, કેરળ, લાયઝન ઓફિસર, ડાયરેક્ટોરેટ ઓફ એસ્ટેટ, સંસદ ભવનની એનેક્સી, NDMC સચિવ, ટેલિકોમને એક-એક નકલ તથા સંપર્ક અધિકારી અને લોકસભા સચિવાલયના તમામ અધિકારીઓ અને શાખાઓને આ અંગે જાણ કરી દેવામાં આવી છે.
રાહુલ ગાંધીનું સંસદ સભ્યપદ રદ કરવા પર પ્રિયંકા ગાંધી
રાહુલ ગાંધીનું સંસદ સભ્યપદ રદ કરવું કાયરતાપૂર્ણ - દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ
આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે કહ્યું, જે રીતે રાહુલ ગાંધીનું સંસદ સભ્યપદ સ્થગિત કર્યું છે તે કાયરતાપૂર્ણ હરકત છે. ભાજપ દેશમાં એવું વાતાવરણ બનાવવા માંગે છે કે માત્ર એક જ પક્ષ બાકી રહે. વન નેશન વન પાર્ટી અને તમામ પાર્ટીઓને ખતમ કરી નાખવામાં આવે.





















