શોધખોળ કરો

દેશની એકમાત્ર એવી મહિલા સાંસદ જેની સુરક્ષમાં તૈનાત રહેશે તેનો પતિ, ક્હ્યું- તે મારી તાકાત છે

Sanjana Jatav News: સંજના જાટવ રાજસ્થાનની સૌથી યુવા સાંસદ છે. તેણીના લગ્ન 18 વર્ષની ઉંમરે અલવર જિલ્લાના કાઠુમારના રહેવાસી કપ્તાન સિંહ સાથે થયા હતા

Sanjana Jatav Husband: રાજસ્થાનના ભરતપુરથી કોંગ્રેસ સાંસદ સંજના જાટવનું નામ વારંવાર ચર્ચામાં રહે છે. ફરી એકવાર આવું કારણ સામે આવ્યું છે જેના કારણે માત્ર સંજના જાટવ જ નહીં પરંતુ તેનો પતિ પણ ચર્ચામાં છે. સંજના જાટવ પહેલી સાંસદ બની છે જેની સુરક્ષામાં તેમના પતિને તૈનાત કરવામાં આવશે. અલવરના એસપી આનંદ શર્માના આદેશ પર સાંસદના કોન્સ્ટેબલ પતિને તેમના અંગત સુરક્ષા અધિકારી (પીએસઓ) બનાવવામાં આવ્યા છે.

જેના પર સાંસદ સંજના જાટવે પણ પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું કે મારા પતિ મારી તાકાત છે, હવે તેઓ ફરજ દરમિયાન પણ મારી સાથે રહેશે. તે પહેલા પણ મારી સાથે હતા અને અત્યારે પણ મારી સાથે છે. એ મારી તાકાત છે. સંજના જાટવે કહ્યું કે, સાંસદ બન્યા પછી પણ કંઈ બદલાયું નથી, માત્ર કામ વધ્યું છે પરંતુ વર્તન હજુ પણ એ જ છે. જ્યારે અમે સંજનાના પતિ કપ્તાન સિંહ સાથે વાત કરી તો તેમણે કહ્યું કે સાંસદ અમારી સાથે વધુ આરામદાયક અનુભવશે. અમે તેમની સુરક્ષા માટે કામ કરી રહ્યા છીએ. અમે ગયા મહિને પરવાનગી માંગી હતી. જેના પર પોલીસ વિભાગે આદેશો આપ્યા હતા. હવે તે સતત પોતાના કામમાં વ્યસ્ત છે.

સંજના જાટવના લગ્ન 18 વર્ષની ઉંમરે થયા હતા

સંજના જાટવ રાજસ્થાનની સૌથી યુવા સાંસદ છે. તેણીના લગ્ન 18 વર્ષની ઉંમરે અલવર જિલ્લાના કાઠુમારના રહેવાસી કપ્તાન સિંહ સાથે થયા હતા. સંજના જાટવે તેના સસરા હરભજન સિંહના કારણે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તેમના સસરા કોન્ટ્રાક્ટર છે અને તેમના મોટા સસરા સરપંચ રહી ચૂક્યા છે. રાજનીતિમાં તેના પરિવારની દખલગીરીને કારણે, સંજનાએ 2021માં અલવરના વોર્ડ નંબર 29માંથી પહેલીવાર ચૂંટણી લડી હતી અને આ ચૂંટણીમાં તેણે જીત પણ મેળવી હતી.

આ પછી, તેમણે 2023 માં કાઠુમાર વિધાનસભાથી ચૂંટણી લડી હતી પરંતુ 409 મતોથી હારનો સામનો કરવો પડ્યો હતો. કોંગ્રેસે લોકસભા ચૂંટણીમાં તેમના પર વિશ્વાસ વ્યક્ત કર્યો અને તેમને ભરતપુરથી ટિકિટ આપી. આ ચૂંટણીમાં તે કોંગ્રેસની અપેક્ષાઓ પર ખરી ઉતરી હતી અને 51 હજાર મતોથી જીતી હતી. સંજના જાટવે કહ્યું કે તે પોતાના પ્રદેશનો અવાજ સંસદમાં જોરદાર રીતે ઉઠાવશે. સંજના જાટવને સચિન પાયલટ જૂથની નેતા માનવામાં આવે છે. સચિન પાયલટે તેમના માટે પ્રચાર પણ કર્યો હતો. વિધાનસભા ચૂંટણીમાં તેમની હાર બાદ પણ સચિન પાયલટે તેમને લોકસભાની ટિકિટ આપી હતી. જ્યારે સંજનાને ટિકિટ મળતા કોંગ્રેસનો એક વર્ગ નારાજ હતો.

