'મહાભારત'ના ભીમનું નિધન, બે વાર ઓલિમ્પિક્સમાં ભારત વતી કઈ રમતમાં લીધેલો ભાગ ?
બીઆર ચોપરાના મહાભારતમાં ભીમનું પાત્ર ભજવનાર પ્રવીણ કુમાર સોબતીનું નિધન થયું છે, તેઓ લાંબા સમયથી બીમાર હતા.
બીઆર ચોપરાના મહાભારતમાં ભીમનું પાત્ર ભજવનાર પ્રવીણ કુમાર સોબતીનું નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. ગઇકાલે હાર્ટ અટેકથી તેમનું નિધન થયું. દિલ્હીના અશોક વિહાર (ફેઝ 2) સ્થિત અશોક વિહાર (ફેઝ 2)માં સ્થિતિ તેમના નિવાસ સ્થાને તેમણે અંતિમ શ્વાસ લીધા. પ્રવીણની ઉંમર 74 વર્ષની હતી. મૃત્યુ પહેલા તેઓ લાંબા સમયથી બીમાર હતા. પીઠની સમસ્યા તેને ઘણી પરેશાન કરતી હતી. પ્રવીણ કુમાર સોબતીનું પણ થોડા મહિના પહેલા ઓપરેશન કરવામાં આવ્યું હતું, પરંતુ તેઓ ચાલી શકતા ન હતા. પ્રવીણ કુમાર સોબતી હાલ દિલ્લીમાં રહેતા હતા પરંતુ તેઓ પંજાબના તરનતારનના વતની હતા.
એબીપી ન્યૂઝ સાથે વાત કરતા, પ્રવીણ કુમાર સોબતીની પુત્રી નિપુનિકા સોબતીએ જણાવ્યું હતું કે, "પાપાનું ગઈકાલે રાત્રે 9.30 વાગ્યે હાર્ટ એટેકના કારણે અવસાન થયું હતું. તેઓ છેલ્લા કેટલાક સમયથી ખૂબ જ બીમાર હતા. ગઈકાલે રાત્રે તેમને અચાનક શ્વાસ લેવામાં તકલીફ શરૂ થઈ હતી. તેમનું ઓક્સિજનનું સ્તર પણ ખૂબ જ ઘટી ગયું હતું. હાર્ટ એટેક આવ્યા પછી અમે ડૉક્ટરને ફોન કર્યો અને એમ્બ્યુલન્સને ઘરે બોલાવી, પરંતુ ડૉક્ટર ઘરે પહોંચે તે પહેલાં જ દુર્ભાગ્યવશ તેમનું નિધન થઇઈ ગયું.
પ્રવીણ કુમાર સોબતીએ બીઆર ચોપરાના 'મહાભારત'માં ભીમનું પાત્ર ભજવીને સૌથી વધુ લોકપ્રિયતા મેળવી હતી. પ્રવીણ કુમાર સોબતી તેમના ઊંચા કદ (6.6 ઇંચ) માટે જાણીતા હતા. આ જ કારણ હતું કે તેને મોટાભાગની ફિલ્મોમાં ગુંડાઓ અને બોડીગાર્ડની ભૂમિકાઓ મળતી હતી.
તેમના ઊંચા કદના કારણે તેમને 'મહાભારત'માં ભીમનો રોલ ઑફર કરવામાં આવ્યો હતો. તેણે 30 થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો હતો. અભિનયની દુનિયામાં પ્રવેશતા પહેલા તે હેમર અને ડિસ્કસ થ્રો એથ્લીટ હતા. તેણે એશિયન ગેમ્સમાં બે ગોલ્ડ મેડલ, એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ પણ જીત્યો હતો.. - 1968માં મેક્સિકો ઓલિમ્પિક્સ અને 1972માં મ્યુનિક ઑલિમ્પિક્સમાં એમ ઓલિમ્પિક્સમાં બે વાર ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. એક્ટિંગ ફિલ્ડ પહેલા તેઓ BSFમાં હતા.
પ્રવીણ કુમાર સોબતીએ તેમના જીવનમાં ભલે ઘણી સિદ્ધિઓ હાંસલ કરી હોય પરંતુ તેઓ બહુ જલ્દી જીવનની જંગ હારી ગયા. પ્રવીણ કુમાર સોબતી પણ મૃત્યુ પહેલા આર્થિક સંકટનો સામનો કરી રહ્યા હતા. આવી સ્થિતિમાં તેમણે સરકારને મદદની અપીલ પણ કરી હતી. પ્રવીણ ગયા ડિસેમ્બર મહિનાથી ખૂબ જ બીમાર હતો. આ જ કારણ હતું કે તે ઘરમાં જ રહેતા હતા અને ઘરમાં તેની પત્ની વીણા તેનું ધ્યાન રાખતી હતી.