(Source: ECI/ABP News/ABP Majha)
Opposition Meeting in Bengaluru: વિપક્ષની બેઠકમાં શરદ પવાર નહી રહે હાજર! સંજય રાઉતે જણાવ્યું આ કારણ
Opposition Parties Meeting News: 17 અને 18 જુલાઈએ બેંગલુરુમાં વિરોધ પક્ષોની બેઠક યોજાવા જઈ રહી છે. જેમાં 26 પક્ષો ભાગ લેશે. ત્યારે શરદ પવાર બેઠકમાં હાજરી નહી આપે તેવી વાત સામે આવી છે.
Opposition Meeting in Bengaluru: લોકસભા ચૂંટણી-2024 પહેલા બેંગલુરુમાં આજ રોજ યોજાનારી વિપક્ષી પાર્ટીઓની બેઠકમાં શરદ પવાર ભાગ લેશે નહીં, જેની પુષ્ટિ એનસીપીના પ્રવક્તા મહેશ ભરત તાપસેએ કરી છે. જો કે શરદ પવાર અગાઉ 23 જૂનની બેઠકમાં સામેલ હતા. મહેશ ભરત તાપસેએ એમ પણ જણાવ્યું કે શરદ પવાર અને સુપ્રિયા સુલે 17 જુલાઈએ નહીં પરંતુ 18 જુલાઈએ યોજાનારી બેઠકમાં હાજરી આપશે.
NCP chief Sharad Pawar to not participate in the joint opposition meeting in Bengaluru today (17th July), confirms Sharad Pawar NCP faction Spokesperson
— ANI (@ANI) July 17, 2023
The two-day meeting in Bengaluru begins today.
(File photo) pic.twitter.com/FBb7mMRBwR
વિપક્ષની બેઠકમાં શરદ પવાર નહી રહે હાજર!
ANI અનુસાર NCP પ્રવક્તા મહેશ ભરત તાપસેના જણાવ્યા અનુસાર શરદ પવાર 17 જુલાઈએ બેંગલુરુમાં યોજાનારી વિપક્ષી પાર્ટીઓની બેઠકમાં ભાગ લેશે નહીં, પરંતુ 18 જુલાઈ મંગળવારે યોજાનારી બેઠકમાં શરદ પવાર અને સુપ્રિયા ભાગ લેશે. આ સિવાય એબીપી ન્યૂઝ સાથે વાત કરતા સંજય રાઉતે એમ પણ કહ્યું કે શરદ પવાર 18 જુલાઈએ બેંગલુરુમાં ચાલી રહેલી વિપક્ષની બેઠકમાં ભાગ લેશે.
#WATCH यह बैठक विपक्ष की बैठक नहीं बल्कि इस देश में जो तानाशाही चल रही है उसके खिलाफ जो लोग देश को आगे लेकर जाना चाहते हैं ऐसे प्रमुख राजनीतिक दलों की बैठक है। बैठक में सीट बंटवारे पर चर्चा, जो फ्रंट बनेगा उसका नाम क्या होगा उस पर चर्चा होगी। पवार साहब आज नहीं आएंगे लेकिन कल… pic.twitter.com/og3gUYssee
— ANI_HindiNews (@AHindinews) July 17, 2023
મીટીંગનો મહત્વનો હેતુ શું છે
અગાઉ 23 જૂને પટનામાં યોજાયેલી વિપક્ષી પાર્ટીઓની પ્રથમ બેઠકમાં 15 પક્ષોએ ભાગ લીધો હતો. પીટીઆઈ એજન્સી અનુસાર વિપક્ષની આ બેઠક શરદ પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) માં વિભાજન અને પશ્ચિમ બંગાળ પંચાયત ચૂંટણીમાં વ્યાપક હિંસા વચ્ચે થઈ રહી છે, જેમાં ઘણા લોકોના મોત થયા હતા. કોંગ્રેસના પશ્ચિમ બંગાળ એકમ અને ડાબેરી પક્ષોએ બંગાળમાં ચૂંટણી હિંસા માટે શાસક તૃણમૂલ કોંગ્રેસની ટીકા કરી છે. પીટીઆઈ એજન્સીના સૂત્રોના જણાવ્યા અનુસાર વિરોધ પક્ષો ભાજપની નીતિઓ વિરુદ્ધ દેશભરમાં સંયુક્ત આંદોલનની યોજના બનાવી રહ્યા છે.
#WATCH दिल्ली: कांग्रेस नेता राहुल गांधी 10 जनपथ से रवाना हुए।
— ANI_HindiNews (@AHindinews) July 17, 2023
बेंगलुरु में दो दिवसीय संयुक्त विपक्ष की बैठक आज से शुरू होगी। pic.twitter.com/KuNg0z4GYh