View this post on Instagram
 
A post shared by Sanjna Jatav (@incsanjanajatav)

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

MI અને ચેન્નઈ સહિત 8 ટીમોએ કેપ્ટન કર્યા કન્ફર્મ, આ 2 ટીમોએ હજુ સુધી નથી કર્યો નિર્ણય 
MI અને ચેન્નઈ સહિત 8 ટીમોએ કેપ્ટન કર્યા કન્ફર્મ, આ 2 ટીમોએ હજુ સુધી નથી કર્યો નિર્ણય 
નકલી સમન્સ અને ‘ડિજિટલ અરેસ્ટ’ રોકવા EDએ બદલી સમન્સ જારી કરવાની પ્રક્રિયા, જાણો નવી પ્રક્રિયા વિશે 
નકલી સમન્સ અને ‘ડિજિટલ અરેસ્ટ’ રોકવા EDએ બદલી સમન્સ જારી કરવાની પ્રક્રિયા, જાણો નવી પ્રક્રિયા વિશે 
સોના-ચાંદીના ભાવમાં થઈ ગયો મોટો ઘટાડો, જાણો 10 ગ્રામની લેટેસ્ટ કિંમત  
સોના-ચાંદીના ભાવમાં થઈ ગયો મોટો ઘટાડો, જાણો 10 ગ્રામની લેટેસ્ટ કિંમત  
SBI માં જમા કરો ₹1,00,000 અને મેળવો ₹41,826 ફિક્સ વ્યાજ, જાણો તમામ ડિટેલ્સ
SBI માં જમા કરો ₹1,00,000 અને મેળવો ₹41,826 ફિક્સ વ્યાજ, જાણો તમામ ડિટેલ્સ
Advertisement

વિડિઓઝ

BJP MLA Allegation : બાબુરાજ સામે ભાજપના વધુ એક ધારાસભ્યનો બળાપો
Amit Shah Speech In Bhavnagar : અમિત શાહે ભાવનગરમાં કર્યો હુંકાર
Hun To Bolish : હું તો બોલીશ : કોપી પેસ્ટ યુનિવર્સિટી, પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : યુવકો નોકરી શોધે પણ સરકાર તો નિવૃત્ત શોધે
Hun To Bolish : હું તો બોલીશ : કોણે આપ્યો ભ્રષ્ટાચારનો અધિકાર?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
MI અને ચેન્નઈ સહિત 8 ટીમોએ કેપ્ટન કર્યા કન્ફર્મ, આ 2 ટીમોએ હજુ સુધી નથી કર્યો નિર્ણય 
MI અને ચેન્નઈ સહિત 8 ટીમોએ કેપ્ટન કર્યા કન્ફર્મ, આ 2 ટીમોએ હજુ સુધી નથી કર્યો નિર્ણય 
નકલી સમન્સ અને ‘ડિજિટલ અરેસ્ટ’ રોકવા EDએ બદલી સમન્સ જારી કરવાની પ્રક્રિયા, જાણો નવી પ્રક્રિયા વિશે 
નકલી સમન્સ અને ‘ડિજિટલ અરેસ્ટ’ રોકવા EDએ બદલી સમન્સ જારી કરવાની પ્રક્રિયા, જાણો નવી પ્રક્રિયા વિશે 
સોના-ચાંદીના ભાવમાં થઈ ગયો મોટો ઘટાડો, જાણો 10 ગ્રામની લેટેસ્ટ કિંમત  
સોના-ચાંદીના ભાવમાં થઈ ગયો મોટો ઘટાડો, જાણો 10 ગ્રામની લેટેસ્ટ કિંમત  
SBI માં જમા કરો ₹1,00,000 અને મેળવો ₹41,826 ફિક્સ વ્યાજ, જાણો તમામ ડિટેલ્સ
SBI માં જમા કરો ₹1,00,000 અને મેળવો ₹41,826 ફિક્સ વ્યાજ, જાણો તમામ ડિટેલ્સ
કાતિલ ઠંડીમાં ખજૂરનું સેવન સ્વાસ્થ્યને આપશે આ 5 મોટા ફાયદાઓ, આજથી જ ખાવાનું શરુ કરો
કાતિલ ઠંડીમાં ખજૂરનું સેવન સ્વાસ્થ્યને આપશે આ 5 મોટા ફાયદાઓ, આજથી જ ખાવાનું શરુ કરો
કરોડપતિ બનવા માટે તમારે SIP માં બસ આટલી રકમનું કરવું પડશે રોકાણ, જાણો કેલક્યુલેશન 
કરોડપતિ બનવા માટે તમારે SIP માં બસ આટલી રકમનું કરવું પડશે રોકાણ, જાણો કેલક્યુલેશન 
TB Disease: ટીબીના કેટલા તબક્કા હોય છે, કયા સ્ટેજમાં વ્યક્તિનું બચવું બને છે મુશ્કેલ?
TB Disease: ટીબીના કેટલા તબક્કા હોય છે, કયા સ્ટેજમાં વ્યક્તિનું બચવું બને છે મુશ્કેલ?
આદરણીય નીતિશ કુમાર જી... શપથ ગ્રહણ બાદ તેજસ્વી યાદવનું પ્રથમ નિવેદન, જાણો શું કહ્યું ?
આદરણીય નીતિશ કુમાર જી... શપથ ગ્રહણ બાદ તેજસ્વી યાદવનું પ્રથમ નિવેદન, જાણો શું કહ્યું ?
Embed widget